________________
२१६
तत्त्वार्थाधिगमसूत्रम्
[*o
च भवतीति, व्यापी स इत्यर्थः । तद्योगात् सम्यग्दर्शनम्, एतेनापायेन यावदस्ति सम्बन्ध इति । तेन च सम्बन्धः सत्सु च सद्द्रव्येषु अक्षीणदर्शनसप्तकस्य असत्सु च सद्द्रव्येषु क्षीणदर्शनसप्तकस्य, उभय्यामप्यवस्थायां सम्यग्दर्शनं द्रष्टव्यम् । उभय्यामप्यवस्थायां सम्यग्दृष्टिव्यपदेशो नास्ति । तत् केवलिनो नास्तीत्यादि । तदिति सम्यग्दर्शनं सद्द्रव्यापाययोगजनितव्यपदेशं केवलिनोऽतीन्द्रियदर्शित्वात् न समस्ति । अतो न सम्यग्दर्शनी केवली । कस्तर्हि ? आह- सम्यग्दृष्टिस्तु केवलीति । तानि च बुद्ध्या आदाय अपायसद्द्रव्याणि
1
મતિજ્ઞાનાંશ હોય છે. અર્થાત્ તે (અપાય) વ્યાપક છે. તત્વોત્ સમ્ય વર્શનમ્ । આ અપાયરૂપ મતિજ્ઞાન સાથે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન હોય છે. અને તે અપાય સાથે જીવનો સંબંધ બે રીતે હોઈ શકે છે (૧) એક તો સદ્રવ્ય (સમ્યગ્દર્શનપુદ્ગલો) હોય ત્યારે જેણે દર્શન-સપ્તક (દર્શનમોહનીય વગેરે) સાતકર્મ-પ્રકૃતિ)નો સંપૂર્ણક્ષય નથી કર્યો તેવા જીવને અને (૨) બીજું સદ્રવ્યનો અભાવ (વિનાશ) થયે છતે જેણે દર્શન-સપ્તક (કર્મ-પ્રકૃતિ)નો સંપૂર્ણ ક્ષય કરેલો છે તેવા જીવને પણ અપાય સાથે સંબંધ હોય જ છે. આમ આ બન્નેય અવસ્થામાં ‘સમ્યગ્દર્શન’ જાણવું અર્થાત્ તે બન્નેય અવસ્થામાં સમ્યગ્દર્શનનો વ્યવહાર થાય છે. આ બન્નેય અવસ્થામાં ‘સમ્યગ્દષ્ટિ’નો વ્યવહાર (વ્યપદેશ/કથન) થતો નથી.
* કેવળજ્ઞાનીનો સમ્યગ્દર્શની નહિ પણ સમ્યગ્દષ્ટિ તરીકે વ્યવહાર
તત્ વલિનો નાસ્તિ। તે એટલે કે સદ્રવ્ય અને અપાયના યોગથી જેનો વ્યવહાર કરેલો છે તેવું સમ્યગ્દર્શન કેવળજ્ઞાનીને હોતું નથી. કારણ કે કેવળજ્ઞાનીઓ અતીન્દ્રિયદર્શી હોય છે એટલે કે તેઓ ઇન્દ્રિયોની મદદ કે અપેક્ષા વિના જ જ્ઞાન કરનારા હોય છે. (પૂર્વોક્ત સમ્યગ્દર્શનમાં તો પુદ્ગલ-જનિત હોવાથી ઇન્દ્રિયાદિના સહકારની અપેક્ષા હોય છે.) આથી કેવળજ્ઞાનીઓનો ‘સમ્યગ્દર્શની’ તરીકે વ્યવહાર કરાતો નથી.
પ્રશ્ન ઃ તો શું કહેવાય ?
જવાબ : કેવળજ્ઞાનીઓનો ‘સમ્યગ્દષ્ટિ’ તરીકે વ્યવહા૨ કરાય છે. અને આ રીતે તે અપાય-સદ્રવ્યોનો બુદ્ધિથી કેવળજ્ઞાનીમાં ગ્રહણ કરીને (કારણ કે કેવળજ્ઞાનીઓ પણ ભૂતકાળમાં તો સદ્રવ્યોથી યુક્ત જ હતાં) તેમાં ‘સમ્યગ્દર્શની' તરીકેનો (ઉપચારથી પણ)
વ્યવહાર કરવાનો નિષેધ કરાય છે.