________________
સૂ૮] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२१९ एतदुक्तं भवति-एकेन प्राप्तं तत् कियन्तं कालमनुपाल्यत इति, नानाजीवैश्च कियन्तं कालं धार्यत इति परीक्ष्यम् । एकजीवं प्रतीत्यादि, पूर्वभावित एव ग्रन्थ इति स्थितिद्वारे । नानाजीवान् प्रति सर्वाद्धा-सर्वकालं, महाविदेहादिक्षेत्रमाश्रित्याऽव्यवच्छेदानात् । इयं तु स्थितिः क्षायोपशमिकस्य चिन्तिता, औपशमिकस्य तु यथासम्भवं अन्तर्मुहूर्तप्रमाणेति, क्षायिकस्य तु सर्वदावस्थानम् । अतोऽनन्तरमन्तरद्वारं स्पृशति -
भा० अन्तरम् । सम्यग्दर्शनस्य को विरहकालः ? एकजीवं प्रति जघन्येनान्तर्महर्तम्, उत्कृष्टेन उपार्धपुद्गलपरिवर्तः । नानाजीवान् प्रति नास्त्यन्तरम् । પૂર્વ કહેલ વસ્તુ ફરી કહેવાય છે. અથવા પૂર્વે ઘણી વખત પહેલાં કહેલ વિસ્મૃત થવાથી સ્મૃતિ માટે પણ ફરી કહેવાય છે. (માટે પુનરુક્તિ દોષ નથી.)
પ્રેમપ્રભા કહેવાનો ભાવ એ છે કે, એક જીવ વડે પ્રાપ્ત કરાયેલ સમ્યગુદર્શનનું કેટલો વખત તેના વડે પાલન કરાય છે/રાખી શકાય છે ? અને અનેક જીવો વડે પ્રાપ્ત કરાયેલ સમ્યગુદર્શન, તેઓ વડે કેટલો કાળ ધારણ કરી શકાય છે? એ પ્રમાણે પરીક્ષા-વિચારણા કરવાની છે. તેમાં એક જીવને આશ્રયીને પૂર્વે (સ્થિતિ-દ્વારમાં) વિચારેલ જ હકીકત ફરી કહેવાય છે અર્થાત્ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ (૬૬) સાગરોપમ સુધી સમ્યગ્રદર્શન રાખી શકાય છે. અનેક જીવોને આશ્રયીને સર્વકાળે સમ્યગુદર્શન હોય છે. કારણકે મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને સમ્યગુદર્શનનો અવ્યવચ્છેદ માનેલો છે, અર્થાત્ ત્યાં કોઈપણ કાળે વ્યવચ્છેદ/વિચ્છેદ થતો નથી.
ઉપરોક્ત (૬૬ સાગરો ની ઉત્ક.) સ્થિતિ એક જીવની અપેક્ષાએ કહી છે, તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનની અપેક્ષાએ વિચારેલી છે, ઔપથમિક સમ્યગ્દર્શન તો યથાસંભવ અંતર્મુહૂર્ત જેટલી હોય છે. જ્યારે ક્ષાયિક સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા બાદ સર્વ કાળ અવસ્થાન (સ્થિતિ) હોય છે.
છઠું અંતર-દ્વાર ઃ આ દ્વારની અનંતર હવે અંતર (વિરહ) દ્વારની સ્પર્શના-વિચારણા કરાય છે.
ભાષ્ય : અંતરદ્વાર કહેવાય છે. પ્રશ્ન : સમ્યગુદર્શનનો વિરહકાળ/અંતરકાળ શું છે?
જવાબઃ એક જીવને આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધપુગલપરાવર્ત જેટલો વિરહકાળ છે. અનેક જીવોને આશ્રયીને આંતરુ (વિરહકાળ) નથી. ૨. પતિપુ વેચ્છાત્s . I