________________
१८४ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ त्रयाणां भवति छद्मस्थस्य श्रेणिकादेरिव, अपरा भवस्थस्याऽपायसद्रव्यपरिक्षये केवलिनः, अपरा सिद्धस्येति। तत्र याऽपायसद्र्व्यवर्तिनी श्रेणीकादीनां सद्व्यापगमे च भवति अपायसहचारिणी सा सादिः सपर्यवसाना, यस्मिन् काले श्रेणीकादिभिर्दर्शनमोहसप्तकं क्षपयित्वा रुचिराप्ता स आदिस्तस्याः, यदा त्वपाय:-आभिनिबोधिकमपगतं भविष्यति
જ સમ્યગૃષ્ટિ = શુભ દૃષ્ટિના ચાર વિકલ્પો/અવસ્થાઓ કે પ્રશ્નઃ શુભ (સારી) દૃષ્ટિ શું છે?
જવાબઃ આ શુભ દૃષ્ટિના બે ભેદ છે. (૧) એક તો શુદ્ધ કરેલાં દર્શનમોહનીય કર્મના દલિતોના ઉદયથી ઉત્પન્ન થાય છે તે શુભ દૃષ્ટિ છે. વળી (૨) બીજી જે દર્શન મોહનીય કર્મના ક્ષયથી ત્રણ પ્રકારના આત્માઓને હોય છે. તે શુભ દૃષ્ટિ છે. તે આ પ્રમાણે – (i) એક તો શ્રેણિક મહારાજા આદિની જેમ છબસ્થ એટલે ઘાતી-કર્મથી સહિત એવા આત્માને હોય છે. (i) બીજી શુભદષ્ટિ અપાય એટલે મતિજ્ઞાનનો ત્રીજો ભેદ... (ક્ષયોપશમ વિશેષરૂપ) તેનાથી સહિત જે સદ્ભવ્ય = એટલે સમ્યકત્વ-મોહનીય-કર્મના પુદ્ગલો, તેનો સર્વથા નાશ થયે છતે (ભવસ્થ-સદેહ) કેવળજ્ઞાનીને હોય છે અને (ii) અન્ય (ત્રીજી) શુભદષ્ટિ સિદ્ધ ભગવંતોને હોય છે. આમ શુદ્ધદલિકથી યુક્ત સમકિત એક પ્રકારનું અને તેનો ક્ષય થયે ત્રણ વિકલ્પો થવાથી કુલ ચાર અવસ્થા શુભદષ્ટિની ગણાય.
ચંદ્રપ્રભા : ઉક્ત ચારેય પ્રકારે સમ્યગ્દર્શનની અવસ્થાઓનું ગ્રહણ કરવા માટે જ “સમ્યગ્દષ્ટિ’ શબ્દનો અર્થ શોભના દષ્ટિ = શુભદષ્ટિ એમ કરેલો છે, અન્યથા સમ્યગ્દષ્ટિથી કેવલી-સિદ્ધાત્માનું ગ્રહણ થાત, પણ અપાય અને સમ્યગ્દર્શન-પુદ્ગલથી સહિત સમકિતી જીવોનું ગ્રહણ ન થાત. શોભના દૃષ્ટિ કહેવાથી વ્યાપક અર્થ જણાય છે.
પ્રેમપ્રભા : (૧) સાદિ-સપર્યવસાન (સાત્ત) તેમાં અપાય (મતિજ્ઞાન વિશેષ)થી યુક્ત જે સદ્ભવ્ય = એટલે સમ્યકત્વ-મોહનીયના પુદ્ગલો, તેનાથી સહિત જે શુભ દૃષ્ટિ (સમ્યગ્દષ્ટિ) છે, તે અને શ્રેણિક વગેરે સદ્રવ્યનો નાશ થયે અપાય માત્રથી યુક્ત (સહચારિણી) એવી શુભદષ્ટિ છે, તે સાદિ-સપર્યવસાન (સાન્ત) છે. સાદિ એટલે આદિ સહિત.. જે કાળે શ્રેણિકાદિ વડે દર્શન મોહનીય-સપ્તક પ્રકૃતિનો (અનંતાનુબંધી ચાર કષાયો તેમજ સમકિત મોહનીય, મિથ્યાત્વ મો. અને મિશ્ર મો. એ ત્રણ પ્રકૃતિ મળીને મોહનીયની કુલ સાત પ્રકૃતિને દર્શન-સપ્તક કહેવાય છે, તેનો) ક્ષય કરીને રુચિ પ્રાપ્ત ૧. પૂ. | સા૦િ મુ. |