________________
પૂ.૮], स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२०३ एकेन्द्रियेषु न पूर्वप्रतिपन्नाः न प्रतिपद्यमानकाः। द्वित्रिचतुरिन्द्रियेषु असंज्ञिपञ्चेन्द्रियेषु च पूर्वप्रतिपन्ना भाज्याः सास्वादनसम्यक्त्वं प्रति, प्रतिपद्यमानास्तु न सन्त्येव, संज्ञिपञ्चेन्द्रियेषु द्वयमप्यस्ति । कायान् पृथिव्यादीनाश्रित्य सामान्येन द्वयमप्यस्ति, विशेषेण धरणिजलानलानिलतरुषु द्वयं न सम्भवत्येव, द्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियेषु त्रसेषु पूर्वप्रतिपन्नाः स्युः नाधुना प्रतिपद्यन्ते । संज्ञिपञ्चेन्द्रियत्रसकाये द्वयमपि स्यात् । योगे मनोवाक्कायेषु સમ્યક્ત્વને પામેલાં (પૂર્વ-પ્રતિપન્ન) અને વર્તમાનમાં પામતાં એવા જીવો હોય છે. અર્થાત્ બનેય ઘટે છે.
બે-ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને વિષે સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ પૂર્વ-પ્રતિપન્ન જીવો વિકલ્પનીય છે, હોય અને ન પણ હોય. તથા સાસ્વાદન સમ્યક્ત્વને પામનારા જીવો હોતાં જ નથી. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં સમ્યગ્રદર્શનને પૂર્વે પામેલાં અને વર્તમાનમાં પામતાં બે પ્રકારના જીવો સંભવે છે.
ચંદ્રપ્રભા : સમ્યક્વને પામવાના પ્રથમ સમયે “પ્રતિપદ્યમાનક કહેવાય. બાકીના સમયમાં સમ્યક્ત હોય ત્યાં સુધી પૂર્વ-પ્રતિપન્ન કહેવાય. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. વિભાગથી વિચારીએ તો એકેન્દ્રિય (એક ઇન્દ્રિયવાળા) જીવોમાં પૂર્વે પામેલાં અને વર્તમાનમાં પામતાં બન્નેય પ્રકારના જીવો હોતાં નથી.
આ વાત સિદ્ધાંતના મતે સમજવી. કર્મગ્રંથના મતે બાદર પૃથ્વી, પાણી અને વનસ્પતિકાયના જીવોમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન-સમ્યક્ત હોવું સંભવે છે. કારણ કે દેવાદિભવમાંથી સમ્યક્તને વમના (છોડતા, પડતા) જયારે અહીં ઉત્પન્ન થાય ત્યારે સાસ્વાદન સમ્યક્ત સંભવે છે. આમ આ મતાંતર સમજવો. વિક્લેન્દ્રિયમાં તો બન્નેયના મતે પૂર્વ-પ્રતિપન્ન સાસ્વાદનસમકિતવાળા જીવો મળે છે.
પ્રેમપ્રભા : (૩) કાય-કાર : સામાન્યથી પૃથ્વીકાય વગેરે કાયોનો આશ્રય કરીને વિચારીએ તો સમ્યગદર્શનને પૂર્વે પામેલાં અને વર્તમાનમાં પામનારા બેય હોય છે. વિશેષથી જોઈએ તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ કાયને વિષે બેય - સમ્યગુદર્શનને પામેલાં અને પામનારા જીવો સંભવતાં જ નથી. (અહીં પણ ઇન્દ્રિયદ્વારમાં કહેલ મતાંતર વિચારવો એ પ્રમાણે આગળ પણ વિચારવું.) ત્રસકાયમાં બે-ત્રણચાર ઇન્દ્રિયવાળા અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પૂર્વ જન્મમાં પ્રતિપન્ન જીવો હોય છે,
૨.
પૂ. I તા. 5. I