________________
સૂo 9]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१९३ हेतुत्रैविध्यप्रदर्शनायाह-क्षयादि त्रिविधं सम्यग्दर्शनमिति । कार्यनिर्देश एषः, न च त्रिभिः सम्भूयैकं जन्यते मृदुदकगोमयैरिवोपवेशनकं, किन्तु क्षयेणान्यैव रुचिरात्यन्तिकी सकलदोषरहिताऽऽविर्भाव्यते, क्षयोपशमेनापि चान्यादृश्येव, तथोपशमेनेति, अतस्त्रिविधं सम्यग्दर्शनं यत्कार्यं क्षयादिहेतुभिः । के पुनस्ते हेतव इति ? उच्यते-क्षयादयः, कस्य ते क्षयादयोऽत आह-तदावरणीयस्येत्यादि । तस्य सम्यग्दर्शनस्य, आवरणीयं आच्छादकं शशलाञ्छनस्येवाभ्रादि, तस्य चावरणीयं कर्म ज्ञानावरणीयं, मत्याद्यावरणीयमित्यर्थः । तस्य સમ્યદર્શનના કારણના ત્રણ પ્રકાર હોવાથી સમ્યગદર્શન ત્રણ પ્રકારે છે. દેવૈવિધ્ય માં વર્તમાનકામીણ વગેરે શબ્દની જેમ સમાસ થયેલો જાણવો. અર્થાત્ વર્તમાની સાથ, વર્તમાન સાનીધ્યમ, એમ સમાસ થાય છે, તેમ દેતો સૈવિધ્ધ દે,વિધ્ય” એમ ષષ્ઠી-સમાસ થયો છે.
- ત્રણ પ્રકારના ક્ષયાદિ કારણથી ત્રણ પ્રકારનું ક્ષયાદિ-સમ્યગ્દર્શન :
હેતુના ત્રણ પ્રકારો બતાવવા માટે જ ભાષ્યમાં કહે છે, “ક્ષયાદિ ત્રણ* પ્રકારનું સમ્યગદર્શન છે.” આ કાર્યનો નિર્દેશ કરેલો છે. આ ક્ષય-સમ્યગદર્શન રૂપ કાર્ય એ ક્ષય વગેરે ત્રણ હેતુઓ વડે ભેગા મળીને ઉત્પન્ન કરાતું નથી. અર્થાત માટી, પાણી અને છાણ વડે ભેગા મળીને એક જ બેઠક – બેસવાનું સાધન (પાળી વગેરે) બનાવાય છે, તેમ અહીં નથી. કિંતુ, અહીં તો ક્ષય દ્વારા અન્ય પ્રકારની આત્યન્તિક (સર્વથા/સંપૂર્ણ) સર્વ દોષથી રહિત એવી રુચિ ઉત્પન્ન કરાય છે. તથા ક્ષયોપશમ રૂપ હેતુથી પણ જુદા પ્રકારની તેમજ ઉપશમ-હેતુથી વળી અલગ સ્વરૂપવાળી રુચિ પેદા કરાય છે. આથી ત્રણ પ્રકારના સમ્યગ્દર્શન રૂપ જે કાર્ય થાય છે, તે ક્ષય વગેરે ત્રણ પ્રકારના હેતુઓથી ઉત્પન્ન કરાય
પ્રશ્નઃ તે હેતુઓ કયા છે કે જેનાથી ત્રિવિધ સમ્યગુદર્શન ઉત્પન્ન થાય છે? જવાબ: ક્ષય વગેરે ત્રણ પ્રકારના હેતુઓ છે. પ્રશ્ન : કોના ક્ષયાદિ થવાથી રુચિ ઉત્પન્ન થાય છે ? જવાબ : તદાવરણીય કર્મના એટલે કે સમ્યગદર્શનનું આવરણીય = આચ્છાદન કરનાર - ચંદ્રનું આચ્છાદન જેમ વાદળ કરે, તેમ આચ્છાદન કરનાર જે જ્ઞાનાવરણીય રૂપ આવરણીય કર્મ અર્થાત્ મતિઆદિ જ્ઞાનાવરણીય કર્મ છે, તેનો તથા દર્શનમોહનીયનો ક્ષય વગેરે થવાથી રુચિનો પ્રાદુર્ભાવ થાય છે.