________________
१९८ तत्त्वार्थाधिगमसूत्रम्
[૫૦૨ भवति । कथमिति चेत्, उच्यते-सत्, सम्यग्दर्शनं किमस्ति नास्ति ? अस्तीत्युच्यते । क्वास्तीति चेत्, उच्यते-अजीवेषु तावन्नास्ति, जीवेषु तु भाज्यम् ।।
__टी० सत् सङ्ख्या क्षेत्रमित्यादि युतमेवैतद् द्वारमिति । इतिशब्द इयत्तायाम् । इयद्भिरेव, येऽन्ये तेऽत्रैवान्तर्भवन्ति, एतैश्च सूत्रोक्तैः । एतदेव विशेषयति-सद्भूतपद-प्ररूपणादिभिः, सद्भूतस्य-विद्यमानार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपणा- तत्त्वप्ररूपणा-तत्त्वकथनं, सा आदिर्येषां तानि सद्भूतपदप्ररूपणादीनि तैरिति विवेकेन फलं दर्शयति-अष्टाभिरिति। तेषां च व्याख्यानाङ्गतां कथयति-अनुयोगद्वारैरिति । सर्वभावानाम् इत्यनेनैषां व्यापितां कथयति
વડે સર્વ પદાર્થોનો વિભાગશઃ વિસ્તારથી બોધ થાય છે.
પ્રશ્નઃ શી રીતે બોધ થાય છે? જવાબઃ (૧) સતુ દ્વાર જોઈએ - (તેમાં બીજો શંકા કરે છે.) શંકા : શું સમ્યગુદર્શન વિદ્યમાન છે કે નથી? જવાબઃ સમ્યગુદર્શન વિદ્યમાન છે. પ્રશ્ન ઃ સમ્યગુદર્શન કયા છે? જવાબઃ અજીવ પદાર્થોમાં નથી. જ્યારે જીવનને વિષે ભજન/વિકલ્પ છે. (હોય પણ ખરું અને ન પણ હોય.)
પ્રેમપ્રભા સત્યા ઈત્યાદિ સત્ શબ્દને કોઈ સંખ્યા વગેરે દ્વારોના વિશેષણ તરીકે સમજી લે તેથી તેવી અનિષ્ટ કલ્પનાનું નિરાકરણ કરવા માટે ભાષ્યમાં સૂત્રસ્થ પદોને છૂટા પાડીને બતાવે છે - જેમ કે, સંત, સં સ્થા, ક્ષેત્ર... ઇત્યાદિ. આથી સત્ એ અલગ દ્વાર રૂપે જણાઈ જાય છે. ભાષ્યમાં રૂતિ શબ્દથી ઇયત્તા એટલે કે ચોક્કસ પ્રમાણ-સંખ્યા જણાય છે. આટલાં આઠ જ કારો વડે.. (જીવાદિ અર્થોનો બોધ થાય છે.) આ સિવાય બીજા જે અનુયોગ દ્વારો છે, તે આમાં જ અંતર્ભાવ પામે છે. તૈિઃ એટલે આ સૂત્રમાં કહેલ દ્વારા વડે... (વિસ્તારથી બોધ થાય છે.)
આ કારોને જ વિશેષિત કરતાં = વિશેષથી જણાવતાં કહે છે કે, “સભૂત-પદપ્રરૂપણાદિ વડે’... સદ્ભૂત = એટલે વિદ્યમાન છે અર્થ જેનો તેવા “સમ્યગુદર્શન' રૂપ પદની પ્રરૂપણા એટલે તેના તત્ત્વનું સ્વરૂપનું કથન... આમ સદ્ભૂતપદની પ્રરૂપણા વગેરે આઠ અનુયોગ દ્વારો વડે સર્વભાવોનો વિભાગશઃ વિસ્તારથી બોધ થાય છે. એમ ભાષ્યના વાક્યનો સમસ્ત અર્થ છે. તેમાં વિવેકથી એટલે છૂટું પાડીને કહેવા વડે ફળ બતાવે છે – આઠ દ્વારો વડે... અને તેને (સત્ સંખ્યા વગેરેને) વ્યાખ્યાના અંગ (હેતુ, દ્વાર) રૂપે જણાવવા માટે “અનુયોગ દ્વારો વડે એમ ભાષ્યમાં કહેલું છે. તથા “સર્વભાવોનો” એમ
૧. પરિવુ . કુરુમે કુ. | ૨. પૂ. I તત્વ ના. 5. I