________________
२१२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૬ स्थितः ? पृष्टे उत्तरं-लोकस्याऽसङ्ख्येयभागे, धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नः आकाशदेशो जीवाजीवाधारक्षेत्रं लोकः, तस्यासङ्ख्येयभागे त्वं स्थितः, यतः असङ्ख्येयप्रदेशो जीवः अतोऽसङ्ख्येयभाग एवावगाहते । सर्वस्य लोकस्य, बुद्ध्या असङ्ख्येयभागखण्डकल्पितस्य य एकोऽसङ्ख्येयभागस्तत्र स्थित इति । अथापि सर्वानेवाङ्गीकृत्य प्रश्न तथाप्यसङ्ख्येयभागे पूर्वस्मादधिकतरे लोकस्य सर्वे वर्तन्त इति युक्तमुत्तरम् ।
__भा० स्पर्शनम् । सम्यग्दर्शनेन किं स्पृष्टम् ? । लोकस्यासङ्ख्येयभागः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति । સમ્યગદર્શની જીવ અંગે પ્રશ્ન કરેલો હોય અને એક સંબંધી જ ઉત્તર હોય ત્યારે આવો અર્થ થાય - “જે હું સમ્યગદર્શની જીવ છું, તે હું કેટલાં ક્ષેત્રમાં – આધારમાં રહેલો છું?” આમ પ્રશ્ન કરાતાં ઉત્તર આપે છે - લોકના અસંખ્યય ભાગમાં તું રહેલો છે. અર્થાત્ ધર્મ અને અધર્મ રૂપ બે દ્રવ્યથી ઉપલક્ષિત - જણાતો (અર્થાત્ જેટલાં આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય રહેલ છે તેટલો) તથા જીવ અને અજીવ દ્રવ્યના આધારભૂત આકાશનો ભાગ “લોક' કહેવાય - આવા લોકના અસંખ્યયમાં ભાગમાં તું રહેલો છે. જે કારણથી જીવ અસંખ્યય પ્રદેશવાળા છે, તે કારણથી સર્વલોકના અસંખ્યયમાં ભાગમાં જ અવગાહન કરે છે. બુદ્ધિથી જેના અસંખ્યાતમાં ભાગ જેટલાં અસંખ્ય ખંડની ટુકડાંની કલ્પના કરેલી છે, એવા સમસ્ત લોકનો જે એક અસંખ્યાતમો ભાગ છે, તેમાં તું (સમ્યગુદર્શની જીવ) રહેલો છે.
હવે જ્યારે સર્વ સમ્યગુદર્શની જીવોને આશ્રયીને પ્રશ્ન કરાય તો પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં એવો જ ઉત્તર આવે છે. એટલું વિશેષ કે, પૂર્વ કરતાં અધિક ઘણા વધારે એવા લોકના અસંખ્યાતમાં ભાગરૂપ ખંડોમાં સર્વ સમ્યગદર્શની જીવો અને સમ્યગૃષ્ટિ આત્માઓ રહે છે. આથી અનેક યાવત્ સર્વ સમ્યગદર્શની જીવોની અપેક્ષાએ પણ ઉત્તર યોગ્ય જ ઠરે છે.
* ચોથું સ્પર્શન-હાર: * ભાષ્ય : સ્પર્શન દ્વારા કહેવાય છે. પ્રશ્ન : સમ્યગુદર્શન વડે (સમ્યગુદર્શની જીવ વડે) કેટલાં આકાશ પ્રદેશો સ્પર્શાવેલ છે? જવાબ : (એક) સમ્યગુદર્શની જીવ વડે લોકના અસંખ્યાતમાં ભાગ જેટલા આકાશ પ્રદેશો સ્પર્શાયેલાં છે. સમ્યગુષ્ટિ જીવ વડે તો સર્વલોક (રૂપઆકાશ) સ્પર્ધાયેલ છે.