________________
सू० ७ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
मित्युद्देशवाक्यमेवं कृत्वा प्रवृत्तम् । किं यत्समवाय्येतत् तस्यैवैतत्, उत तदुत्पत्तिनिमित्तभूतस्यान्यस्यापि व्यवहारार्थमा श्रीयत इति ? । उच्यते - मुख्येन तावत् कल्पेन यद् यत्र समवेतं तत् तस्यैवेति, व्यवहारार्थं तु निमित्तभूतयप्याश्रीयते । एतदाह- आत्मसंयोगेनेत्यादि । आत्मसंयोगेन आत्मसम्बन्धेन । यदा हि उत्पद्यमानस्य सम्यग्दर्शनस्य परतोऽपि निमित्तात् કયા સ્વામિનું = માલિકનું સમ્યગ્દર્શન કહેવાય ? સમ્યગ્દર્શનના સ્વામી કોણ ? એ પ્રમાણે ઉદ્દેશ વાક્ય આવા = આગળ કહેવાતાં આશયથી કહેલું છે. તે આશયને જ કહે છે -
१६७
પ્રશ્ન : શું આ સમ્યગ્દર્શનનું જે સમવાયી છે એટલે કે આત્મારૂપી પરિણામિ-કારણ છે, તેનું આ સમ્યગ્દર્શન છે, કે પછી તેની (સમ્યગ્દર્શનની) ઉત્પત્તિના નિમિત્તભૂત અન્ય વસ્તુનું પણ સમ્યગ્દર્શન વ્યવહાર કરવા માટે આશ્રય કરાય છે ? ટૂંકમાં સમ્યગ્દર્શનનો માલિક કોણ ? આધારભૂત આત્મા પોતે જ કે બીજી પ્રતિમાદિ નિમિત્તભૂત વસ્તુ ?
* ત્રણ પ્રકારે સમ્યગ્દર્શનના સ્વામી
જવાબ ઃ મુખ્ય રીતે વિચારતાં જોઈએ તો સમ્યગ્દર્શનાદિ જેમાં સમવેત છે અર્થાત્ જે આત્મામાં (સમાવાય-સંબંધથી, એકમેક થઈને) રહેલ છે, તે તેનો સ્વામી કહેવાય.
=
ચંદ્રપ્રભા : અર્થાત્ ઘડા માટે જેમ માટી સમવાયી ઉપાદાનકારણ છે અને તેમાં ઘડો સમવેત છે, (સ્વરૂપથી રહેલો છે) તેમ આત્મા એ સમ્યગ્દર્શનનો સમવાયી છે = ઉપાદાન કારણ છે, મુખ્ય કારણ દ્રવ્યરૂપ છે. કારણ કે માટી પોતે જ ઘડારૂપે બને છે, તેમ આત્મા પોતે જ સમ્યગ્દર્શન ઉત્પન્ન થતાં સમ્યગ્દર્શન-પર્યાયવાળો બને છે. આથી કથંચિત્ અભેદ હોવાથી ઘડો જેમ માટીમાં રહે, તેમ સમ્યગ્દર્શન આત્મામાં રહેતું હોવાથી મુખ્ય રીતે આત્માનું જ સમ્યગ્દર્શન કહેવાય છે. અર્થાત્ આત્મા જ સમ્યગ્દર્શનનો માલિક ગણાય છે.
પ્રેમપ્રભા : વ્યવહાર કરવા માટે તો (અર્થાત્ વ્યવહાર-દૃષ્ટિથી તો) વસ્તુના નિમિત્તભૂત પદાર્થ પણ વસ્તુના સ્વામીરૂપે સ્વીકારાય છે. આ વાતને પ્રગટ કરતાં ભાષ્યકાર ભાષ્યમાં કહે છે, આ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારે થતું હોવાથી તેના સ્વામી ત્રણ પ્રકારના છે. (૧) આત્મસંયોગથી ઉત્પન્ન થતું હોવાથી આત્માએ સ્વામી છે, (૨) ૫૨સંયોગથી થવાથી પર-નિમિત્ત એ માલિક છે અને (૩) આત્મા અને ૫૨-નિમિત બે યથી
૧. વ.પૂ.ના.-શો. । ભૂતમય્યાશ્રી મુ. ।