________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨
इत्याशङ्काव्युदासायाह-सर्वेषामिति । उक्तेऽपि चैतस्मिन् अभावोऽपि सर्वशब्देनोपात्तः तन्निराचिकीर्षयाऽऽह-भावानामिति । अभावे हि व्यर्थत्वात् प्रयासस्य न तद्विषयमेतदिति कथयति । भावा अप्यन्यमताभिमताः सन्ति अतत्त्वरूपा इत्यतो द्वयमुपादत्ते-जीवादीनां तत्त्वानामित्येतत् । ते च जीवादयः किमेभिः समासेन निरूप्यन्ते उत व्यासेनेत्यत आहविकल्पश इति । शसश्च कारकसामान्याद् विधानमिति तृतीयार्थ एष इत्येतत् कथयति विस्तरेणेत्यनेन । उक्तेऽपि चैतस्मिन् असम्पूर्णमेव वाक्यं स्याद् यदि पूर्वसूत्रादधिगम इत्येतन्नानुवर्तेर्ते, इति कथयति - अधिगम इति । सत्तां च पदार्थो न व्यभिचरति यद्यपि
1
१५६
બોધ થાય છે.)
વળી આ નિર્દેશ વગેરે વ્યાખ્યા-દ્વારોની જીવાદિ સર્વ તત્ત્વો વિષે વ્યાપકતા છે કે નહીં? એવી શંકાનો નિકાલ કરવા માટે સર્વષામ્' એમ કહેલું છે. સર્વ જીવાદિ તત્ત્વોનો વ્યાખ્યાના દ્વારો વડે બોધ થાય છે. આ ‘સર્વ’ શબ્દ મૂકવા છતાંય તેનાથી ‘અભાવ’નું પણ ગ્રહણ સંભવતું હોવાથી તેનું નિરાકરણ/નિષેધ કરવાની ઇચ્છાથી માવાનામ્ (ભાવાત્મક પદાર્થોનું) એમ કહેલું છે. અભાવને વિષે વ્યાખ્યા કરવાનો પ્રયાસ વ્યર્થ હોવાથી તેના વિષયવાળું આ સૂત્ર નથી અર્થાત્ અભાવની વ્યાખ્યા માટે સૂત્રમાં કહેલ વ્યાખ્યા-દ્વારો નથી.
વળી ભાવો = ભાવાત્મક પદાર્થો પણ અન્ય દાર્શનિકોએ માનેલાં છે અને તે અતત્ત્વસ્વરૂપ છે. આથી તેની બાદબાકી જણાવવા માટે નીવાવીનાં તત્ત્વાનાં ‘જીવાદિ તત્ત્વોનો’ એમ બે પદોનું ગ્રહણ કરેલું છે.
તથા શું આ જીવાદિ તત્ત્વો આ નિર્દેશાદિ છ દ્વારો વડે સંક્ષેપથી નિરૂપિત કરાશે કે વિસ્તારથી ? એવી શંકાને નિર્મૂલ કરવા કહે છે, વિપજ્ઞ: વિસ્તરેળ । વ્યાકરણમાં શસ્ પ્રત્યયનું સામાન્યથી કારક-માત્રમાં વિધાન કરેલું છે. આથી અહીં તૃતીયાના અર્થમાં છે. એટલે આ હકીકતને વિસ્તરેળ એવા પદને મૂકવા વડે સ્પષ્ટરૂપે કહેલ છે. વિકલ્પશ : = વિસ્તારથી (અધિગમ થાય છે.)
આટલું કહેવા છતાં પણ જો પૂર્વસૂત્રથી ‘અધિગમ:' એવા પદનું અનુવર્તન ન કરાય અર્થાત્ આ સૂત્રમાં ઉતારીને તેનો સંબંધ ન જોડાય તો વાક્ય અપૂર્ણ જ રહે છે. આથી અહીં (આ સૂત્રમાં) ‘અધિગમ:' શબ્દ પૂર્વ-સૂત્રથી અનુવર્તે છે, સંબંધ પામે છે અને આથી ૧. પૂ. । તત્રે - અતોઽનુવર્તતે: મુ. અધિ: ।