________________
२०६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ संशिपञ्चेन्द्रियचक्षुर्दर्शनिषु द्वयम्, अचक्षुर्दर्शनिषु पृथिव्यादिषु पञ्चसु द्वयं नास्ति, शेषेषु द्वित्रिचतुरसंशिष्वचक्षुर्दर्शनिषु पूर्वप्रतिपन्नाः स्युन तु प्रतिपद्यन्ते, संज्ञिपञ्चेन्द्रियाचक्षुर्दर्शनिषु કાર્ય બને છે. (મન શાપને કાયમ )અથવા જે વિદ્યમાન ન હોય તે જ વસ્તુ કારણ હાજર થતાં કાર્ય રૂપ બને છે.
(૯) શાનદારઃ અહીં પણ નિશ્ચયનયના મતે જ્ઞાની અને વ્યવહાર-નયની અપેક્ષાએ અજ્ઞાની જીવ સમ્યકત્વને પામે છે.
ચંદ્રપ્રભા કહેવાનો ભાવ એ છે કે અહીં પણ નિશ્ચયનયની અપેક્ષાએ જે જ્ઞાની છે, તે જ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. આત્મામાં પહેલાં અપ્રગટ રહેલું સમ્યકત્વ આવરણ દૂર થતાં પ્રગટ થાય છે, એટલું વિશેષ. એને જ ઉત્પત્તિ કહેવાય છે. બાકી અભૂત/અવિદ્યમાન વસ્તુ હોય તો - આકાશના ફૂલની જેમ - કદાપિ ઉત્પન્ન થતી નથી. વ્યવહારનયથી તો અજ્ઞાની જીવ જ સમ્યકત્વને પામે છે. કેમ કે, જે પહેલાં અશાની હતો તે જ પછીથી ગુરૂપદેશ, જિનપ્રતિમા-દર્શન આદિ કારણોથી સમ્યકત્વવાળો (જ્ઞાની) બને છે, એવું દેખાય છે.
પ્રેમપ્રભા : (૧૦) દર્શન-હાર : આ દ્વારમાં (૧) ચક્ષુદર્શનવાળા અને (૨) અચલુદર્શનવાળા જીવો એમ બે વિભાગપૂર્વક વિચાર કરાય છે. તેમાં (૧) સામાન્યથી ચક્ષુદર્શનવાળા (ચઉરિંદયથી ઉપરના) જીવોમાં સમ્યકત્વને પૂર્વ-પ્રતિપન અને પ્રતિપદ્યમાનક બેય પ્રકારના જીવો હોય છે. તેમાં મક્ષિકા (માખી) વગેરે અસંશી જીવોમાં સમ્યકત્વને પૂર્વે પામેલાં હોય છે, પણ પામનારા જીવો હોતાં નથી. તથા સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ ચક્ષુ-દર્શનવાળા જીવોમાં સમ્યકત્વને પૂર્વે પામેલ અને પામતાં બે પ્રકારના જીવો હોય છે. (૨) (સામાન્યથી અચક્ષુ-દર્શનવાળા જીવોમાં બે ય પ્રકારના જીવો હોય છે.) તેમાં પૃથ્વી વગેરે પાંચ અચક્ષુ-દર્શની જીવોમાં બેય પ્રકાર હોતાં નથી. શેષ બે-ત્રણચાર-ઇન્દ્રિયવાળા તથા અસંશી પંચેન્દ્રિય રૂપ અચક્ષુદર્શની જીવોમાં સમક્તિને પૂર્વ પ્રતિપન્ન હોય પણ પામતાં જીવો ન હોય. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય એવા અચક્ષુદર્શની જીવોમાં બેય પ્રકાર ઘટે છે.
ચંદ્રપ્રભા અહીં જે જીવોને ચક્ષુ-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુ-ઈન્દ્રિય પ્રાપ્ત થઈ હોય તે મક્ષિકા વગેરે ચઉરિન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો ચશુ-દર્શની કહેવાય. તથા જેઓને અચશુ-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય તે અશુદર્શની કહેવાય. વળી આ દર્શન-દ્વારમાં (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શનની પણ વિચારણા થઈ શકે છે. આ બન્નેય દર્શનવાળા જીવો પૂર્વ-પ્રતિપન જ હોય
૨. પારિવું . ના. પૂ. I