________________
સૂ૦ ૮]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२०१ द्वये पदार्था:-जीवाच अजीवाश्च । तत्राऽजीवेषु तावन्नास्ति, निश्चयावलम्बनेन धर्माधर्माकाशपुद्गलेषु, यतो ज्ञानाख्यश्चेतनावत्सु समवेतो गुणः स कथमन्यधर्मः सन्नन्यत्र वर्तेत । यच्चोक्तं कस्येति स्वामित्वचिन्तायां अजीवस्य प्रतिमादेः सम्यग्दर्शनमिति तदुपचारात्, नत्वसौ मुख्यः कल्पः। इह तु मुख्यां वृत्तिमाशिश्रियद् वाचकमुख्यः, अजीवेषु तावदुक्तक्रमेण नास्तीति । अथ जीवेषु का वार्तेत्यत आह-जीवेषु तु भाज्यम् । तुशब्द एवकारार्थे, भाज्यमेव नावश्यम्भावि।
सर्वेषु भजनां च कथयति तद्यथा-गतीन्द्रियेत्यादिना । भा० तद्यथा-गतीन्द्रियकाययोगकषायवेदलेश्यासम्यक्त्वज्ञानदर्शनचारित्राहारो
એક નિશ્ચયર્દષ્ટિથી અજીવમાં સમ્યગ્દર્શન નથી, જીવમાં ભજના છે જવાબ : જગતમાં મુખ્ય બે પદાર્થો છે. (૧) જીવ અને (૨) અજીવ. તેમાંય અજીવોમાં સમ્યગદર્શન નથી એટલે કે નિશ્ચયનયના આશ્રય વડે ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ રૂપ અજીવ દ્રવ્યોમાં સમ્યગદર્શન નથી કારણ કે સમ્યગદર્શન જ્ઞાનાત્મક પદાર્થ છે અને તે ચેતનાવાળા = ચેતન અર્થાત્ જીવ દ્રવ્યમાં સમવેત એટલે કે અવિભાગ વડે - અભેદ વડે રહેલો ગુણ છે. તે શી રીતે અન્ય વસ્તુનો એટલે કે જીવનો ગુણ હોયને બીજી વસ્તુમાં અર્થાત અજીવમાં રહી શકે ? અર્થાત્ ન જ રહી શકે. વળી પૂર્વસૂત્રમાં સ્વામિત્વદ્વારના નિરૂપણ વખતે કહેલું કે, સમ્યદર્શન કોનું? એના સ્વામી કોણ ? એવી સ્વામીપણાની વિચારણા કરતી વખતે પ્રતિમાદિ “અજીવનું સમ્યગદર્શન છે, અર્થાત્ પ્રતિમાદિ સમ્યગુદર્શનના માલિક છે” એમ કહેલું, તે ઉપચારથી – વ્યવહાર નથી કહેલું. પણ મુખ્ય રીતે, વાસ્તવિક રીતે તેવું નથી. (નિશ્ચયદષ્ટિથી તો જીવમાં જ સમ્યગદર્શન રહેલું છે.) અહીં તો વાચક મુખ્ય ગ્રંથકાર ઉમાસ્વાતિજી મહારાજે મુખ્ય દૃષ્ટિનો જ આશ્રય કરેલો છે. આથી મુખ્ય રીતે અજીવ પદાર્થોમાં સમ્યગદર્શન પૂર્વે કહ્યા મુજબ વિદ્યમાન નથી. પ્રશ્ન : ભલે, પણ જીવના વિષયમાં શું વાત છે ?
જવાબ : જીવોને વિષે ભજના છે, વિકલ્પ છે. અર્થાતુ કેટલાંકમાં સમ્યગુદર્શન હોય અને કેટલાંકમાં ન પણ હોય. તુ શબ્દ વ (જ) કાર અર્થમાં છે. આથી બધામાં અવશ્ય હોય એવું નથી. હવે સર્વજીવોને વિષે સમ્યગદર્શન હોવામાં વિકલ્પને જણાવતાં ભાષ્યમાં કહે છે
ભાષ્ય : તે આ પ્રમાણે - (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) યોગ (૫) કષાય છે. પરિવુ ગીવા, મુ. ૨. પતિપુ વર્તતે મુ. રૂ. સર્વપ્રતિપુ મશિ મુ. ૪. પા.પૂ.સા.તિ..યન્તિઃ મુ. I