________________
तत्त्वार्थाधिगमसूत्रम्
१४६
[o
[-૧૦, ૧-રૂ] પ્રમાળનયરૂપેખાધિામ:-પરિચ્છેવો ભવતિ । તત્ થિત-ચવા યજ્ઞધિયાमस्तदा तदा न प्रमाणनयान् विरहय्येति । न चायं पर्यनुयोगः कार्यः-प्रमाणनयैः कथं भवत्यधिगम इति ? यस्माज्ज्ञानविशेषाः प्रमाणानया:, अतः प्रकाशस्वभावत्वात् प्रदीपवदधिगमशक्तिता ।
अथ कतिविधं प्रमाणमिति सङ्ख्यानियमाय प्रश्नयति । आह-तत्र प्रमाणं द्विविघम् । પ્રમાણ અને નયો વડે વિસ્તારથી બોધ થાય છે.
પહેલાં દરેક જીવાદિ અર્થોનું સામાન્યથી (૧) જીવ, (૨) અજીવ ઇત્યાદિ રૂપે પ્રકાશન (ઉદ્દટ્ટન) કરાય... પછી અપકૃષ્ટ = સાધારણ એવા જીવાદિ અર્થનો આગળ કહેવાતાં (i) લક્ષણ અને (ii) વિધાનરૂપ તથા પ્રમાણ અને નયો રૂપ વિસ્તાર વડે બોધ થાય છે.
ચંદ્રપ્રભા : અહીં જો કે, ભાષ્યકાર મહર્ષિના વિધાનનો સીધો અનુવાદ કરીએ તો, જીવાદિ તત્ત્વોનો (૧) પ્રમાણ અને (૨) નયો વડે વિસ્તારથી બોધ થાય છે, એમ અર્થ થાય... વિસ્તારથી એટલે સામાન્ય-વિશેષાદિ સર્વ પ્રકારે અને વિશદ-અવિશદ આદિ રૂપ વિસ્તાર વડે બોધ થાય છે. આમ બે પક્ષ થાય - (૧) વિસ્તાર સ્વરૂપ પ્રમાણ અને નયો વડે બોધ થાય છે, એવો એક પક્ષ છે. જ્યારે બીજો પક્ષ છે, ‘પ્રમાણ અને નયો વડે અનંત૨-હમણાં કહેલ લક્ષણ અને વિધાન સ્વરૂપ વિસ્તારથી બોધ થાય છે. આમાં બીજો પક્ષ પ્રશસ્ત જણાય છે.
* પ્રમાણ અને નય વડે જ પદાર્થનો બોધ થાય
પ્રેમપ્રભા : અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે કે, જ્યારે જ્યારે પણ અધિગમ થાય, બોધ થાય, ત્યારે ત્યારે (૧) પ્રમાણ અને (૨) નયો એ બે વિના થતો નથી.
શંકા : પ્રમાણ અને નયો વડે બોધ શી રીતે થાય ? બોધ તો જ્ઞાનથી થાય છે.
સમાધાન : ના, અહીં આવો પ્રશ્ન કરવો યોગ્ય નથી... કારણ કે પ્રમાણ અને નયો એ જ્ઞાનના જ પ્રકારો છે અર્થાત્ તેઓ એક પ્રકારના જ્ઞાન જ છે. આથી તેઓ દીવાની જેમ પ્રકાશ કરવાના સ્વભાવવાળા હોવાથી પદાર્થોનો બોધ કરવાના (પ્રકાશિત કરવાના) સામર્થ્યવાળા છે.
અહીં પ્રમાણોની સંખ્યાનું નિયમન કરવા = ચોક્કસતા કરવા પ્રશ્ન ઉઠાવે છે, પ્રશ્ન ઃ પ્રમાણો કેટલાં પ્રકારના છે ? આનો જવાબ આપતાં ભાષ્યકાર ભાષ્યમાં કહે છે, જવાબ :