________________
સૂo ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१२७ मनुष्यः कश्चित् पञ्चभिरपि संयुक्तो भवति । तत्कथमिति चेत् ? उच्यते-कस्यचित् संयतादेरुपशान्तकोपादिकषायस्य औपशमिकः, तस्यैव क्षपितानन्तानुबन्धिमिथ्यादर्शनादेः क्षायिको भावः, तस्यैव क्षीणोपशान्तमतिश्रुताद्यावरणस्य क्षायोपशमिको भावः, तस्यैव मनुष्यगतिपरिणामकारिपुद्गलोदये औदयिको भावः, तस्यैव जीवत्वभव्यत्वादिपरिणामः पारिणामिक इति, एवं देवादीनां यथासम्भवं वाच्याः । उपयोगलक्षणा इति साकारानाकारसंविल्लक्षणा इत्यर्थः । ते च नैकरूपाः, किन्तु संसारिण इत्यादि । संसारश्चतुर्विध પરિણમવું, થવું, એ જ પરિણામિક – ભાવ કહેવાય.
ક પાંચે ય ભાવોની એક જ જીવમાં ઘટના : આ ઔપથમિક વગેરે ઉપરોક્ત જે પાંચ ભાવો = અધ્યવસાયો છે, તેનાથી યુક્ત ભાવ-જીવો કહેવાય. દા.ત. કોઈ મનુષ્ય આ પાંચેય ભાવોથી યુક્ત હોય છે. પ્રશ્ન : આ કેવી રીતે બને ?
જવાબ : જુઓ, (i) કોઈ (દેશથી અથવા સર્વથી) સંયત (વિરતિધર) સાધુ વગેરે આત્મા ઉપશાંત થયેલાં ક્રોધ વગેરે કષાયોવાળો હોવાથી તેને “ઔપથમિક ભાવ હોય છે. (i) વળી તે જ સંયતાદિ આત્માએ અનંતાનુબંધી કષાય અને મિથ્યાદર્શન આદિનો (પુદ્ગલોનો/કર્મનો) સર્વથા ક્ષય કરેલો હોવાથી તેને “ક્ષાયિક ભાવ હોય છે. (ii) વળી તે જ આત્માએ મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્મોનો કેટલાંકનો ક્ષય અને કેટલાંકનો ઉપશમ કરેલો હોવાથી “ક્ષાયોપથમિક” ભાવ ઘટે છે. (iv) વળી તે જ સંયતાદિ આત્માને મનુષ્ય-ગતિ રૂપ પરિણામ પૈદા કરનાર (કર્મ) પુદ્ગલનો ઉદય હોતે છતે ઔદયિક ભાવ સંગત થાય છે. () વળી તે જ વિરતિધરઆત્માને જીવત્વ, ભવ્યત્વ વગેરે પરિણામ રૂપ પારિણામિક ભાવ છે. આમ એક જ મનુષ્યને પાંચેય ભાવો હોઈ શકે છે.
આ પ્રમાણે દેવ વગેરે જીવોને પણ યથાસંભવ પાંચ ભાવો જાણવા, વિચારવા. ભાવ જીવો માટે બીજુ લક્ષણ કહ્યું, ૩પયોગાત્મક્ષIT: = ઉપયોગ લક્ષણવાળા હોય છે. અર્થાત્ તેઓ સાકાર (જ્ઞાન) અને અનાકાર (દર્શન)ના સંવેદન રૂપ ઉપયોગ – લક્ષણવાળા હોય છે, એમ અર્થ છે. વળી, તે ભાવ - જીવો એક જ પ્રકારના હોતા નથી, કિંતુ કેટલાંક (૧) સંસારી છે. ચાર ગતિ રૂપ ચાર પ્રકારનો સંસાર છે એમ સૂત્ર - ૧૩ ના ભાષ્યમાં કહેલું છે. આવો સંસાર જેઓને હોય તે જીવો “સંસારી કહેવાય. મનુષ્ય વગેરે સંસારી ૨. સર્વપ્રતિપુ ! વોપ્યા૦ . I