________________
१८६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ कथं च सादीति ? सहादिना वर्तत इति सादि, यस्मिन् काले मिथ्यादर्शनपुद्गलान् विशोध्य स्थापयति सम्यग्दर्शनतया तदा सादि, यदा त्वनन्तानुबन्ध्युदयात् पुनर्मिथ्यादर्शनतया परिणाममानेष्यति क्षपयित्वा वा तान् सम्यग्दर्शनपुद्गलान् केवली भविष्यति तदा सपर्यवसानम् । सह पर्यवसानेन अन्तेन यद् वर्तते तत् सपर्यवसानमेव सम्यग्दर्शनम् । यदा च दर्शनसप्तकं क्षपयित्वा प्राप्नोति श्रेणिकादिः स आदिस्तस्य, केवलप्राप्तावन्त इति । तत् पुनः सम्यग्दर्शनं सादिसपर्यवसानम् । शुद्धदलिकसहवर्तिनी रुचिः कियन्तं कालं भवतीति यत् पुरस्ताच्चोदितं तद् भावयन्नाह-तज्जघन्येनेत्यादि । तत् सम्यग्दर्शनं जघन्येन अन्ततः अन्तर्मुहूर्तम् । मुहूर्तो સાંત હોય છે.
પ્રશ્ન : સમ્યગુદર્શનને સાદિ શી રીતે કહેવાય ?
જવાબ : સદ માહ્નિા વર્તતે કૃતિ સાવિદા જે આદિ - આરંભ, શરૂઆત સાથે વર્તે તે “સાદિ કહેવાય. જે કાળે જીવ મિથ્યાદર્શનના પુલોને વિશુદ્ધ બનાવીને તેને સમ્યગુદર્શન તરીકે સ્થાપન કરે છે, ત્યારે સમ્યગુદર્શન “સાદિ' કહેવાય. અને જ્યારે અનંતાનુબંધી કષાયના ઉદયથી ફરી તે વિશુદ્ધ કરેલાં પુગલોને મિથ્યાદર્શન (અશુદ્ધ) રૂપે પરિણામ પમાડશે અથવા તો વિશુદ્ધ સમ્યગદર્શનના પુદ્ગલોનો ક્ષય કરીને કેવળજ્ઞાની થશે, ત્યારે તે સમ્યગદર્શન સપર્યવસાન અર્થાત્ અંત/પર્યવસાનવાળુ બનશે. જે પર્યવસાનથી એટલે કે અંતથી સહિત વર્તે છે તે સપર્યવસાન = સાન્ત જ સમ્યગદર્શન છે, (પણ અનંત નથી) એમ ભાવ છે. આ પ્રથમ અવસ્થાની અપેક્ષાએ કહેલું છે. બીજી અવસ્થામાં દર્શન-સપ્તકનો ક્ષય કરીને શ્રેણિક વગેરેના આત્માઓ જે રુચિને પ્રાપ્ત કરે છે તે સમ્યગુદર્શનની આદિ-શરૂઆત છે અને કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ થયે તેનો અંત આવે છે અને આથી તે સમ્યગદર્શન સાદિ-સાન્ત (સપર્યવસાન) કહેવાય છે.
એક સમ્યગ્દર્શનની જઘન્ય સ્થિતિ; અન્તર્મુહૂત્રનો અર્થ જ શુદ્ધ કરેલાં સમ્યગુદર્શન રૂપ દલિકોથી સહિત એવી જે રુચિ = સમ્યગદર્શન છે, તે કેટલો વખત આત્મા સાથે રહે છે? અર્થાત્ તેની કેટલી સ્થિતિ છે? આ પ્રમાણે પૂર્વે ભાષ્યમાં શિષ્યાદિ વડે જે પ્રશ્ન કરાયેલો, તેની વિચારણા કરતાં ભાષ્યકાર ભાષ્યમાં કહે છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ રહે છે. અર્થાત્ તે સમ્યગુદર્શન જઘન્યથી એટલે ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે. તેમાં મહૂર્ત = એટલે બે ઘડી (૪૮ મિનિટ) તે મુહૂર્તનો જે અન્તઃ = એટલે મધ્ય ભાગ, તે અંતર્મુહૂર્ત કહેવાય. (મુહૂર્ત એટલે બે ઘડી = ૨. પારિપુ ના. મુ. | ૨. પૂ. I ના. મુ. I