________________
१५०
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
(१-१२) दर्शयिष्यति । एवं प्रमाणावयवं निर्भिद्य व्युत्पत्त्यादिद्वारेण नयावयवं विभजन्नाहनयाश्चेत्यादि । नयन्तीति नयाः कारकाः व्यज्जका इति यतः कंत्रर्थं दर्शयिष्यति भाष्यकारः, ये ह्यनेकधर्मात्मकं वस्त्वेकेन धर्मेण निरूपयन्ति एतावदेवेदं नित्यमनित्यं वेत्यादिविकल्पयुक्तं ते नया नैगमादयो वक्ष्यन्ते ( १ - ३४) ।
ननु च प्रमाणमपि सामान्यविशेषात्मकवस्तुपरिच्छेद्येव, नया अपि चैवंविधविषयोपनिपातिन एवेति नास्ति कश्चिद् विशेषः, ज्ञानात्मकत्वाद् हि नया न भेदेनोपादेयाः प्रमाणादिति । असत्या एव नया इति चेद्, अतो हेयतया न्याय्यमुपादानमिति । एतदपि ન, યતો વક્ષ્યતિ–“ન વિપ્રતિપત્તયોઽધ્યિવસાયાતિ” [સૂ॰ -રૂ મા૦] | તથા
* ‘નય' ની વ્યુત્પત્તિ અને લક્ષણ
આ પ્રમાણરૂપ અવયવનું વિભાગીકરણ કરીને હવે વ્યુત્પત્તિ વગેરે દ્વારા નય રૂપ અવયવનો વિભાગ કરતાં ભાષ્યકાર કહે છે, નૈગમ વગેરે (પાંચ ભેદવાળા) નયો છે અને આગળ તેનું નિરૂપણ કરાશે. નન્તિ ત્તિ નયાઃ । જે લઈ જાય, અમુક ઇષ્ટ અર્થને પમાડે અર્થાત્ જણાવે તે ‘નયો' એટલે ‘કારકો' = ભંજકો.. આ પ્રમાણે ‘કર્તા’રૂપ અર્થમાં વ્યુત્પત્તિ કરીને ‘નય' શબ્દના અર્થને ભાષ્યકાર ભગવંત આગળ દર્શાવશે. સામાન્યથી નયની વ્યાખ્યા જણાવતાં ટીકાકાર કહે છે - (૨) નય : જે અનેક ધર્માત્મક (ધર્મમય, ધર્મ સ્વરૂપ) વસ્તુનુ કોઈ એક જ ધર્મ વડે (એક જ ધર્મને આગળ કરીને) નિરૂપણ કરે, જણાવે જેમ કે, આ વસ્તુ આ પ્રમાણે નિત્ય જ છે અથવા અનિત્ય જ છે વગેરે વિકલ્પોથી યુક્ત વસ્તુનું નિરૂપણ કરે તે ‘નયો’ કહેવાય અને તે નૈગમ વગેરે ભેદવાળા છે, જે આગળ આ જ પ્રથમ અધ્યાયમાં [સૂ.૧-૩૪માં] કહેવાશે.
જ
(પૂર્વપક્ષ) શંકા : ઉપર કહ્યા મુજબ તો પ્રમાણ પણ સામાન્ય-વિશેષ સ્વરૂપ વસ્તુનું જ્ઞાન કરનારું જ છે અને નયો પણ આવા પ્રકારના જ વિષયને લાગુ પડે છે અર્થાત્ આવા વિષયનું જ જ્ઞાન કરનારા છે. આથી આ બે વચ્ચે કોઈ તફાવત નથી. નયો પણ જ્ઞાનવિશેષ રૂપ જ હોવાથી જ્ઞાનાત્મક પ્રમાણથી જુદા ગ્રહણ કરવા યોગ્ય નથી.
અહીં કદાચ તમે કહેશો કે, “નયો અસત્ય છે (એક જ ધર્મને આગળ કરીને બોધ કરવાથી અધૂરા-આંશિક સત્ય છે) આથી હેયરૂપે જ તેઓનું ગ્રહણ કરવું ન્યાય-સંગત છે.” તો એ વાત પણ બરાબર નથી, કારણ કે, આગળ કહેવાના છે કે, ‘F ૨. પાવિવુ । સૂત્રાર્થ મુ. । ૨. સર્વપ્રતિષુ । વસાયા૦ કૃતિ॰ મુ. |