________________
સૂo 9]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१८५ केवलज्ञाने उत्पन्ने सोऽन्तोऽस्याः सम्यग्दृष्टेः, एतदाह-सादिः सपर्यवासानेति । या तु भवस्थकेवलिनो द्विविधस्य सयोगाऽयोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयादपायसद्मव्यक्षयाच्चोदपादि सा सादिरपर्यवसानेति । यस्मिन् काले दर्शनमोहनीयं क्षपयित्वा प्राप्ता स आदिस्तस्याः । एवमेतत् तत्त्वमित्येवं विधा या रुचिः सा न कदाचित् तस्यापैष्यतीति । एवं यथाक्रममुपन्यस्य स्वयं व्याख्यानयति-सादिसपर्यवसानेति यदुक्तं तस्येदं व्याख्यानम्-सादि सपर्यवसानमेव सम्यग्दर्शनम् । यच्चापायसद्र्व्यवर्ति तच्च सम्यग्दर्शनमितीह भणति । यच्च सद्व्यविगमे अपायसम्भवे श्रेणिकादीनां तच्च भणति । કરાઈ તે કાળ તે રુચિનો આદિ અર્થાત્ આરંભ-શરૂઆત કહેવાય અને જયારે કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં અપાય-સ્વરૂપ મતિજ્ઞાન ચાલ્યું જશે, નાશ પામશે, તે કાળ સમ્યગૃષ્ટિનો અંતકાળ છે. આથી ભાષ્યમાં સાદિ-સાન્ત (સપર્યવસાન) એવો વિકલ્પ કહેલ છે.
(૨) સાદિ-અનન્ત (અપર્યવસાન)ઃ વળી બે પ્રકારના ભવસ્થ અર્થાત્ શરીરસ્થ કેવળી છે, એક (૧) સયોગી અને બીજા (૨) અયોગી. એ બેયને અથવા સિદ્ધના આત્માઓને દર્શન-મોહનીય સપ્તકનો ક્ષય થવાથી અને અપાયરૂપ મતિજ્ઞાનના ભેદથી સહિત સદૂદ્રવ્યનો (સમ્યક્ત્વમોહનીય કર્મનો) ક્ષય થવાથી જે રુચિ ઉત્પન્ન થઈ હોય તે, સાદિઅનંત (અપર્યવસાન) છે. જે કાળે દર્શનમોહનીય કર્મનો ક્ષય કરીને રુચિ પ્રાપ્ત કરાઈ, તે તેનો આદિ = આરંભકાળ કહેવાય. “આ જીવાદિ તત્ત્વ આ પ્રમાણે જ છે.” આવા પ્રકારની તેઓને જે રુચિ ઉત્પન્ન થઈ છે, તે ક્યારેય દૂર થવાની/નાશ પામવાની નથી, આથી અનંતઅંત વિનાની-અપર્યવસાન છે.
આ પ્રમાણે ભાષ્યમાં પૂર્વોક્ત ભાંગા ક્રમ પ્રમાણે મૂકીને પછી સ્વયં ભાષ્યકાર તેની વ્યાખ્યા કરતા કહે છે - સાદિ - સપર્યવસાન એ પ્રમાણે જે રુચિ કહી તેની વ્યાખ્યા આ છે કે “સાદિ - સપર્યવસાન (સાન્ત) જ સમ્યગુદર્શન છે.” સમ્યગદર્શનની બે અવસ્થાઓ છે (૧) જે અપાયથી અર્થાત મતિજ્ઞાન વિશેષથી સહિત એવા સદૂદ્રવ્યથી = સમ્યકૃત્વ મોહનીયના પુદ્ગલોથી સહિત વર્તતું હોય તેને અહીં “સમ્યગુદર્શન' શબ્દથી કહેલું છે. અને (૨) જે સદ્રવ્ય (સમતિમોહનીય)નો નાશ થયે છતે (હજી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હોવાથી) અપાયનો = મતિજ્ઞાનવિશેષનો સંભવ હોય ત્યારે શ્રેણિકાદિને જે સમકિત હોય તે પણ “સમ્યગુદર્શન' કહેવાય. આ બન્નેય અવસ્થામાં સમ્યગ્ગદર્શન સાદિ અને