________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ अ० १
गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादने ' शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते । उभयमपीत्यादि । उभयपीति निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं च, तौ च निसर्गाधिगमावुभावपि कथं भवत: ? । आह - तदावरणीयेत्यादि । तस्य रुचिलक्षणस्य ज्ञानस्य यदावरणीयं कर्म तत् तदावरणीयम्, आवरणीयशब्दाच्च निश्चीयते ज्ञानम्, तदन्यत्र हि ज्ञानदर्शनावरणीयवर्जिते कर्मणि नावरणीयव्यवहारः प्राय इति । किं पुनस्तदावरणीयम् ? मतिज्ञानाद्यावरणीयम्, अनन्तानुबन्ध्यादि च निमित्ततया आवरणीयम्, यतस्तस्मिन् `अनुपशान्तेऽनन्तानुबन्ध्यादिकर्मणि तत् मतिज्ञानावरणीयं नैं क्षयोपशमावस्थां भजते एतावता तदावरणीयं न भण्यते । एतच्च पुरस्ताद् भावितमेव, अतः तदावरणीयस्य कर्मणः क्षयेण - સમ્યગ્ વ્યાયામ. ગુરુ વગેરેની સમીપમાં રહેનાર (ઉપાસના કરનાર) શિષ્ય વગેરેની સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી જે શુભ ક્રિયા (વિનાયદિપૂર્વક અધ્યયનાદિ) તે ‘સમ્યગ્ વ્યાયામ’ કહેવાય.
१७६
* બે ય પ્રકારના સમ્યગ્દર્શનના ત્રણ કારણો (સાધન)
આમ તે ઉભય એટલે કે નિસર્ગથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન અને અધિગમથી પ્રાપ્ત થતું સમ્યગ્દર્શન એ બે ય સમ્યગ્દર્શન શી રીતે ઉત્પન્ન થાય છે ? તે જણાવતાં ભાષ્યમાં કહે છે, તેના આવરણીય કર્મના એટલે કે રુચિસ્વરૂપવાળા જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે = તદાવરણીય કર્મ કહેવાય, તેના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. અહીં ભાષ્યમાં ‘આવરળીય' શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી જ્ઞાનનો (જ્ઞાનાવરણીયનો) નિશ્ચય થાય છે, કારણ કે તેનાથી અન્ય ઠેકાણે અર્થાત્ જ્ઞાનવારણીય અને દર્શનાવારણીય સિવાયના કર્મને વિષે ‘આવરણીય' શબ્દનો વ્યવહાર પ્રાયઃ થતો નથી.
પ્રશ્ન ઃ આ તદાવરણીય કર્મ એ શું છે ?
જવાબ : તદાવરણીયથી મતિજ્ઞાનાદિ-આવરણીય કર્મ વિવક્ષિત છે અને અનંતાનુબંધી આદિ કષાય એ તેના નિમિત્ત રૂપે હોયને તદાવરણીય કહેવાય. જે કારણથી જ્યાં સુધી અનંતાનુબંધી કષાય ઉપશાંત ન થાય, ત્યાં સુધી તે મતિજ્ઞાનાવરણીય કર્મ ક્ષયોપશમરૂપ અવસ્થાને પ્રાપ્ત કરતું નથી. આ કારણથી અનંતાનુબંધી પણ ‘તદાવરણીય’ કહેવાય છે. આ વાત પૂર્વે વિચારેલી જ છે. આથી તદાવરણીય (જ્ઞાનાવરણીય, ૬. પૂ. । પાનશ॰ મુ. | ૨. પાવિવુ, નૈ. । નીય તત્॰ મુ. । રૂ. પૂ.તા.-શો. । સ્મિત્રનુ૫૦ મુ. । ૪. સર્વપ્રતિષુ । ના. મુ. ।