________________
સૂ૦૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१३७ अथवा भावद्रव्यमिति, द्रव्यार्थ उपयुक्तो जीवो भावद्रव्यमुच्यते, एतद् वा कथयत्यनेन भाष्येण आगमतश्चेत्यादिना । अथवा प्राप्तिलक्षणानीति यदुक्तं सा न स्वमनीषिका, यत आगमे आप्त एवमुपदिदेश-प्राप्तिलक्षणान्येतानि, कथमिति चेत् ? तदाह-आगमतश्चेत्यादि। રાજલોકમાં વ્યાપ્ત હોવાથી તેમાં અનંતા જીવ અને પુગલોની પતિક્ષણ થતી ગતિ, સ્થિતિ અને અવગાહનના આધારે ધર્માસ્તિકાય વગેરે ત્રણ દ્રવ્યોમાં અનંતા પર્યાયોની ઉત્પત્તિ અને નાશ કહી શકાય છે, એમ જાણવું.
જે વસ્તુ જયાં હોય ત્યાં જ કહેવી તેને વાસ્તવિકતા = પરમાર્થ-દષ્ટિ અથવા તાત્ત્વિકતા કહેવાય. જ્યારે જે વસ્તુ વસ્તુતઃ જ્યાં ન રહી હોય ત્યાં પણ કોઈ સંબંધને લઈને કહેવી, તે ઉપચાર કહેવાય. વ્યવહાર નય ઉપચારને પણ માન્ય રાખે છે, દા.ત. “પર્વત બળે છે, “માંચડા અવાજ કરે છે. આમાં તત્ત્વતઃ પર્વત ઉપરના વૃક્ષો બળતાં હોય તો પણ વ્યવહારમાં “પર્વત બળે છે એમ કહેવાય છે. તથા વસ્તુતઃ માંચડા ઉપર બેઠેલાં લોકો ઘોંઘાટ કરતાં હોય તો પણ “માંચડા અવાજ કરે છે” એમ લોકમાં બોલાતું હોય છે. આને “ઉપચાર' કહેવાય. અહીં વૃક્ષોનો અને બોલનારાઓનો આધાર ક્રમશઃ પર્વત છે અને માંચડો છે, માટે પર્વત માંચડા સાથે પણ વૃક્ષ અને બોલનારાઓનો સંબંધ તો છે જ. માટે તેમાં ઉપચાર કરાય છે. આને વ્યવહાર-સત્ય અથવા ઉપચાર-સત્ય કહેવાય છે.
પ્રસ્તુતમાં પણ જ્યારે જીવ અથવા પુદ્ગલો ગતિ વગેરે કરે છે ત્યારે તે ગતિ વગેરે ક્રિયાઓ જીવ-પુદ્ગલમાં રહેલી છે. છતાં ય તે ગતિ વગેરે ધમાસ્તિકાય વગેરે દ્રવ્યોના છે એમ ઉપચારથી કહેવાય છે, કારણ કે તે ગતિ વગેરે ત્રણ કરવામાં અનુક્રમે ધર્માસ્તિકાય વગેરે ત્રણ સહાયક દ્રવ્યો છે. માટે પોતાના સહાયકપણાના સંબંધથી ગતિ વગેરે ક્રિયાઓ ધર્માસ્તિકાય આદિમાં પણ રહેલા છે એમ કહેવામાં દોષ નથી. કારણ કે તેઓ વિના = ધર્માસ્તિકાય વગેરે વિના ગતિ વગેરે થવા સંભવિત નથી. માટે ગતિ વગેરેના ઉપકારક હોવાથી ગતિ વગેરે ક્રમશઃ ધર્મ-અધર્મ-આકાશ રૂપ ત્રણ અસ્તિકાય-દ્રવ્યોમાં હોવાનું ઉપચારથી કહી શકાય છે, તેમાં દોષ નથી એમ જાણવું.
પ્રેમપ્રભા : હવે આગળના ભાષ્યનું ઉત્થાન કરતાં ટીકાકાર કહે છે - અથવા ભાવદ્રવ્ય' એટલે દ્રવ્ય પદાર્થમાં ઉપયોગવાળો બનેલો જીવ તે પણ ભાવદ્રવ્ય કહેવાય. અથવા આ જ વાતને સામત ઇત્યાદિ ભાષ્ય વડે કહે છે. અથવા “પ્રાપ્તિ-લક્ષણવાળા એવું જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું વિશેષણ કહેલું છે, એ વાત પોતાની બુદ્ધિની નિપજ નથી. કેમકે આગમમાં આ હકીકતનો ભગવાને જ ઉપદેશ આપેલો છે કે, આ દ્રવ્યો પ્રાપ્તિલક્ષણવાળા = પરિણામ-સ્વરૂપવાળા છે. પ્રશ્ન : શી રીતે ? તેનો જવાબ ભાષ્યમાં આપે છે. જવાબ : મામિત, ઇત્યાદિ.