________________
१४८ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ यदा त्वधिकरणे प्रमाणमित्येतत् तदा प्रमीयतेऽस्मिन् बहिरङ्गोऽर्थ इति प्रमाणम् आत्मन्येव बहिरङ्गार्थप्रतिबिम्बनात्, न हि विषयाकाराऽनारूषितं तज्ज्ञानं तस्य परिच्छेदे वर्तते । यदा तु तेन विषयाकारेण तज्ज्ञानं परिणतं भवति तदा तस्य वस्तुनः परिच्छेदः, अन्यथा नेति । द्विविधमित्यनेन सङ्ख्यानियम इति द्विविघमेव न पुनस्रिविधादि । कथं द्वैविध्यमिति चेत् ? उच्यते-इहैवाध्याये प्रत्यक्षं परोक्षं चेति वक्ष्यते [१-११, १२] उपरिष्टात् । पराणि આત્માના સાધન તરીકે જણાવેલાં નથી. અહીં માત્મનોવિમર્શ' પાઠ લઈએ તો “આત્માથી અભિન્ન એવા મતિ-આદિ પાંચ જ્ઞાનો એ પ્રમાણ છે” એમ અર્થ જાણવો)
પ્રેમપ્રભા : જ્યારે અધિકરણ” = આધાર અર્થમાં “પ્રમાણ' શબ્દની સિદ્ધિ કરાય, જેમ કે, પ્રયતે સ્મિન રૂતિ પ્રમાણમ્ જેમાં બહિરંગ અર્થ = બાહ્ય પદાર્થ જણાય તે “પ્રમાણ કહેવાય. બહિરંગ વસ્તુનું પ્રતિબિંબ = પ્રતીતિ આત્મામાં જ થતી હોવાથી આત્મા એ પ્રમાણ છે. જે જ્ઞાનની બાહ્ય વિષયના આકારે પરિણતિ (વ્યાપ્તિ) થતી નથી તે જ્ઞાન તે વિષયનો બોધ કરતું નથી, બોધ કરવાને સમર્થ બનતું નથી. આથી જ્યારે શેયર વિષયના આકારે તે જ્ઞાન પરિણત થયેલા હોય, ત્યારે તે વિષયનો બોધ જ્ઞાનમાં થાય છે, નહિતર બોધ થતો નથી.
ચંદ્રપ્રભા : અહીં “આત્માને પ્રમાણ કહેલ છે તે જ્ઞાનગુણથી અભિન્ન હોવાની અપેક્ષાએ કહેલ છે, એમ સમજવું. આત્માને થતું વિષયનું જ્ઞાન એ આત્માના સ્વભાવરૂપ જ હોવાથી જ્ઞાન આત્માથી અભિન્ન છે. આથી જ્ઞાનમાં વસ્તુ જણાય છે એમ કહેવું એટલે આત્મામાં વસ્તુ જણાય છે એમ કહેવા બરાબર છે. આથી આત્માથી અભિન્ન અતિઆદિ જ્ઞાન થવાથી આત્માને પ્રમાણ કહેવાય છે.
પ્રેમપ્રભા : દ્વિવિધક્ = પ્રમાણના બે ભેદ છે, એમ કહેવાથી સંખ્યાનો આ પ્રમાણે નિયમ કરેલો છે “બે જ પ્રમાણ છે, ત્રણ નહીં.”
પ્રશ્ન : પ્રમાણના બે ભેદ શી રીતે થાય ?
જવાબ : આ જ પ્રથમ અધ્યાયમાં આગળ (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ એમ પ્રમાણના બે ભેદો કહેવાશે. સૂિ. ૧-૧૧, ૧૨] તેમાં (૧) પરોક્ષ-પ્રમાણઃ પરોક્ષ = એટલે પરના નિમિત્તે થતું જ્ઞાન. પર = એટલે નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ (આગળ કહેવાતાં સ્વરૂપવાળી) નિવૃત્તિરૂપ ઇન્દ્રિય અને ઉપકરણરૂપ ઇન્દ્રિય (અ.૨, સૂ. ૧૭] તથા મનોવર્ગણાના પુદ્ગલના પરિણામ વિશેષ