________________
१८० तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ चावश्यमाश्रयेण भवितव्यम्, स पुनराश्रयः किमभ्यन्तर आत्मा, उत बाह्यं प्रतिमादिवस्तु यदुपष्टम्भेनोपजातम् उतोभयमिति प्रश्नत आह-आत्मसन्निधानेनं तावदित्यादि । आत्माधारविवक्षायां जीवे सम्यग्दर्शनं, तस्यान्यत्रादर्शनात्, यथा रुचिः, एवं ज्ञानचारित्रे अपीति । एतदाह-जीवे ज्ञानं जीवे चारित्रमिति । न च ज्ञानदर्शनचारित्राणि विरहय्यान्यो जीवोऽस्तीति काल्पनिकमपदिशति । कथम् ? यदा तावज्जीवे सम्यग्दर्शनं तदा ज्ञानचारित्रे आधारभावं प्रतिपद्येते, ज्ञानचारित्रात्मनि जीवे सम्यग्दर्शनम् । यदा जीवे ज्ञानं तदा दर्शनचरणयोराधारता, यदा जीवे चारित्रं तदा ज्ञानदर्शनयोराधारता, चारित्रमाधेयमिति । एतदादि इति । एतानि ज्ञानादीनि आदिर्यस्य गुणान्तरस्य तदेतदादि, तदपि जीवे आधारे સમ્યગદર્શન એ એક ગુણ છે અને ગુણનો અવશ્ય કોઈને કોઈ દ્રવ્યાત્મક આશ્રય હોવો જરૂરી છે કારણ કે ગુણો અવશ્ય દ્રવ્યમાં જ રહે છે.) તો એ આશ્રય શું છે? શું આત્મારૂપ અત્યંતર આશ્રય છે કે પછી બાહ્ય એવી પ્રતિમાદિ વસ્તુ આશ્રય છે ? કે જેના આલંબન વડે સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે? અથવા તો તે બેય આંતર-બાહ્ય વસ્તુ આશ્રય છે? આ પ્રમાણે પ્રશ્ન કરાયે છતે ભાષ્યમાં કહે છે - સમાધાન : (૧) આત્મ-સંન્નિધાનથી એટલે કે આત્મારૂપી આધારની વિવક્ષા હોવામાં જીવમાં સમ્યગદર્શન છે. કારણ કે અન્ય ઠેકાણે સમ્યગદર્શનનું અસ્તિત્વ દેખાતું નથી. જીવમાં જેમ રુચિ છે, તેમ જ્ઞાન અને ચરિત્ર પણ છે એમ જણાવતાં ભાષ્યમાં કહે છે, જીવમાં જ્ઞાન છે, જીવમાં ચારિત્ર છે.
શંકા : જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય અન્યરૂપે જીવ નથી, પણ જ્ઞાનાદિ રૂપે જ છે. આથી “જીવમાં જ્ઞાન એમ આધાર - આધેય (રહેનાર) સંબંધની વિચારણા એ કાલ્પનિક કથન છે.
સમાધાન: આમ ન કહેવું. શા માટે ? તો જુઓ - જ્યારે “જીવમાં સમ્યગદર્શન’ એવી વિવેક્ષા હોય છે ત્યારે જ્ઞાન અને ચારિત્ર આધારરૂપે થાય છે. અર્થાત્ જ્ઞાન-ચારિત્રસ્વરૂપ જીવમાં સમ્યગદર્શન છે એમ કહેવાય છે. જ્યારે “જીવમાં જ્ઞાન હોય ત્યારે દર્શન અને ચારિત્રમાં આધારતા હોય છે અર્થાત્ તે બે સ્વરૂપ જીવ આધાર બને છે. જ્યારે “જીવમાં ચારિત્ર” એવું તાત્પર્ય હોય ત્યારે દર્શન અને જ્ઞાન એ આશ્રયભૂત (રાખનાર, આધાર) કહેવાય અને ચારિત્ર એ આધેય (રહેનાર) કહેવાય.
પતિવ િઆ વગેરે... એટલે કે આ દર્શાવેલ જ્ઞાનાદિ ત્રણ જેની આદિમાં છે તેવા બીજા પણ ગુણો જીવ રૂપ આધારમાં જાણવા. જેમ કે, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે. તથા ૨. સ્વ.પૂ.તા. | નરમાત્મામુ. ૨. પવિપુ ! ધાને મુ. I