________________
१६० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ उच्यते-जीव एकोऽवधीकृतः धर्मादीनामस्तिकायानां स्वामी, यतः सर्वेषु मूर्छा याति, उपलभते, परिभुङ्क्ते शरीरतया चोऽऽदत्तेऽतः सर्वेषां जीवः स्वामी, जीवस्यापि जीवा अन्ये तन्मू»दिकारिणः स्वामिनो भवन्ति ॥ २ ॥ साध्यते येन तत् साधनम् । केन चात्मा साध्यः ? उच्यते-नान्येनासौ, सततं समवस्थितत्वाद्, बाह्यान् वा पुद्गलान् अपेक्ष्य देवादिजीवः साध्यत इति तैस्तत्तत्स्थानं नीयत इति यावत् ॥ ३ ॥ अधिकरणमाधारः । कस्मिन्नात्मा? निश्चयस्य स्वात्मप्रतिष्ठत्वात् स्वात्मनि, व्यवहारस्य शरीराकाशादौ ॥ ४ ॥ स्थितिरात्मरूपादनपगमः । कियन्तं कालमेष जीवभावेनावतिष्ठते ? भवाननङ्गीकृत्य
વળી જીવના પણ બીજા જીવો - જેઓ તેનામાં મુચ્છ કરનારા હોય છે, તેઓ સ્વામી છે.
(૩) સાધન : જેનાથી સધાય, સિદ્ધિ કરાય તે “સાધન” કહેવાય. (સાધ્યતે યેન તત્વ સાધનમ્ ) પ્રશ્નઃ આત્મા કોના વડે સાધ્ય છે? આત્મ-સિદ્ધિના સાધનો શું છે ? (આવી વિચારણા આ અનુયોગદ્વારમાં પ્રવાહિત થાય છે.) જવાબઃ જીવ બીજા વડે સધાતો નથી. અન્ય સાધનથી જીવની સિદ્ધિ થતી નથી કારણ કે, તે સતત પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહેલો છે. અથવા (વ્યવહાર નથી) બાહ્ય (વૈક્રિયાદિ યાવત્ કાર્મણ) પુદ્ગલોની મદદથી દેવાદિ જીવ સધાય છે. (તેનું શરીર બનાવવા આદિ દ્વારા દેવાદિ જીવરૂપે કરાય છે.) અર્થાત્ આ દેવાદિ-જીવની સિદ્ધિ માટે તે પુદ્ગલો વડે તે જીવ તે તે દેવાદિના સ્થાનની પ્રાપ્તિ કરાવાય છે. આ અપેક્ષાએ પુદ્ગલો જીવના સાધનો છે.
(૪) અધિકરણ : એટલે આધાર. પ્રશ્ન : આત્મા શામાં રહે છે ? (એનું ચિંતન આ દ્વારથી થાય છે.) જવાબ : નિશ્ચય દૃષ્ટિથી આત્મા પોતાના આત્મામાં જ પ્રતિષ્ઠિત-સ્થિર હોવાથી આત્મા સ્વાત્મામાં જ રહે છે. વ્યવહાર - દષ્ટિએ જોઈએ તો આત્મા શરીર, આકાશ વગેરેમાં રહેલો છે.
(૫) સ્થિતિ એટલે આત્માનું પોતાના સ્વરૂપથી દૂર ન થવું, નાશ ન પામવું. પ્રશ્નઃ જીવ કેટલાં કાળ સુધી જીવ રૂપે (અવસ્થામાં) રહે છે? (આવો ઊહાપોહ આ દ્વારમાં થાય છે. તે આ રીતે-) જવાબ : જીવના ભવોની જન્મોની અપેક્ષા ન રાખીએ તો સર્વકાળે આત્માની સ્થિતિ હોય છે એટલે કે, (સર્વકાળ સુધી) આત્મા સ્વરૂપથી દૂર થતો નથી અને જો દેવ વગેરેના ભાવોને આશ્રયીને વિચારીએ તો જે ભવોમાં જેટલી સ્થિતિ (આયુષ્ય) હોય, તેટલો કાળ ત્યાં (‘દવારિરૂપે) રહે છે. ૨. પ.પૂ.નિ. / વીમુ. ૨. પૂ. I M 5. I