________________
२१८ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ ૨ टी० काल इति । यदेतत् पूर्वकैरिनिरूपितं तत् सम्यग्दर्शनं कियन्तं कालं भवतीति प्रश्नयति । ननु च स्थितिद्वारेऽप्येतदेव पृष्टमुक्तं च, किमर्थं पुनः पिष्टपेषणं क्रियते इति ? उच्यते-न कालः स्थितिमन्तरेण कश्चिदस्तीत्यस्यार्थस्य ख्यापनार्थं, तथा च वर्तमानादीन्येव काललिङ्गानि पठन्ति । अथवा एकजीवाश्रयणेन नानाजीवसमाश्रयणेन चे नास्ति स्थितिद्वारे साक्षाद् विधानमिति, अतो युज्यते प्रश्नः । तथा च "पुव्वभणियं तु जं भण्णए" (निशीथभाष्ये) इत्यादि । अतस्तत् सम्यग्दर्शनमेकजीवाङ्गीकरणेन सर्वजीवाङ्गीकरणेन च परीक्ष्यम् ।
પ્રેમપ્રભા ભાષ્યમાં કાળ-દ્વારનું નિરૂપણ કરાય છે. તેમાં પ્રશ્ન કરેલ છે કે, જેનું આ પૂર્વના દ્વારોમાં નિરૂપણ કરાયેલ છે તે સમ્યગદર્શન કેટલાં કાળ સુધી રહે છે ? આ પ્રશ્ન બાબતમાં જ કોઈ શંકા કરે છે.
શંકાઃ પૂર્વસૂત્રમાં કહેલ સ્થિતિ-દ્વારમાં પણ આ જ પ્રશ્ન પૂછેલો હતો અને જવાબ પણ આ જ કહેલ. તો શા માટે અહીં પિષ્ટ-પેષણ કરાય છે. અર્થાત્ જેમ પીસેલાં-ચૂર્ણ કરેલાં લોટ વગેરેને પીસવું નકામું છે, તેમ એક વખત કહેવાઈ ગયેલી હકીકતને ફરી દોહરાવવી નિરર્થક છે.
- અપેક્ષાએ સ્થિતિ અને કાળ વચ્ચે તફાવત જ સમાધાનઃ સાચી વાત છે, “પણ સ્થિતિ વિના કોઈ કાળનું અસ્તિત્વ હોતું નથી. આ વાતનું જ્ઞાપન કરવા માટે સ્થિતિ કરતાં કાળ-ધારને જુદું કહેલું છે. તથા વર્તમાન વગેરેને જ કાળના લિંગ = ચિહ્નો અર્થાત્ ભેદો તરીકે કહેલાં છે. અથવા બીજું સમાધાન આપતાં કહે છે - સ્થિતિ-દ્વારમાં એક જીવને આશ્રયીને અને અનેક જીવોને આશ્રયીને સાક્ષાત્ (સ્થિતિનું) વિધાન કરેલું નથી. આથી એક-અનેક જીવોને આશ્રયીને કાળ જાણવા માટે પૂર્વોક્ત પ્રશ્ન કરવો યોગ્ય છે. આ વિષયમાં નિશીથ-ભાષ્યમાં – “પુત્રમાિયં મUUU' “પૂર્વે કહેલું ફરી કહેવાય છે.” ઇત્યાદિ ગ્રંથ વડે શંકા-સમાધાન કરેલું છે. આથી સમ્યગદર્શનનો કાળ એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ પરીક્ષણીય છે, વિચારણીય છે.
ચંદ્રપ્રભા : પુદ્ગમયં તુ નં મUUIT તત્વ ા૨vi Oિા પડિહો ય ૩UUUU AROT વિસાવનમો વા ! (નિ ભા.-૧) અર્થઃ પૂર્વ કહેલ (સંબંધ-ગાથા વગેરે) ફરી કહેવાય છે તેમાં કારણ હોય છે. દા.ત. પૂર્વે કહેલ અર્થનો નિષેધ કરવો હોય ત્યારે ફરી કહેવાય અથવા પૂર્વ પ્રતિષિદ્ધ વસ્તુનો કારણને આશ્રયીને અનુજ્ઞા કરવા માટે અથવા તો વિશેષથી બોધ કરવા માટે . ર.પૂ. | મર્થ ૨૦ મુ. | ૨. પૂ.તા. 1 વાપ્તિ, મુ.