________________
२२० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ _____टी० अन्तरमित्यनेन सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा मिथ्यात्वदलिकोदयात् पुनः कियता कालेन लप्स्यत इति पृच्छति-सम्यग्दर्शनस्य को विरहकाल इति ? । सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा यावन्न पुनः सम्यग्दर्शनमासादयति स विरहकालः-सम्यग्दर्शनेन शून्यः कालः कियानिति ? औपशमिकक्षायोपशमिके निश्रित्य निर्णयवाक्यं प्रवृत्तम् । एकजीवं प्रतीत्यादि । एको जन्तुरौपशमिकं क्षायोपशमिकं वा प्राप्य उज्झित्वा पुनः कश्चिद् मुहूर्तस्यान्तैर्लभते लभते, कश्चित् तु अनन्तेन कालेन लभते, स चानन्तकाल एवमाख्यायते, उत्कृष्टेनोपार्धपुद्गलपरावर्तः । पुद्गलपरावर्तो नाम यदा जगति यावन्तः परमाणवस्ते
औदारिकादितया सर्वे परिभुक्ता भवन्ति, स पुद्गलपरावर्तः औदारिकवैक्रियतैजसभाषाप्राणापानमनःकर्मभेदात् सप्तधा, एतत्समुदायस्यार्धं गृह्यते किञ्चिदूनम् । एतत् प्रतिपादयितुं कथं
પ્રેમપ્રભા : ભાષ્યમાં અંતર-દ્વાર કહે છે. અંતર-દ્વાર વડે એવા પ્રશ્ન પુછે છે કે, સમ્યગુદર્શનને પ્રાપ્ત કરીને મિથ્યાત્વ (મોહનીયકર્મ)ના દલિકોનો ઉદય થવાથી ફરીથી ગુમાવ્યા બાદ પુનઃ કેટલાં કાળે મેળવાય છે ? આથી ભાષ્યમાં પ્રશ્ન કરે છે.
પ્રશ્ન : સમ્યગુદર્શનેનો વિરહકાળ(અંતરકાળ શું છે ? એટલે સમ્યગદર્શનને પ્રાપ્ત કરીને પાછું ત્યજી દીધાં બાદ જેટલાં કાળ સુધી પાછુ ન મેળવે, તેટલો કાળ વિરહકાળ કહેવાય. આમ આવો સમ્યગદર્શનથી શૂન્યરિહિત જીવનો કાળો કેટલો છે? એમ ફલિતાર્થ છે. ઔપથમિક અને ક્ષાયોપથમિક સમ્યગદર્શનને આશ્રયીને અનુલક્ષીને) નિર્ણય-વાક્ય અર્થાત્ જવાબ કહેલો છે. તે આ રીતે
જવાબ : એક જીવને આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત વિરહકાળ છે, એમ ભાષ્યમાં કહ્યું. એનો અર્થ એ છે કે, એક જીવ ઔપથમિક અથવા ક્ષાયોપથમિક સમ્યગદર્શનને પ્રાપ્ત કરીને અને પાછુ ગુમાવી દઈને ફરીથી કોઈ જીવ એક અંતર્મુહૂર્તમાં જ એટલે કે મુહૂર્ત (૨ ઘડી, ૪૮ મિનિટ)ના મધ્યવર્તી કાળમાં જ પાછું મેળવે છે, તો કોઈ જીવ અનંતકાળે પાછું મેળવે છે. અને તે અંતરકાળ આ પ્રમાણે કહેવાય છે – | ઉત્કૃષ્ટથી જોઈએ તો ઉપાઈ પુદ્ગલ-પરાવર્ત જેટલો વિરહકાળ છે. પુદ્ગલ-પરાવર્ત સ્વરૂપ આ પ્રમાણે છે – જગતમાં જેટલાં પરમાણુઓ છે, તે સર્વે જ્યારે ઔદારિક વગેરે રૂપે (અમુક જીવ વડે) ભોગવાઈ જાય ત્યારે તેટલાં કાળને પુદ્ગલ-પરાવર્ત કહેવાય છે. તે (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) તૈજસ (૪) ભાષા (૫) શ્વાસોચ્છવાસ (આનપ્રાણ) (૬) મન અને (૭) કર્મ એવા ભેદથી સાત પ્રકારનું છે. આ સાતના સમુદાયનો કંઈક ઓછો ૨. વિપુ તર રૂતિ પૂ. I ૨. પૂ. I f– પુ. રૂ. પરિવુ તરન્નુમતે મુ. ૪. .પૂ. વાસ્તવમુ. I