________________
જૂ૦ ૭]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१७७ उक्तलक्षणेन उपशमेन च क्षयोपशमाभ्यामिति च प्राप्यत इति । ननु च ज्ञानावरणीयस्योपशमो नास्ति, त्वया चैतन्निरूपितं ज्ञानावरणमिति, तत् कथमेतत् ? । उच्यते-सत्यमेतदेव, किन्तु मोहनीयोपशमादस्य ज्ञानावरणस्य क्षयः क्षयोपशमो वा भवति, ततः क्षयात् क्षयोपशमाच्च सम्यग्दर्शनमिति भावितमेव किं भवता विस्मार्यते ? । सम्प्रति अधिकरणद्वारं स्पृशति
भा०-अधिकरणं त्रिविधमात्मसन्निधानेन परसन्निधानेन उभयसन्निधानेनेति वाच्यम् ।आत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः । परसन्निधानं बाह्यसन्निधानमित्यर्थः । उभयसन्निधानं अभ्यन्तरबाह्ययोः सन्निधानमित्यर्थः । कस्मिन् सम्यग्दर्शनम् ? आत्मसन्निधानेने तावत् जीवे सम्यग्दर्शनं जीवे ज्ञानं जीवे चारित्रमित्येतदादि । અનંતાનુબંધી કષાય આદિ) કર્મનો પૂર્વોક્ત સ્વરૂપ (૧) ક્ષય થવાથી (૨) ઉપશમ થવાથી અને (૩) ક્ષયોપશમ થવાથી સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય છે.
શંકા : જ્ઞાનાવરણીય કર્મનો ‘ઉપશમ થતો નથી. (પણ ક્ષય અને ક્ષયોપશમ જ થાય છે.) અને તમારા વડે તો (“આવરણીય' શબ્દને આશ્રયીને) “જ્ઞાનાવરણ એ પ્રમાણે અર્થ કહેલો છે. અર્થાત્ જ્ઞાનાવરણનું જ સમ્યગદર્શનના આવરણ તરીકે ટીકામાં નિરૂપણ કરાયું છે. આથી જ્ઞાનાવરણના ઉપશમથી રુચિ થાય એમ કહેવું કઈ રીતે સંગત થાય ?
સમાધાન : આ વાત સાચી છે કે જ્ઞાનાવરણનો ઉપશમ થતો નથી. કિંતુ, મોહનીય કર્મનો ઉપશમ થવાથી આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અથવા ક્ષયોપશમ થાય છે અને તે ક્ષય અને ક્ષયોપશમ થવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. આમ આ રીતે ઉપચારથી ઉપશમથી પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ જણાવી છે. આ હકીકતનો પૂર્વે વિમર્શ કરેલો જ છે, શા માટે આપના વડે આ વાત ભૂલાઈ જાય છે ? [પ્રથમ સૂત્રની ટીકામાં જણાવેલ જ્ઞાન અને દર્શનને અભેદ માનનારના મતને આશ્રયીને કહેલું છે.].
(૪) અધિકરણ દ્વાર : હવે ભાષ્યકાર અધિકરણ દ્વારની સ્પર્શના કરતાં કહે છે
ભાષ્ય : અધિકરણ દ્વારા ત્રણ પ્રકારે છે. તે (૧) આત્મ - સંનિધાનથી (૨) પરસંનિધાનથી અને (૩) ઉભય - સંનિધાનથી એ પ્રમાણે કહેવું. તેમાં આત્મ - સંનિધાન એટલે અત્યંતર-સંનિધાન એમ અર્થ છે. (૨) પર-સંનિધાન એટેલ બાહ્ય-સંનિધાન એમ અર્થ છે. (૩) ઉભય-સંવિધાન એટલે અત્યંતર અને બાહ્ય સંનિધાન એમ અર્થ છે.
પ્રશ્ન : સમ્યગુદર્શન શામાં (રહે) છે ? જવાબ : આત્મ-સંનિધાનથી (આત્મારૂપ ૨. પૂ. | જ્ઞાનાવરાવરમિતિ, મુ. | ૨. પતિપુ ટીવનુસરળ નૈ. પાપવિશ: I ધાને મુ. |