________________
१४० तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ तदेवं इति प्राप्त्यभिधायित्वे सत्ययमर्थो भव्यशब्दस्य कर्मसाधनपक्षे-प्राप्यन्ते स्वधर्मेर्यानि तानि भव्यान्युच्यन्ते, कर्तृसाधनपक्षे तु प्राप्नुवन्ति तान्येव धर्मादीनीति भव्यानि द्रव्याण्युच्यन्ते इति। एतदाह-प्राप्यन्ते प्राप्नुवन्तीति वा द्रव्याणि । सम्प्रति जीवादीनां न्यासं प्रदW આમ ભૂ ધાતુ વડે પ્રાપ્તિ - અર્થ કહેવાય છે અને આથી ‘મત્ર' શબ્દનો પ્રાપ્ય અર્થ થાય છે. (ટૂંકમાં ‘દ્રવ્ય' શબ્દ એ “ભવ્ય અર્થમાં છે અને “ભવ્ય'નો અર્થ ઉપર મુજબ “પ્રાપ્ય હોવો પણ ઘટે છે. માટે દ્રવ્યનો અર્થ “પ્રાપ્ય થાય છે. અર્થાત્ દ્રવ્ય એ પોતાના ગતિસહાયકતા વગેરે પરિણામ વડે/ગુણો વડે પ્રાપ્ય છે = વ્યાપ્ય છે. આમ દ્રવ્ય એ પ્રાપ્તિ રૂપ (પરિણામરૂપ) લક્ષણવાળું સિદ્ધ થાય છે. આજ હકીકતને હવે નિષ્કર્ષ રૂપે ભાષ્યમાં કહે છે.)
તવમાં આ પ્રમાણે “ભવ્ય' શબ્દએ “પ્રાપ્તિ અર્થનું અભિધાન કરનાર = જણાવનાર તરીકે સિદ્ધ થયે છતે દ્રવ્ય’ શબ્દનો પ્રાપ્તિ-અર્થ સિદ્ધ થાય છે અને તે બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે – (૧) કર્મ-સાધન-પક્ષે- પ્રાર્થને વનિ તાનિ ભવ્યાનિ . જે પોતાના ધર્મો વડે પ્રાપ્ત કરાય તે “ભવ્ય' કહેવાય. તથા (૨) કર્તા રૂપ અર્થમાં પ્રાનુવન્તિ તાનિ થતીતિ તિ જે તે જ ધર્માદિને પ્રાપ્ત કરે છે, તે “ભવ્ય' એટલે કે દ્રવ્ય કહેવાય. (કારણ કે પ્રાનુવન્તિ પ્રાપ્ત કરે છે અર્થાત) દ્રવ્ય એ પોતાના ધર્મોને પ્રાપ્ત કરીને જ રહે છે, વળગીને જ રહે છે. પોતાના ધર્મો વિના દ્રવ્યનું પણ અસ્તિત્વ નથી. દા.ત. જીવ એ પોતાના જ્ઞાન, દર્શન આદિ ગુણોને પ્રાપ્ત કરીને, વળગીને રહે છે. પુદ્ગલ દ્રવ્ય એ પોતાના રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ ધર્મોને પામીને વ્યાપીને રહે છે તથા ધર્માસ્તિકાય એ પોતાના ગતિસહાયતા ધર્મને વ્યાપીને રહે છે, ઈત્યાદિ જાણવું.
વળી પ્રાથને = પ્રથમ પક્ષ દ્રવ્ય પણ (ભવ્ય = પ્રાપ્ય હોવાથી) પોતાના ધર્મો વડે પ્રાપ્ત કરાય છે. અર્થાત્ દ્રવ્યના ધર્મો (ગુણો અથવા પર્યાયો) એ દ્રવ્યને પ્રાપ્ત કરીને વળગીને રહે છે, દ્રવ્ય વિના તેના ધર્મોનું અસ્તિત્વ સંભવતું જ નથી. માટે પોતાના ધર્મો વડે દ્રવ્ય પ્રાપ્ત કરાય છે, વ્યાપીને-વળગીને રહેવાય છે. દા.ત. જ્ઞાન-દર્શનાદિ જીવના ધર્મો વડે જીવને પ્રાપ્ત કરીને, વળગીને જ રહેવાય છે. જીવ રૂપ દ્રવ્ય વિના તે ધર્મો સંભવતાં નથી. તેમજ રૂપ, રસ વગેરે પુગલના ધર્મો એ પુદ્ગલોમાં અવશ્ય રહે છે. તે વિના સંભવી શક્તા નથી. માટે તે રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ ધર્મો વડે પુદ્ગલ - દ્રવ્ય પ્રાપ્ત કરાય છે, વળગીને, વ્યાપીને રહેવાય છે. તે જ રીતે ગતિ - સહાયતાદિ ધર્મો ૨. પવિપુ ! ધર્મે મુ. I