________________
२०० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ निरचायि ? आप्तोपदेशात् प्रशमसंवेगनिर्वेदाद्यनुमानाच्च । इतरेणाव्यक्ताभिधानवत् प्रतिपद्य पुनश्चोद्यते-क्व चैतदिति । गुणो ह्ययं तेन च परतन्त्रत्वात् साधिकरणेन भवितव्यम् रसेनेवाणुव्यापिना इत्येतदाशङ्क्य पराभिप्रायमाचार्य आह-क्वास्तीति चेत् मन्यसे, उच्यतेઅસતુ એવા બાહ્ય અર્થમાં વર્તે છે ? પ્રયોગ કરાય છે ? એમ પ્રશ્નકાર પૂછે છે. આના જવાબમાં સૂરિજી કહે છે - સમ્યગદર્શન છે, વિદ્યમાન છે, એમ એમ કહીએ છીએ. અર્થાત્ “સમ્યગુદર્શન’ શબ્દથી વાચ્ય (કહેવા યોગ્ય) અર્થ છે, વિદ્યમાન છે. જેમ કે, “ઘટ' આદિ શબ્દથી વાચ્ય “ઘડા' રૂપી અર્થ વિદ્યમાન છે, તેની જેમ..
બે રીતે સમ્યગ્દર્શનનો નિશ્ચય ક અહીં ટીકાકાર સિદ્ધસેન ગણિવર જ ટીકામાં પ્રશ્ન કરે છે, પ્રશ્ન : આટલાથી શી રીતે સમ્યગદર્શનનો નિશ્ચય કરાયો ?
જવાબ : એકવાર “સમ્યગુદર્શન' શબ્દથી વાચ્ય સમ્યગુદર્શન રૂપ અર્થ વિદ્યમાન છે એમ નક્કી થઈ ગયું, ત્યારબાદ (૧) આપ્તપુરુષના ઉપદેશથી સમ્યગદર્શનનો નિશ્ચય થઈ શકે છે. અર્થાત્ કોઈ આપ્ત-પુરુષ એટલે જેઓનું વચન વિસંવાદી – અયથાર્થ ન હોય તેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષના વચનથી - અમુક જીવમાં સમ્યગદર્શન છે ઇત્યાદિ વચનથી સમ્યગદર્શનનો નિર્ણય થાય છે. આપ્તોપદેશ એ આગમ રૂપ છે અને આથી આગમ પ્રમાણથી સમ્યગદર્શનનો નિશ્ચય થાય છે તથા (૨) બીજી રીતે પ્રશમ, સંવેગ, નિર્વેદ વગેરે સમ્યગુદર્શનના લક્ષણો દ્વારા અનુમાનથી સમ્યગુદર્શનનો નિશ્ચય થાય છે.
અન્ય વ્યક્તિ વડે ઉપરના કથનનો અવ્યક્ત અસ્પષ્ટ શબ્દની જેમ સ્વીકાર કરીને સ્પષ્ટતા માટે ફરી પ્રશ્ન કરાય છે.
પ્રશ્ન : આ સમ્યગ્રદર્શન ક્યાં રહે છે ? એનો આશ્રય શું માનો છો ? આ સમ્યગદર્શન એ એક ગુણ છે અને આથી તે દ્રવ્યને પરતંત્ર-પરાધીન હોવાથી તેનું કોઈ અધિકરણ હોવું જોઈએ. જેમ કે, રસ એ ગુણ હોયને તે અણુ (પુદ્ગલાણ) રૂપ આધારમાં વ્યાપીને રહેલો છે, તેની જેમ સમ્યગદર્શનનો પણ આધાર હોવા જોઈએ. આ પ્રમાણે બીજી વ્યક્તિના અભિપ્રાયની આશંકાથી આચાર્ય ભગવંત કહે છે કે, સમ્યગ્રદર્શન ક્યાં રહે છે ? એમ જો તમે શંકા સેવતા હોવ તો તેનો જવાબ અમે આ પ્રમાણે આપીએ છીએ.