________________
१६२ ___तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ૦ ૨ शुभाध्यवसायविशेषेण विशोध्य पुद्गलाः प्रतिसमयमुपभुज्यन्ते अतस्ते सम्यग्दर्शनस्य निमित्तम्, तदुपष्टम्भजन्यत्वात् श्रद्धानपरिणामस्य, ततश्च कारणे कार्योपचाराद् द्रव्यं सम्यग्दर्शनम् । मुख्यया तु वृत्त्या रुचिरात्मपरिणामो ज्ञानलक्षणः श्रद्धासंवेगादिरूपः सम्यग्दर्शनं तेदाप्यात्मद्रव्यमेव द्रव्यनयस्य, पर्यायस्य तु गुणमात्रमवसेयमिति । यदि तर्हि पुद्गला द्रव्यस्वभावा रुचिमापादयन्तः सम्यग्दर्शनमिति भण्यन्ते, न तर्हि क्षीणदर्शनमोहनीयस्य छद्मस्थकेवलिसिद्धजीवस्य सम्यग्दर्शनं प्राप्नोतीत्युक्ते आह-सम्यग्दृष्टिर्जीव इति । सम्यक् शोभना दृष्टिा सत्पदार्थावलोकिनी सा છે? એમ પ્રશ્ન કરાતા નિર્દેશ આ પ્રમાણે થાય છે. જવાબ : સમ્યગૃષ્ટિ જીવ દ્રવ્ય રૂપ છે. જે કારણથી જીવ વડે જે પુગલો વિશિષ્ટ શુભ અધ્યવસાયોથી વિશુદ્ધ કરીને પ્રત્યેક સમયે ઉપભોગ કરાય છે, આથી તે પુદ્ગલો સમ્યગ્દર્શનનું નિમિત્ત બને છે. કારણ કે, તે વિશુદ્ધ કરેલાં પુદ્ગલોના આલંબનથી એટલે કે તેનો ઉદય થવાથી જીવને શ્રદ્ધા રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. આથી કારણમાં (વિશોધિત પુદગલોમાં) કાર્યનો (શ્રદ્ધાપરિણામરૂપ સ.દનો) ઉપચાર કરવાથી તે વિશુદ્ધ કરેલાં પુદ્ગલોને “સમ્યગુદર્શન” કહેવાય
છે.
જ દ્રવ્યનચ અને પર્યાય નથી સમ્યગ્દર્શન * મુખ્ય રીતિએ (વાસ્તવિક રૂપે-પ્રધાનપણે) વિચારીએ તો રુચિરૂપ એવો જે જ્ઞાનાત્મક, શ્રદ્ધા-સંવેગાદિસ્વરૂપ આત્મ – પરિણામ, તે સમ્યગદર્શન છે. અને ત્યારે પણ દ્રવ્ય – નયના (દ્રવ્યાર્થિક નયના) મતે તો સમ્યગદર્શન આત્મદ્રવ્ય સ્વરૂપ જ છે, જયારે પર્યાયનયના (પર્યાયાર્થિક નયના) મતે તો ફક્ત ગુણરૂપ સમ્યગ્દર્શન છે. (આમ ભાગમાં જે સમ્યગદર્શનને દ્રવ્ય કહેલું છે, તે દ્રવ્ય-નયથી સમજવું.)
શંકા : આ રીતે જો રુચિને-શ્રદ્ધાને ઉત્પન્ન કરનારા દ્રવ્યસ્વરૂપ પુદગલો એ જો સમ્યગદર્શન કહેવાય, તો પછી જે જીવોએ દર્શન - મોહનીય કર્મનો = પુદ્ગલોનો સર્વથા ક્ષય કરેલો છે, એવા (i) છદ્મસ્થ જીવને તથા (i) કેવળી ભગવંતોને અને (ii) સિદ્ધના જીવોને (તેવા દ્રવ્યરૂપ પુદ્ગલોનો અભાવ હોવાથી) સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી ઘટશે નહીં. (આવી આપત્તિ અમને ઇષ્ટાપત્તિ રૂપ જ છે એ પ્રમાણે) આનું સમાધાન આપતાં આ દરેક અવયવને વિગતથી ભાષ્યકાર કહે છે
સમાધાન : સમષ્ટિ જીવ (i) અરૂપી (i) નોસ્કંધ અને (i) નોગ્રામ હોય છે. ૨. પૂ.સા.-શે. . તથા મુ. ૨. પૂ. I નીચે મુ. રૂ. a.પ.પૂ.મૈ. દૃષ્ટિની 5. I