________________
१४२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગo ? જોઈએ ને? નામ વગેરે ત્રણ શા માટે કહેલાં છે?
જવાબ : સાચી વાત છે કે જીવાદિ પદાર્થોના ભાવ નિક્ષેપની જ મહત્તા હોવાથી અને તેનો જ બોધ કરવો ઈષ્ટ હોવાથી તેનો જ ન્યાસ કરવો જોઈએ. પણ ફક્ત જીવાદિના ભાવ-નિક્ષેપનો ન્યાસ કરવાથી ભાવ-જીવાદિ પદાર્થોનો વાસ્તવિક સ્પષ્ટ બોધ થતો નથી, કિંતુ નામાદિ નિક્ષેપની રચના કરાય ત્યારે જ “ભાવ-નિક્ષેપનો સ્પષ્ટ બોધ થતો હોવાથી નામાદિ ત્રણ નિપાઓ કરવા જરૂરી છે.
જેમ એકલા રાજાની કોઈ મહત્તા હોતી નથી, પણ જ્યારે તે મંત્રી, સામંત, સૈન્ય, પરિવાર, મિત્રાદિ વર્ગથી પરિવરેલો હોય ત્યારે જ તેની મહત્તા જણાય છે. જેમાં મોટી લીટીની મોટાઈનો પણ ત્યારે જ ખ્યાલમાં આવે છે, જ્યારે તેની આજુબાજુમાં નાની લીટીઓ હોય. એકલી લીટી હોય તો કોનાથી મોટી અથવા નાની કહી શકાય? આમ જિનશાસનમાં મુખ્યત્વે ભાવની મહત્તા છે છતાંય તે ભાવ-નિક્ષેપની મહત્તા ત્યારે જ જણાય છે, સમજાય છે, કે જ્યારે વિવલિત જીવાદિ વસ્તુના નામ, સ્થાપના અને દ્રવ્ય રૂપ નિક્ષેપાઓ કરાય. માટે જ નામાદિ નિક્ષેપાઓ ભલે હેય. ત્યાજય હોય (જીવાદિની અપેક્ષાએ), છતાંય તે ભાવ-નિક્ષેપને સારી રીતે જાણવા માટે ખૂબ જ ઉપયોગી બનવાથી તેનો શાસ્ત્રમાં નિર્દેશ કરેલો છે.
વળી વસ્તુ વિશેષે એટલે કે અમુક વસ્તુઓનો ભાવ ઉપરાંત નામ, સ્થાપના, દ્રવ્ય એ ત્રણેય નિક્ષેપનું મહત્ત્વ છે. દા.ત. તીર્થકર, ગણધર, ગુરુ આદિ પૂજ્ય પુરુષોના ચારેય નિક્ષેપાઓનો મહિમા છે અર્થાત્ તેઓનો જેમ ભાવ-નિક્ષેપ પૂજ્ય છે, તેમ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાઓ પણ પૂજ્ય છે, પણ ત્યાજ્ય નથી. કારણ કે, “ભાવ”ની જેમ નામ, સ્થાપના અને દ્રવ્ય એ પણ તે તે વસ્તુના ધર્મો છે. નામ તરીકે, “તીર્થકર' “અરિહંત' એવા શબ્દ રૂપ નામો સ્વભાવતીર્થકરના ધર્મો છે, કારણ કે તેનાથી ભાવ-તીર્થકરનો બોધ થઈ શકે છે. તથા સ્થાપના-તીર્થકર એટલે કે દેવાધિદેવની પ્રતિમાદિથી પણ ભાવ-તીર્થકર જણાય છે, યાવતુ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ભાવિ તીર્થકર જે હજી કદાચ જન્મ હોય, સંસારમાં હોય, તેઓના દર્શનાદિથી દેવમનુષ્ય આદિ શ્રદ્ધાળુ જીવોને ભાવિ ભાવ-તીર્થકરનો ખ્યાલ આવે છે, માટે જ તેઓનો જન્મોત્સવ કરે છે, વિવિધ રીતે વિશિષ્ટ સેવા શુશ્રુષા, ભક્તિ દાખવે છે, દીક્ષા મહોત્સવ વગેરે દેવો પણ ઉજવે છે. આમ દ્રવ્ય તીર્થંકરાદિની પણ પૂજ્યતા અબાધિત છે. ભાવ તીર્થકરની બાબતમાં તો પ્રશ્ન જ નથી, કારણ કે, તેઓના ૩૪ અતિશયોના વર્ણનથી તથા વાણીના ૩૫ ગુણોથી જ તેઓનું પૂજયપણું અને વિશિષ્ટ યોગ-મહિમા જણાઈ આવે છે.
કહેવાનો ભાવ એ છે કે, નામ વગેરે નિક્ષેપાઓ જીવ વગેરે પદાર્થોની અપેક્ષાએ ખાસ મહત્ત્વના નથી. સિવાય કે તેઓ ‘ભાવ-જીવ'નો યથાર્થ બોધ કરવામાં ઉપયોગી બને છે. છતાંય