________________
१७८ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ- ૨ बाह्यसन्निधानेन जीवे सम्यग्दर्शनं नोजीवे सम्यग्दर्शनमिति यथोक्ता विकल्पाः । उभयसन्निधानेन] चाप्यभूताः सद्भूताश्च यथोक्ता भङ्गविकल्पा इति ।
टी० अधिकरणमिति । अधिक्रियते यत्र तदधिकरणम्-आधार आश्रय इति । स चाधारस्त्रिविध:-आत्मा वा यत्समवेतं दर्शनं मुख्यतः, उपचारात् परत्रापि भवति, यद् वस्तु समालम्ब्य तदुपजातं तस्मिन्नपि, तदुभयविवक्षायां चोभयत्र तद् आत्मनि परत्र च । एतदेव त्रैविध्यं दर्शयन्नाह-आत्मसन्निधानेन आत्मन्येव स्थितमित्यर्थः, परसन्निधानेन परत्र
આધારથી) જીવમાં સમ્યગુદર્શન છે, જીવમાં જ્ઞાન છે, અને જીવમાં ચારિત્ર છે, વગેરે. આ રીતે બીજા ગુણોને પણ જીવમાં કહેવા.
બાહ્ય-સંનિધાનથી જીવમાં સમ્યગુદર્શન છે અને નોજીવ (અજીવ)માં સમ્યગુદર્શન છે, એ પ્રમાણે યથોક્ત વિકલ્પો જાણવા.
ઉભય-સંનિધાનથી પણ અભૂત (ત્યાજ્ય) અને સદ્ભૂત એવા યથોક્ત ભાંગા-વિકલ્પો થાય છે.
સમ્યગ્દર્શનના ત્રણ પ્રકારના આધાર (અધિકરણ) જે પ્રેમપ્રભા : અધિકરણ-દ્વાર કહેવાય છે. ચિત્તે યત્ર તત્ મધUK | જેમાં અધિકાર (આશ્રય) કરાય તે “અધિકરણ' એટલે આધાર, આશ્રય. અને તે આધાર ત્રણ પ્રકારનો છે. (૧) આત્માઃ એક તો આત્મા એ આધાર છે, કે જેમાં સમ્યગદર્શન સમવેત છે, અર્થાત્ સ્વરૂપથી છૂટું ન પડી શકે એ રીતે – અભેદ ભાવે રહેલું છે, તે મુખ્ય રીતે આધાર છે.
(૨) પર-નિમિત્ત ઃ બીજો આધાર ઉપચારથી સમ્યગદર્શન પર વસ્તુમાં પણ રહેલું છે. અર્થાત્ જે વસ્તુ (પ્રતિમાદિ)નું સમ્યગું આલંબન કરીને તે સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે, તેમાં પણ સમ્યગદર્શન રહેલું છે. માટે તે પણ આધાર કહેવાય. તથા
(૩) ઉભય તે ઉભયની એટલે આત્મા અને નિમિત્તભૂત પર વસ્તુ એ બેયની વિવક્ષા કરવામાં સમ્યગુદર્શન તે બેય ઠેકાણે રહેલું છે. માટે આત્મા અને પરવસ્તુ બેય સમ્યગદર્શનના આધાર કહેવાય છે. આ જ ત્રણ પ્રકારો (શાસ્ત્રીય/પારિભાષિક નામના ઉલ્લેખપૂર્વક) બતાવતાં ભાષ્યમાં કહે છે – (૧) આત્મ-સંનિધાનથી સમ્યગદર્શન આત્મામાં
૧. પૂર્વપાડી વત્ |