________________
१३६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૨ तिष्ठति अवगाहमाने वा जीवे पुद्गले वा गमनादिपरिणामस्तेषामुपचर्यते, अतो हि प्राप्तिलक्षणानि વક્ષ્યને !
* ઉપચારથી ધમસ્તિકાય વગેરેમાં પણ ગુણ-પાંચની ઉત્પત્તિ-વિનાશ જ
ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો જો કે એક અને નિત્ય દ્રવ્ય છે, તેથી તેના સ્વાભાવિક) ગુણ-પર્યાયો પણ નિત્ય જ છે. છતાં ઉપચારથી તેઓમાં પણ ગુણ-પર્યાયની પ્રાપ્તિ કહેવી શક્ય છે. કેમ કે આ ધર્માદિથી અન્ય દ્રવ્યો = જીવ અથવા પુદ્ગલો જયારે ગતિ કરે છે અથવા સ્થિર થાય, (સ્થિતિ કરે છે) અથવા (આકાશ-ક્ષેત્રમાં) અવગાહન કરે છે ત્યારે તે જીવ-પુદ્ગલ દ્રવ્યોના ગમન, સ્થિતિ અને અવગાહન રૂપ પર્યાયોનો તેમાં (ગમનાદિમાં) સહાયક બનનાર ક્રમશઃ ધર્માસ્તિકાયદિ ત્રણ દ્રવ્યોમાં હોવાનો ઉપચાર કરાય છે. અર્થાત્ ઉપચારથી તે ગમન-અવસ્થાન-અવગાહન રૂપ ધર્મો (પર્યાયો) ક્રમશઃ ધર્મ-અધર્મ-આકાશ રૂપ ત્રણ અસ્તિકાયોમાં છે, એવી વિવક્ષા કરાય છે. આથી ધર્માસ્તિકાયાદિ ત્રણના ધર્મો (ગુણપર્યાયો) પણ પ્રાપ્તિ-લક્ષણવાળા છે. અર્થાત્ નિત્ય નથી પણ ફેરફાર/બદલાવના અવકાશવાળા છે. '
ચંદ્રપ્રભાઃ દા.ત. જયાં ઘડો પડેલો છે, તે આકાશ-પ્રદેશ કહેવાય. તે આકાશ પ્રદેશમાં ઘટને અવકાશ આપવાનો પર્યાય ઉત્પન્ન થયો, એમ કહેવાય. હવે તે ઘડાને કોઈ માણસ અન્ય ઠેકાણે લઈ જાય ત્યારે મૂળ-સ્થાનમાં ઘટને અવકાશ આપવાનો પર્યાય નષ્ટ થાય છે. પરંતુ જે અન્યસ્થાનમાં ઘડો લઈ જવાયો, તે આકાશ-ક્ષેત્રમાં ઘડાને અવકાશ આપવાનો નવો ગુણ પેદા થાય છે. હવે જ્યારે મૂળ સ્થાનેથી ઘડો અન્ય સ્થાને લઈ જવાયો, ત્યારે ત્યાં રહેલ ધર્માસ્તિકાય દ્રવ્યમાં ઘડા સંબંધી ગતિ-સહાયક પર્યાય ઉત્પન્ન થયો જ્યારે તે ઘડો અન્ય સ્થાને પહોંચ્યો, અર્થાત્ ગતિનો વિરામ થયો, ત્યારે ધર્માસ્તિકાયમાં તે ગતિ-સહાયક પર્યાય નાશ પામ્યો. જયારે તે ઘડો અન્ય સ્થાને સ્થિર થયો, ત્યારે તેમાં સહાયક બનનાર અધર્માસ્તિકાય-દ્રવ્યમાં ઘટ-સંબંધી સ્થિતિસહાયકતા પર્યાય પેદા થયો. અને ત્યાં રહેલ આકાશમાં વળી ઘડાને અવકાશ આપવાનો પર્યાય ઉત્પન્ન થયો. આમ પટ વગેરે સંબંધી પણ સમજવું તથા જીવ વગેરેના પણ હલન-ચલન સ્થિર થવું વગેરેમાં સહાય બનનાર તે તે ઠેકાણે રહેલ ધર્માસ્તિકાય વગેરેમાં ગતિ-સહાયકતા વગેરે પર્યાયની ઉત્પત્તિ અને ગતિ વગેરેનો વિરામ થતાં ગતિ-સહાયતા વગેરે પર્યાયનો નાશ વગેરે થાય છે એમ ઉપચારથી કહેવું. અર્થાત્ વસ્તુતઃ તો ગતિ વગેરે જીવ અને પુદ્ગલમાં જ થાય છે, પરંતુ ઉપચારથી તેમાં સહાયક નિમિત્ત માત્ર બનનાર (ત્યાં રહેલા) ધર્માસ્તિકાયમાં પણ તે તે ગતિ-સહાયતા વગેરે પર્યાય ઉત્પન્ન થયા એમ કહેવાય છે. આ રીતે તો ધર્માસ્તિકાય વગેરે ચૌદ