________________
સૂ૦ ૭] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१५९ भावास्तथाभवनादात्मनः तैर्युक्तः औपशमिकादिभावयुक्तः । द्रव्यं जीव इति गुणक्रियाव्युदासद्वारेण निश्चयेन तदादिष्टं द्रव्यं जीव इति । द्रव्यं जीवः स चाप्यौपशमिकादिभावयुक्त इति । ततश्च न केवलं द्रव्यं नापि केवला भावाः किन्तु उभयात्मकं जीववस्तु प्रतिपन्नं भवति । अथवा द्रव्यमेव प्रधानं यतस्तेन तेनौपशमिकादिभावेन द्रव्यमेव तथा तथा विपरिवर्तते || ૨ ||
स्वामित्वादयो जीवेऽभ्यूह्या अनया दिशेति न दर्शितवान्; वयं तु दर्शयामः-स्वामीप्रभुः तद्भावः स्वामित्वम्, जीवो हि कस्य प्रभुः ? जीवस्य वा के स्वामिन इति ? ઔપશમિકાદિ-ભાવો, તેનાથી યુક્ત એવું દ્રવ્ય... જીવ કહેવાય એમ કહ્યું. અહીં ‘દ્રવ્ય એમ કહેવાથી ગુણ અને ક્રિયાનો નિષેધ થવા દ્વારા, નિશ્ચયથી બતાવેલ છે કે (ઔપથમિક આદિ ભાવથી સહિત) તે “જીવ’ એ દ્રવ્ય-સ્વરૂપ છે. ટૂંકમાં જીવ એ દ્રવ્ય છે અને તે પણ ઔપથમિક આદિ ભાવથી સહિત છે. અને આથી જીવ એ ફક્ત દ્રવ્ય નથી કે કેવળ ઔપશમિકાદિ ભાવ રૂપ પણ નથી, કિંતુ, બેય રૂપે (ઉભયાત્મક) જીવ વસ્તુ માનેલી છે.
અથવા આ બેમાં દ્રવ્ય જ પ્રધાન છે કારણ કે, દ્રવ્ય જ તે તે ઔપથમિક વગેરે ભાવ રૂપે પરિવર્તન ફેરફાર પામે છે. | સ્વામિત્વ વગેરે દ્વારા જીવને વિષે આ પ્રમાણે બતાવેલી દિશા પ્રમાણે સ્વયં વિચારી શકાય તેમ છે અથવા વિચારી લેવા, આવા આશયથી ભાગ્યમાં બતાવેલાં નથી. (અભ્યાસકોને સરળતાથી બોધ થાય તે માટે) અમે તે ટીકા દ્વારા બતાવીએ છીએ.
રવામિત્વ વગેરે દ્વારોમાં થતી વસ્તુની વિચારણા ક (૨) સ્વામી : સ્વામી એટલે પ્રભુ, માલિક.. તેનો ભાવ = પ્રવૃત્તિ નિમિત/ધર્મ, તે સ્વામિત્વ, સ્વામિપણું કહેવાય. અહીં પ્રશ્ન આ પ્રમાણે થાય કે, પ્રશ્નઃ જીવ કોનો સ્વામી છે? અથવા જીવના કોણ માલિક છે ? (આવા પ્રશ્નનો જવાબ સ્વામિત્વ-દ્વારમાં અપાય છે. તે આ પ્રમાણે-) જવાબઃ એક જ અધિકૃત = વિવક્ષિત જીવ એ ધર્માસ્તિકાય વગેરેનો - અન્ય દ્રવ્યોનો સ્વામી છે, કારણ કે જીવ તે સર્વ પુદ્ગલાસ્તિકાયાદિ દ્રવ્યોને વિષે મુચ્છ પામે છે, પ્રાપ્ત કરે છે, જાણે છે, તેનો પરિભોગ/ભોગવટો કરે છે અને શરીર તરીકે તેનું ગ્રહણ કરે છે. આમ જીવ અન્ય સર્વદ્રવ્યોનો સ્વામી છે, માલિક છે.