________________
સૂ॰ ૭ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१७१
एवं नोजीवस्येति अजीवस्येत्यर्थः । एकस्याः प्रतिमाया विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः । तथा जीवयोः सम्यग्दर्शनमिति न सम्भवति यस्माद् द्वावत्र समवायिनौ पुरुषौ स्वामितया विवक्षितौ मम च सम्यग्दर्शनमस्य च सम्यग्दर्शनमुत्पन्नमिति, यतस्तु तदालम्ब्योत्पन्नं र्तस्याऽविवक्षैव स्वामितया उत्पादकनिमित्तयोश्चोभयसंयोगो विवक्षितः अतस्त्यज्यते । तथा अजीवयोः सम्यग्दर्शनमिति द्वयोः प्रतिमयोरालम्बनीकृतयोर्भेदेन तद् विवक्षितम्, यत्र तु समवेतं तत्राविवक्षातस्त्यज्यते अयमपि विकल्पः । तथा पञ्चमोऽपि त्याज्यः जीवानामिति । तंत्र हि बहव एव सम्यग्दर्शनसमवायिनो विवक्षिता जीवा' अस्य ઉભય-સંબંધથી આ સમ્યગ્દર્શનના સ્વામીની વિચારણા થાય છે. હવે જો બાહ્ય એવા તીર્થંકરાદિની સમ્યગ્દર્શનના સ્વામી તરીકે વિવક્ષા કરાય, સંબધ કરાય, તો આત્માદિનો સ્વામી તરીકે સંબંધ થતો નથી. આથી ઉભય-સંયોગથી સમ્યગ્દર્શનનો આ વિકલ્પ ત્યાજ્ય
જ છે.
૨. નોજીવનું : આ પ્રમાણે નોજીવનું એટલે ‘અજીવનું સમ્યગ્દર્શન' એવો ભાંગો કહેવો. તે આ રીતે - સમ્યગ્દર્શનના નિમિત્તભૂત એક જ પ્રતિમાના સ્વામીપણાની વિવક્ષા કરવાથી ઉભય-સંયોગનો અભાવ છે, માટે આ ભાંગો ત્યાજ્ય છે.
૩. બે જીવનું : બે જીવનું સમ્યગ્દર્શન એવા ભાંગો પણ સંભવતો નથી, કારણ કે, અહીં બે સમવાયી - ઉપાદાન કારણભૂત પુરુષો (આત્માઓ) સમ્યગ્દર્શનના સ્વામી તરીકે વિવક્ષિત છે જેમ કે આ સમ્યગ્દર્શન મને અને આને પણ ઉત્પન્ન થયું છે. વળી જેનું (પ્રતિમા, સાધુ વગેરેનું) આલંબન કરીને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું છે, તેની સ્વામી તરીકે અવિવક્ષા જ છે. આથી ઉત્પાદક (જીવ) અને નિમિત્ત એ ઉભયનો સંયોગ અહીં અવિવક્ષિત છે, પણ અહીં તેની વિવક્ષા નથી માટે આ ભાંગો પણ છોડવા યોગ્ય છે.
=
૪. બે અજીવનું : ‘બે અજીવોનું સમ્યગ્દર્શન એટલે આલંબનરૂપે કરાયેલી બે પ્રતિમાઓનું ભેદ વડે અલગ અલગ સમ્યગ્દર્શનની વિવક્ષા કરાઈ છે, પરંતુ જેમાં સમ્યગ્દર્શન સમવેત છે સ્વરૂપથી રહેલ છે, તે આત્માની સ્વામીરૂપે અવિવક્ષા હોવાથી, આ વિકલ્પનો પણ ત્યાગ કરાય છે. તથા,
-
૫. ઘણા જીવોનું : ‘ઘણા જીવોનું સમ્યગ્દર્શન' આ પાંચમો વિકલ્પ પણ છોડવાલાયક છે. અહીં ઘણા જીવો સમ્યગ્દર્શનના સમવાયીરૂપે અર્થાત્ અપૃથભૂત (અભિન્ન) આશ્રયરૂપે વિવક્ષિત છે. દા.ત. આનું સમ્યગ્દર્શન, આનું સમ્યગ્દર્શન, આનું પણ ૧. પાવિવુ, નૈ. । યોત્પન્ન વિવ॰ મુ. । ૨. જી. પૂ. । અત્ર૰ મુ. | રૂ. પૂ. । નીવા મમ॰ મુ. અધિઃ ।