________________
મૂ૦ ૭]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१७५
इतर आह-निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम् । एतत् कथयति-न तावेव निसर्गाधिगमौ तादृशीं रुचि जनयतः किन्तु निसर्गाधिगमाभ्यां क्षयोपशमादयः कर्मणां जन्यन्ते, ततः क्षयोपशमादेः सम्यग्दर्शनं सम्भवति, तावपि च निसर्गाधिगमौ कर्मणां क्षयोपशमादेरेव भवतः । ततस्ताभ्यामुत्तरोत्तरक्षयोपशमं विशुद्धं विशुद्धतरमापादयमानाभ्यां यदा प्रतिविशिष्टः क्षयोपशम आपादितो भवति तदा तस्मात् प्रतिविशिष्टात् क्षयोपशमात् सम्यग्दर्शनं भवति इति कथयति । तत्र निसर्गे बहु वक्तव्यमिति प्राक् तद् दर्शितमेव, एकेन च वाक्येन न शक्यं तत् समस्तं दर्शयितुमित्यतिदिशति-तत्र निसर्गः पूर्वोक्तः । अधिगमोऽल्पविचारत्वाद्, एकेन च वाक्येन समस्ताधिगमोपसंहारभावादाह-अधिगमस्तु सम्यग्व्यायाम इति ।
પ્રશ્ન : “સમ્યગુદર્શન કોના વડે થાય છે?' અર્થાત્ જે આ સુવિશુદ્ધ (અત્યંત વિશુદ્ધ) એવા સમ્યત્વના દલિકોથી યુક્ત (તેવા દલિતોના ઉદયવાળી) એવી રુચિ છે, તે કયા કારણથી ઉત્પન્ન થાય છે ?
જવાબ : (૧) નિસર્ગથી અને (૨) અધિગમથી સમ્યગુદર્શન થાય છે' એમ પૂર્વે કહેલું છે. અહીં ભાષ્યનું કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે - ફક્ત તે નિસર્ગ અને અધિગમ જ તેવી રુચિને જન્માવતાં નથી, કિંતુ નિસર્ગ અને અધિગમથી કર્મોનો ક્ષયોપશમ વગેરે ઉત્પન્ન કરાય છે અને તે ક્ષયોપશમ વગેરેથી સમ્યગુદર્શન પ્રગટ થાય છે. વળી તે નિસર્ગ અને અધિગમ (બોધ) પણ કર્મોના ક્ષયોપશમથી જ થાય છે. વળી તે નિસર્ગ અને અધિગમ દ્વારા ઉત્તરોત્તર વિશુદ્ધ ક્ષયોપશમને અધિક વિશુદ્ધ = વિશુદ્ધતર બનાવાય છે અને તેમ કરતાં તે બે વડે જયારે અમુક વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ પ્રાપ્ત કરાય છે, ત્યારે તે ચોક્કસ પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, એમ અહીં કહેવાનો ભાવ છે.
આ બેમાં (૧) “નિસર્ગને વિષે ઘણુ કહેવા યોગ્ય હોવાથી પૂર્વમાં તે દર્શાવેલું જ છે. વળી એક જ વાક્યથી તે સમસ્ત વસ્તુ દર્શાવવી/કહેવી શક્ય નથી, માટે તેનો અતિદેશ (ભલામણ) કરે છે કે, “નિસર્ગનું સ્વરૂપ પૂર્વે કહેલું છે.” (એક ઠેકાણે કહેલી વસ્તુને અન્ય ઠેકાણે પણ કહેવી તે અતિદેશ = ભલામણ.. અર્થાત્ ત્યાં કહેલી બધી વાત અહીં પણ સમજવી એમ ભાવાર્થ છે.)
અધિગમ-પદાર્થ વિષે અલ્પ-વિચાર કરવાનો હોવાથી અને એક વાક્યથી સમસ્ત અધિગમ-પદાર્થનો ઉપસંહાર/સંક્ષેપ થઈ શકવાથી ભાષ્યમાં કહે છે, “અધિગમ એટલે ૨. પૂ. I નૈવ, વા, મુ. |