________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
प्रतिमादिकान्नापेक्षा क्रियते प्रतिमादेः तदाऽसौ परिणाम आत्मनि समवेत इतिकृत्वा स एवात्मा तेन परिणामेन तानि तत्त्वान्येवमभिमन्यते, अतः आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम्, जीवस्य स्वामिनः सम्यग्दर्शनं रुचिरिति । परसंयोगेनेति । परं साधुप्रतिमादिवस्तु तन्निमित्तीकृत्य श्रद्धानपरिणाम उपजायते अतः स परिणामस्तत्कर्तृक इति तस्य व्यपदिश्यते । अत्र च परसंयोगे षड् विकल्पा भवन्ति जीवस्येत्यादयः । यदाऽस्य जन्तोः परमेकं मुनिमालम्ब्य क्रियानुष्ठानयुक्तं सा रुचिरुपजायते, क्षयोपशमो हि द्रव्यादिपञ्चकमुररीकृत्य प्रादुरस्ति, अतो बहिरवस्थितस्य साधोरुत्पादयितुः सा रुचिः स्वं कुम्भ इव कुम्भकारस्येति થવાથી બન્નેય સમ્યગ્દર્શનના ધારક ગણાય. તેમાં,
१६८
(૧) આત્મ-સંયોગથી : એટલે આત્માના સંબંધથી. જ્યારે પ્રતિમા વગેરે ૫૨ વસ્તુના નિમિત્તથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયુ હોવા છતાંય પ્રતિમાદિ પર નિમિત્તની અપેક્ષા કરાતી નથી અર્થાત્ તેની વિવક્ષા કરાતી નથી, ત્યારે આ સમ્યગ્દર્શન રૂપ પરિણામ આત્મામાં સમવેત હોવાથી અર્થાત્ કથંચિત્ અભેદરૂપે રહેલો હોવાથી તે જ આત્મા તે રુચિ રૂપ પરિણામ વડે (પોતાના ભાવો વડે) તે જીવાદિ તત્વોને આ પ્રમાણે (જેવા છે તેવા) જાણે છે, માને છે, સ્વીકારે છે. આથી આત્માના સંયોગથી જીવનું સમ્યગ્દર્શન ગણાય છે અર્થાત્ જીવરૂપ સ્વામીનું/માલિકનું સમ્યગ્દર્શન/રુચિ છે.
(૨) પરસંયોગથી : ‘પર' એટલે સાધુ, જિનપ્રતિમા વગેરે વસ્તુ. તેનાં નિમિત્તથી શ્રદ્ધારૂપ પરિણામ પેદા થાય છે, આથી તે પરિણામના કર્તા નિમિત્તરૂપ સાધુ, પ્રતિમાદિ છે, માટે તેઓનું સમ્યગ્દર્શન કહેવાય છે. અર્થાત્ સાધુ, પ્રતિમાદિ સમ્યગ્દર્શનના માલિક છે, એમ વ્યવહાર કરાય છે.
* પર-સંયોગ (નિમિત્ત)થી સમ્યગ્દર્શનના સ્વામિત્વના છ ભાંગા
અહીં ‘પર-સંયોગ’ને વિષે જીવ વગેરે છ ભાંગા થાય છે. તે આ રીતે ૧-પ્રથમ ભાંગો (જીવનું) : જ્યારે જીવને ક્રિયા રૂપ અનુષ્ઠાનથી યુક્ત એવા મુનિ રૂપ પર નિમિત્તના આલંબનથી રુચિ પેદા થાય છે ત્યારે જીવનું સમ્યગ્દર્શન કહેવાય. અહીં સાધુના નિમિત્તથી રુચિ થવાનું કારણ એ છે કે જીવને દ્રવ્યાદિ પાંચ ^વસ્તુને (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચને) આશ્રયીને ક્ષયોપશમ પ્રગટ થાય છે. આથી પ્રસ્તુતમાં સાધુના નિમિત્તે દર્શન - મોહનીયકર્મનો ક્ષયોપશમ થવા દ્વારા રુચિ, ઉત્પન્ન થાય છે, ત્યારે (આત્માની અપેક્ષાએ) બાહ્યરૂપે રહેલ રુચિના ઉત્પાદક એવા સાધુ સંબંધી તે રુચિ કહેવાય.. જેમ