________________
સૂ॰ ૮ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२१३
"
टी० स्पर्शनम् । आकार्शदेशैः पर्यन्तवर्तिभिः सह यः स्पर्शस्तत् स्पर्शनम्, अस्मिन् द्वारे पृच्छ्यते - सम्यग्दर्शनेन किं स्पृष्टम् इत्यनेन । अत्रापि सम्यग्दर्शनशब्दः सामान्यवाची दृश्य:, एकं चाङ्गीकृत्य प्रवृत्त इति मन्तव्यम् । उत्तरम् - लोकस्याऽसङ्ख्येयभागः स्पृष्ट इत्येकानेकप्रश्ननुरोधेन नेयम् । यः पुनः समुद्घातप्रतिपन्नः चतुर्थसमयवर्ती भवस्थकेवली तेन किं स्पृष्टं लोकस्येति ? । उच्यते - सम्यग्दृष्टिना तु सर्वलोक इति । यतोऽभिहितं "लोकव्यापी चतुर्थे तु" [प्रशमरति० २७३ ] । तुशब्दोऽवधारणे, सम्यग्दृष्टिनैव समुद्घातगतेनैव समस्तलोकः छुप्यत इति । एतस्मिन् व्याख्याने चोदकोऽचूचुदत् सम्यग्दृष्टि
પ્રેમપ્રભા : ભાષ્યમાં સ્પર્શન દ્વાર કહે છે. પર્યંતે રહેલાં એટલે કે છેડાના ભાગે રહેલાં આકાશપ્રદેશો સાથે જે સ્પર્શ થવો, તે સ્પર્શના કહેવાય છે. આ દ્વારમાં એવા વચનોથી પ્રશ્ન કરાયેલ છે કે, “સમ્યગ્દર્શન વડે શેની અર્થાત્ કેટલાં ક્ષેત્રની સ્પર્શના કરાયેલ છે ?” અહીં સમ્યગ્દર્શન શબ્દ સામાન્ય વાચક જાણવો. એટલે પૂર્વ દ્વારમાં કહ્યા મુજબ ‘ભાવ’ અર્થમાં બનેલો હોવાથી સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ એ બેય પ્રકારના જીવોનો વાચક સમજવો. વળી એક જ (સમ્યગ્દર્શની) જીવને આશ્રયીને આ પ્રશ્ન કરેલો છે એમ જાણવું. આનો ઉત્તર ભાષ્યમાં કહે છે.
-
જવાબ : લોકનો અસંખ્યાતમો ભાગ સમ્યગ્દર્શની જીવ વડે સ્પર્શાયેલ છે. આ જવાબ એક સમ્યગ્દર્શની અથવા અનેક સમ્યગ્દર્શની જીવો સંબંધી પૂછાયેલ પ્રશ્નની અપેક્ષાએ જાણવો.
* કેવલી ભગવંત વડે સમસ્ત લોકની સ્પર્શના ક્યારે થાય ?
પ્રશ્ન ઃ ભલે, પણ જે ભવસ્થ કેવળી કે જેણે સમુદ્દાતનો સ્વીકાર કરેલો છે, તે આત્મા (કેવળી સમુદ્દાતના આઠ સમય પૈકી) ચોથા સમયે વર્તતો હોય ત્યારે તેના વડે લોકના કેટલા ભાગની સ્પર્શના કરાય છે ?
જવાબ : સભ્યષ્ટિ જીવ વડે સમસ્ત લોક સ્પષ્ટ છે, સ્પર્શાયેલ છે. કારણ કે પ્રશમરતિ-પ્રકરણ (શ્લો.૨૭૩)નામના ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારે જ કહેલું છે કે, તો વ્યાપિ ચતુર્થે તુ । ચોથા ^સમયે લોકવ્યાપી બની જાય છે. અહીં તુ શબ્દ ‘જ’કાર (નિશ્ચય) અર્થમાં છે. સમ્યગ્દષ્ટિ (કેવળજ્ઞાની) અને સમુદ્દાતને પામેલાં (ચોથા સમયે રહેલાં) એવા જ આત્મા વડે અને સમસ્ત લોકનો સ્પર્શ કરાય છે. આ પ્રમાણે વ્યાખ્યાન/વિવરણ કરાયે ૬. પૂ. જિ. । ાશપ્રવે॰ મુ. । ર. પા. લિ. । યત:॰ પૂ. ।