________________
१५८ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ उद्देशवाक्यमन्तरेण निर्देशस्य ख्यापनमशक्यं कर्तुम् । यदि हि पूर्वं सामान्यरूपोद्देशचोदना न स्यान्निर्देशवाक्यमप्यसम्बद्धत्वाद् उन्मत्तवचोवदसङ्गतार्थं स्यात् । सामान्यार्थाभिधानम् उद्देशः, तद्विशेषप्रतिपिपादयिषा-वचनं निर्देशः । पूर्व प्रश्नवाक्यमुच्चारयति निदिश्यमानार्थोपकारि-कीदृशः खलु मया जीवः प्रतिपत्तव्यः ? किं द्रव्यरूपो गुणरूपः क्रियास्वभाव इति ? नामादीनां वा अन्यतम इति पृष्टे निर्दिशति-निश्चयेन उपयुज्यते प्रस्तुते वस्तुनि स निर्देशः। औपशमिकादिभावेत्यादि । औपशमिकादयोऽभिहितास्त एव ના, “જીવ શું છે? એવું ઉદેશ-વાક્ય (સામાન્ય, કથન) એ અપ્રસ્તુત નથી. શાથી? એમ જો તમે પૂછતા હોવ, તો તેના જવાબમાં કહેશું કે, ઉદ્દેશ વાક્ય જ્યાં સુધી ન કહેવાય ત્યાં સુધી નિર્દેશ-વાક્ય જણાવવું શક્ય બનતું નથી. કારણ કે સામાન્ય અર્થ રૂપ ઉદ્દેશ અંગે પ્રશ્ન ન થાય, તો નિર્દેશ-વાક્ય પણ (આધાર વિનાનું હોયને) અસંબદ્ધ-નિરર્થક હોવાથી ઉન્મત્ત (પાગલ) માણસના વચનની જેમ અસંગત અર્થવાળું બની જાય.
કારણકે (i) સામાન્યથી અર્થનું કથન કરવું, તે ઉદ્દેશ કહેવાય અને (i) ઉદ્દેશરૂપ પદાર્થના વિશેષનું (લક્ષણાદિનું) કથન કરવાની ઈચ્છાપૂર્વક જે વચન ઉચ્ચારાય, તે નિર્દેશ કહેવાય. આથી પહેલાં સામાન્ય જીવાદિ અર્થના કથનરૂપ ઉદ્દેશ-વાક્ય કરાયું હોય તો જ તેના સંબંધી વિશેષ અભિધાનરૂપ નિર્દેશ-વાક્ય સંગત અર્થવાળું બનતું હોવાથી, અહીં ભાષ્યમાં પહેલાં “જીવ શું છે?' એમ ઉદ્દેશ વાક્ય કહેલું છે. આથી ભાષ્યમાં પહેલાં નિર્દેશ કરાતાં અર્થમાં ઉપકારક/સહાયક એવા પ્રશ્નાત્મક વાક્યનું ઉચ્ચારણ કરે છે.
પ્રશ્ન : : નવ: મારે કેવો જીવ સ્વીકારવો જોઈએ ? શું તે દ્રવ્યાત્મક છે? ગુણસ્વરૂપ છે કે ક્રિયા-સ્વભાવવાળો છે? અથવા તો શું તે નામ-સ્થાપનાદિ ચાર નિક્ષેપ પૈકી કોઈ એક નિપા રૂપ છે ? આવો પ્રશ્ન પુછાયે છતે નિર્દેશ કરે છે. (નિર્દેશ શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે.)
પ્રસ્તુત વસ્તુમાં અથવા વસ્તુ પ્રસ્તુત થયે છતે, જે નિશ્ચિત્તપણે ઉપયોગી બને તે નિર્દેશ” કહેવાય. (નિ = નિશ્ચન ૩૫યુષ્ય પ્રસ્તુતે વસ્તુનિ સ નિર્દેશઃ ) પ્રસ્તુતમાં ભાષ્યમાં આ પ્રમાણે નિર્દેશ વચન કહેલું છે, “ઔપથમિક વગેરે ભાવથી યુક્ત દ્રવ્ય તે જીવ છે,' એમ સમસ્ત અર્થ છે. હવે તેના એક-એક પદોનો ભાવાર્થ કહે છે - ઔપથમિક વગેરે ભાવો પૂર્વે કહેલાં છે. જુઓ, નામ-સ્થાપના સૂત્ર (૧-૫) ની ટીકા... અહીં આત્મા તે તે રૂપે થવાથી (ભવના) “ભાવ” એમ કહેવાય. ઔપશમિકાદિ રૂપ ભાવો તે ૨. સર્વપ્રતિપુ વિષયામુ. ૨. વ.પા.નિ.રૈ. ટેંશના પૂ. રૂ. ૩.પૂ. I નિર્દેશ તિ, મુ. !