________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
किञ्चान्यदित्यनेनोत्तरसूत्रं सम्बन्धयति, नैतावतैव विस्तराधिगमस्तत्त्वानां यतोऽन्यदपि विस्तराधिगतौ कारणमस्ति । किं तत् ? निर्देशादि । के पुनः निर्देशादय इत्यत आहसू० निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ १-७॥ टी० निर्देशस्वामित्वेत्यादि । न तावन्निर्देशादीन् व्याचष्टे सम्बन्धवाक्यमेव समर्थयते
१५४
‘પ્રમાણ’ રૂપ છે. આથી તે જ્ઞાન સમ્યક્ છે અને બોલનાર વ્યક્તિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
બીજા વાક્યમાં વ = 'જ' કારનો પ્રયોગ કરેલો છે, તે નયને સૂચવે છે. પણ સ્વાર્ કહેવાથી બીજા નયની અપેક્ષા છે, આમ બીજા નયને સાપેક્ષ હોવાથી ‘સુનય’ છે. જ્યારે ત્રીજા વાક્યમાં ‘વ’ છે માટે નય-વાક્ય છે, પરંતુ સ્વાર્ = ‘અમુક કોઈક અપેક્ષાએ' એવું પદ મૂકેલું ન હોવાથી, ‘સર્વથા ઘડો જ છે' એવો અર્થ જણાવાથી બીજા નયોની અપેક્ષા વિનાનું = નિરપેક્ષ વાક્ય હોવાથી તે નયાભાસ = દુર્નય કહેવાય અને આ મિથ્યાર્દષ્ટિ નય છે.
=
આ ત્રણ પ્રકારો બીજા આચાર્યના અભિપ્રાય પ્રમાણે છે અને તે પણ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવરને સંમત છે, કારણ કે તેનું ખંડન કરેલું નથી. પ્રથમ અભિપ્રાય અનુસારે તો (૧) સ્વાર્ ભૂતને ઘટોઽસ્તિ એમ પ્રથમ પ્રમાણ-વાક્ય અને (૨) મૂતને ઘટ વાસ્તિ એમ બે વાક્ય સમજવા. કેમકે આ અભિપ્રાયે તો સર્વનયોને ‘મિથ્યાદષ્ટિ' કહેલાં છે અને તે એકાંત એટલે કે ‘સ્વાર્' (અમુક અપેક્ષાએ) એવા પદ વિના કહેવાતા હોવાથી મિથ્યાર્દષ્ટિ ગણાય માટે તે દુર્નય = નયાભાસ કહેવાય, એમ જાણવું. આમ બે જ વિભાગ હોવાથી ‘પ્રમાણ' એ સમ્યગ્દષ્ટિ અને ‘નય’ એ મિથ્યાદષ્ટિ છે એમ કહેલું છે. બાકી ત્રણ વિભાગ પાડવામાં આવે તો પૂર્વે કહ્યા મુજબ નયોના પણ (i) સુનય = સમ્યગ્દષ્ટ અને (ii) નયાભાસ (દુર્નય) મિથ્યાદૅષ્ટિ એમ બે પ્રકાર થઈ શકે છે, એમ વિચારવું.
પ્રેમપ્રભા : અવતરણ : ભાષ્યમાં જે કહ્યું કે વિષ્ણુ અન્યત્ – તેનાથી ઉત્તર સૂત્રની સાથે સંબંધ કરે છે, તે આ રીતે - ફક્ત આ પ્રમાણ અને નયથી જ વિસ્તારથી બોધ થાય છે એવું નથી, કારણ કે બીજું પણ વસ્તુનો વિસ્તારથી બોધ કરવામાં કારણ છે.
પ્રશ્ન ઃ કયા છે તે કારણો ? જવાબ : નિર્દેશ વગેરે કારણો છે. પ્રશ્ન ઃ આ નિર્દેશ વગેરે કારણો કયા કયા છે ? તેના જવાબમાં આગળનું સૂત્ર કહે છે - જવાબ : निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥ १-७ ॥
સૂત્રાર્થ : (૧) નિર્દેશ (૨) સ્વામિત્વ (૩) સાધન (૪) અધિકરણ, (૫) સ્થિતિ અને