________________
[X૦ ૨
२०२
तत्त्वार्थाधिगमसूत्रम् पयोगेषु त्रयोदशस्वनुयोगद्वारेषु यथासंभवं सद्भूतप्ररूपणा कर्तव्या । ___ गत्यादीनि चान्यत्राऽऽवश्यकादौ प्रपञ्चेनोक्तानि, अशून्यार्थं तु किञ्चिद् दर्श्यतेगत्यादिषु पूर्वं प्रतिपन्नाः प्रतिपद्यमानाश्च सम्यक्त्वं चिन्त्यन्ते । तत्र नेरकप्रभृतिषु गतिषु चतसृष्वपि पूर्वं प्रतिपन्नाः प्रतिपद्यमानाश्च जीवाः सन्ति । नरकगतौ क्षायिकक्षायोपशमिके स्यातां, तिर्यग्गतावप्येते, मनुष्यगतौ त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिकक्षायोपशमिके भवेताम् । इन्द्रियाणि सामान्येनाङ्गीकृत्य सन्ति पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानकाश्च विकल्पशः, (૬) વેદ (૭) લેશ્યા (૮) સમ્યકત્વ (૯) જ્ઞાન (૧૦) દર્શન (૧૧) ચારિત્ર (૧૨) આહાર અને (૧૩) ઉપયોગ આ તેર (૧૩) અનુયોગ દ્વારોને વિષે યથાસંભવ સભૂત પદાર્થની (પ્રસ્તુતમાં સમ્યગદર્શનની) પ્રરૂપણા કરવા યોગ્ય છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં ગતિ વગેરે તેર દ્વારોમાં સભૂત પદાર્થની પ્રરૂપણા કરવા કહેલું છે. તેમાં ગતિ વગેરે દ્વારો આવશ્યક-સૂત્ર આદિ ગ્રન્થોમાં વિસ્તારથી કહેલાં છે. અહીં વ્યાખ્યાનું સ્થાન ખાલી ન રહે તે માટે કંઈક દર્શાવાય છે. તેમાં ગતિ વગેરેને વિષે સમ્યકત્વને પૂર્વે પામેલાં (પૂર્વ-પ્રતિપન્ન) અને વર્તમાનમાં પામતાં (પ્રતિપદ્યમાન) એવા જીવોની વિચારણા કરાય છે
ચંદ્રપ્રભા : સામાન્યથી જીવોની વિચારણા કરાય ત્યારે આ પ્રમાણે જીવોના ભેદો ઉપર વિચારણા થાય- (સ્થાવર કાયના પાંચ ભેદો) (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય. (ત્રસકાયના ભેદો આ પ્રમાણે થાય) (૬) બેઈન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચતુરિન્દ્રિય (૯) અસંગ્નિ-પંચેન્દ્રિય અને (૧૦) સંજ્ઞિ (મનવાળા) પંચેન્દ્રિય. (આમા ચારેય ગતિના જીવો આવે.)
જ ગતિ વગેરે દ્વારોમાં સમ્યગ્દર્શનને પામતાં-પામેલાં જીવોની વિચારણા જ
પ્રેમપ્રભા : તેમાં પ્રથમ (૧) ગતિ-કાર: ચાર ગતિ પૈકી નારકાદિ ચારેય ગતિઓમાં પૂર્વે સમ્યકત્વને (સમ્યગુદર્શનને) પામેલાં અને વર્તમાનમાં પામતાં એવા જીવો વિદ્યમાન છે. નરકગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય, તિર્યંચગતિમાં પણ આ બે હોઈ શકે છે. મનુષ્યગતિમાં ક્ષાયિકાદિ ત્રણેય સમ્યક્ત્વ હોય છે. દેવગતિમાં ક્ષાયિક અને લાયોપથમિક સમ્યકત્વ હોઈ શકે છે.
(૨) ઇન્દ્રિય-વાર : સામાન્યથી ઇન્દ્રિયોનો આશ્રય કરીને વિચારીએ તો તેમાં પૂર્વે
. પૂ.ના. નાર૦ મુ. |