________________
१८८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ प्रच्युत्य मनुजेषु सहदर्शनः समजनि, पुनस्तेनैव प्रकारेण संयममनुष्ठाय तदेव विमानं तावत्स्थितिमनुप्रापत्, पुनः स्थितौ क्षीणायामक्षीणतत्त्वार्थश्रद्धानः संयमं प्राप्यावश्यन्तया सिद्ध्यति । एवं द्वे त्रयस्त्रिंशतौ षट्षष्टि [ष्टिः] पूर्वकोटीत्रयातिरिक्ता, अच्युतकल्पे वा द्वाविंशतिसागरोपमस्थितिस्तिस्रो वाराः समुत्पद्यते, ततः परमवश्यम्भाविनी तस्य सिद्धिरिति । यदुक्तं पुरस्तात्-सम्यग्दृष्टिर्द्विविधा सादिः सपर्यवसानेति सोऽशो भावितः । स्थितिरेव सादिरपर्यवसानेति योऽशस्तं भावयत्यनेन-सम्यग्दृष्टिः सादिरपर्यवसाना सयोग इत्यादिना । ઉત્પન્ન થયો. તે સ્થિતિનો ક્ષય થવાથી ત્યાંથી આવીને (નીકળીને) મનુષ્ય ભવમાં સમ્યગ્ગદર્શન સહિત ઉત્પન્ન થયો. ફરીથી તે જ પ્રકારે સંયમનું પાલન કરીને તેટલી જ, ૩૩ સાગરોપમ જેટલી સ્થિતિવાળા તે જ (વિજયાદિ) વિમાનમાં જન્મની પ્રાપ્તિ કરી. ફરી તે સ્થિતિનો ક્ષય થયે છતે તત્ત્વાર્થની શ્રદ્ધાની (સમ્યગદર્શનની) ક્ષીણતા થયા વિનાનો તે આત્મા મનુષ્યભવ અને સંયમને પ્રાપ્ત કરીને અવશ્યપણે તે જ ભાવે સિદ્ધ થાય છે. આ રીતે બેવાર (રજા-૪થા ભવમાં) ૩૩ સાગરોપમ જેટલી સ્થિતિ સમ્યગદર્શન ગુમાવ્યા વિના અનુભવવાથી ૬૬ સાગરોપમ જેટલી સ્થિતિ થઈ. વળી ત્રણવાર (૧-૩પમાં ભવમાં) મનુષ્ય તરીકે ઉત્કૃષ્ટથી એક ક્રોડ પૂર્વ વર્ષ જેટલું આયુષ્ય પણ સમ્યગદર્શન સહિત જ પસાર કરે છે. આટલી સ્થિતિને અધિક ગણવાથી સમ્યગદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક છાંસઠ (૬૬) સાગરોપમની થાય છે.
બીજા વિકલ્પમાં બારમાં અશ્રુત નામના દેવલોકમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળા તરીકે ત્રણવાર ઉત્પન્ન થવાથી ૨૨ + ૨૨ + ૨૨ = ૬૬ એમ છાંસઠ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ સમ્યગ્દર્શનને ગુમાવ્યા વિના સંભવે છે અને પછી મનુષ્ય ભવ અને સંયમનું ગ્રહણ કરીને અવશ્ય સિદ્ધિગતિને પામે છે. અહીં પણ ૧-૩-૫-૭ એમ ચારવાર મનુષ્ય તરીકે ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યને સાધિક તરીકે સમજવું.) આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભવ્યા પછી તેની અવશ્ય સિદ્ધિ થાય છે, મુક્તિ થાય છે.
આ રીતે પૂર્વે ભાષ્યમાં જે કહેલું કે, “સમ્યગૃષ્ટિ' = શુભદષ્ટિ બે પ્રકારે છે, તેમાં સાદિ સપર્યવસીન = સાંત એવા અંશની વિચારણા કરી. હવે સાદિ - અનન્ત (અપર્યવસાન) એવી સ્થિતિરૂપ જ અંશ છે, તેનું નિરૂપણ કરતાં ભાષ્યકાર ભગવંત કહે
છે
૧. પgિe ત સર્વત્રાશુદ્ધ: પ્રતિમતિ . ૨. પ િા
મત:- મુ. |