________________
१७४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૫૦ ૨ दृश्यमानाभिरुत्पादितं सर्वत्र विवक्षितत्वात् जीवस्याजीवानां चेति भङ्गकः सम्भाव्यते | ૬ | પતવાદ-શેષા: સતિ, ડિત્યર્થ. | સમ્મતિ તૃતીયાર પરીકૃસીહ
भा० साधनम् । सम्यग्दर्शनं केन भवति ? । निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम् (१-३)।तत्र निसर्गः पूर्वोक्तः । अधिगमस्तु सम्यग्व्यायामः । उभयमपि तदावरणीयस्य कर्मणः क्षयेण उपशमेन क्षयोपशमाभ्यामिति ।
टी० साधनम् इति । साध्यते-निर्वय॑ते येन तत् साधनं । अत्र पृच्छ्यमानं, तदाहसम्यग्दर्शनं केन भवति याऽसौ रुचिः सुविशुद्धसम्यक्त्वदलिकोपेता सा केन भवतीत्यर्थः । સમ્યગદર્શન પોતાની માલિકીનું હોવાની વિવક્ષા કરાઈ હોવાથી જીવનું અને બે અજીવનું સમ્યગદર્શન રૂપ વિકલ્પ ઘટે છે.
(૬) જીવનું અને ઘણા અજીવોનું સમ્યગુદર્શન તથા જે જીવને સમ્યગદર્શન પ્રગટ્ય છે અને દર્શનગોચર બનેલી જે ઘણી પ્રતિમાઓ વડે ઉત્પન્ન કરાયું છે, તે સર્વ ઠેકાણે સમ્યગુદર્શનના સ્વામી તરીકે વિવક્ષા કરેલી હોવાથી એક જીવનું અને ઘણા અજીવોનું સમ્યગદર્શન એવો ભંગ સંભવે છે. અર્થાત્ તે જીવમાં અને ઘણી પ્રતિમારૂપ અજીવોમાં સમ્યગદર્શનને વિષે માલિકીરૂપ ઉભય-સંયોગી ભાંગી ઘટે છે.
આમ સ્વામિત્વ દ્વારમાં આ છ ભાંગા સંભવતાં હોવાથી તેને જણાવતાં તેની સૂચના કરતાં ભાષ્યકાર ભગવંતે ભાષ્યમાં કહ્યું છે કે, શેષા: ક્ષત્તિ . “શેષ (છ) વિકલ્પો (સંભવે) છે.”
હવે ત્રીજા દ્વારનો પરામર્શ/સંબંધ કરતાં ભાષ્યકાર કહે છે,
ભાષ્યઃ સાધન (દ્વાર): (પ્રશ્ન:) સમ્યગદર્શન કોના વડે ઉત્પન્ન થાય છે? (જવાબ:) ૧. “નિસર્ગથી અથવા ૨. અધિગમથી ઉત્પન્ન થાય છે.” એમ [ સૂ. ૧-૩માં] કહેલું છે. તેમાં નિસર્ગનું સ્વરૂપ પૂર્વે સમજાવેલું છે.
અધિગમ એટલે સમ્યગુ રીતે વ્યાયામ. આ બે ય પ્રકારનું સમ્યગુદર્શન તેનું આવરણ કરનાર કર્મનો (૧) ક્ષય થવાથી (૨) ઉપશમ થવાથી અને (૩) ક્ષયોપશમ થવાથી પ્રગટ થાય છે.
પ્રેમપ્રભા : સાધનમ્ ! જેનાથી કાર્ય સધાય, ઉત્પન્ન કરાય તે “સાધન' કહેવાય. (સાધ્યતે યેન તત્ સાધનમ્ ) “અહીં જેની પૃચ્છા કરાય છે, તે ભાષ્યમાં કહે છે.