________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१३५ अयमभिप्रायः-अन्याभिमतं यदेकं विश्वस्य जगतः कारणं ब्रह्मादि तदपास्यते, बहून्येतानि स्वत एव सत्तां दघतीति प्रतिपादयति । कानि च तानि ? धर्मादीनि पञ्च, सगुणपर्यायाणि इति, गत्याद्यगुरुलघुप्रभृति-पर्यायभाञ्जीति । एतत् स्याद्, यद्येन धर्मेण समन्वितं तं धर्मं न कदाचित् तद् जहाति, तेन सदान्वितमास्ते इति, एतच्च न, प्राप्तिलक्षणानिपरिणामलक्षणानीति यावत्, अन्यानयांश्च धर्मान् प्रतिपद्यन्त इति, जीवास्तावद् देवमनुजादीन्, पुद्गलाः कृष्णादीन्, धर्मादयः पुनस्रयः परतोऽन्यानन्यांश्च प्राप्नुवन्ति । यतोऽन्यस्मिन् गच्छति
ગુણ-પર્યાય સહિત પ્રાપ્તિ લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિ એ ભાવથી દ્રવ્ય છે, એમ ભાષ્યમાં કહ્યું, તેમાં કોઈ શંકા કરે છે.
શંકા : “મવતો દ્રવ્યમ્' એમ પૂર્વે એકવચન વડે ઉલ્લેખ કરીને પછી તેનું વિવરણ કરતી વખતે “માવતો વ્યળિ' એમ ઘણા ભાવ-દ્રવ્યોનો સંગ્રહ કરતાં એવા ભાષ્યકારનો
અભિપ્રાય આ પ્રમાણે છે કે, આ બહુવચનના પ્રયોગ વડે અન્ય દાર્શનિકો વડે સમસ્ત વિશ્વનું જે એક જ બ્રહ્માદિ કારણ માનેલું છે, તેનું નિરાકરણ/નિષેધ થાય છે. અને ઘણા દ્રવ્યો છે, તે સ્વતઃ - આપમેળે જ પોતાની સત્તાને/અસ્તિત્વને ધારણ કરે છે, એમ જણાવે છે.
પ્રશ્ન : એ કયા દ્રવ્યો છે? જવાબ : ધર્માસ્તિકાય વગેરે પાંચ છે અને તે ગુણપર્યાયથી સહિત છે, અર્થાત્ ગતિ-સહાયકતા વગેરે ગુણોથી તથા અગુરુલઘુ વગેરે ગુણ અને પર્યાયોથી યુક્ત છે. (અહીં કોઈ શંકા ઉઠાવે છે, પતર્ યાત)
શંકા : જે વસ્તુ (દ્રવ્ય) જે ધર્મથી યુક્ત હોય, તે દ્રવ્ય તે ધર્મને ક્યારેય પણ છોડતું નથી, પણ હંમેશાં તે ધર્મથી યુક્ત જ રહે છે.
સમાધાનઃ એવું નથી. પ્રતિક્ષનિ = પ્રાપ્તિરૂપ = પરિણામરૂપ લક્ષણવાળા આ ધર્મો = ગુણ અને પર્યાયો હોય છે. (અહીં પ્રાપ્તિનો અર્થ “પરિણામ' કરેલો છે. પરિણામ એટલે અવસ્થા અને તે બદલાતી રહે છે માટે સદા એક જ ધર્મથી યુક્ત ન કહેવાય. આ હકીકતની જ ટીકામાં સ્પષ્ટતા કરે છે.) એટલે કે તે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય બીજા બીજા ગુણ-પર્યાય રૂપે ધર્મોનો સ્વીકાર કરે છે, પ્રાપ્ત કરે છે. તે આ રીતે – (૧) જીવો દેવ, મનુષ્ય વગેરે રૂપ અન્ય અન્ય ધર્મોને પ્રાપ્ત કરે છે. (૨) પુદગલો કૃષ્ણ વર્ણ વગેરે અને (૩-૪-૫) ધર્માસ્તિકાય વગેરે ત્રણ પર-નિમિત્તથી (ઉપાધિ-હેતુક) અન્ય અન્ય ધર્મોને (ગુણ-પર્યાયોને) પ્રાપ્ત કરે છે.