________________
સૂ૦ ૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१३३ इत्येतत् कथयति-शून्यो वाऽयं विकल्प इति । पूर्ववत्प्रयोगतो भावना कार्या, एष तावत् तृतीयविकल्पे ग्रन्थकाराभिप्रायः ।।
अपरे तु कथयन्ति विकल्पं तृतीयमन्यथा, तदाह-केचिदप्याहुः इत्यादि ।
भा० केचिदप्याहुः-यद् द्रव्यतो द्रव्यं भवति तच्च पुद्गलद्रव्यमेवेति प्रत्येतव्यम् । अणवः स्कन्धाश्च, सङ्घातभेदेभ्य उत्पद्यन्त इति वक्ष्यामः (५-२५, २६)। भावतो द्रव्याणि धर्मादीनि सगुणपर्यायाणि प्राप्तिलक्षणानि वक्ष्यन्ते (५-३७) । નિયમ = એકાંતે આગ્રહ નથી. આવા આશયથી ભાગ્યમાં કહે છે, શૂન્યો વાર્થ વિન્યા અથવા આ દ્રવ્ય-દ્રવ્ય' એવો વિકલ્પભંગ શૂન્ય જાણવો. અર્થાત્ “દ્રવ્ય પદાર્થમાં તે ઘટતો નથી, એમ સમજવું.
આની પૂર્વની જેમ પ્રયોગ વડે ભાવના કરવી.
ચંદ્રપ્રભા : તે આ પ્રમાણે – જે વસ્તુ હમણાં ગુણ-પર્યાયથી રહિત તરીકે હોવાથી દ્રવ્ય રૂપે ન હોય અને આગામી કાળે દ્રવ્ય રૂપે બનશે અર્થાત્ દ્રવ્યપણું પ્રાપ્ત કરશે એમ સ્વીકારાય તે ‘દ્રવ્ય-દ્રવ્ય' કહેવાય. પણ આમ માનવા જતાં જે અત્યારે દ્રવ્ય રૂપે વર્તે છે એ જ વસ્તુ ભવિષ્યમાં અદ્રવ્યપણાને = અભાવને પામશે એમ પણ તમારે માનવું પડશે. આમ કહેવામાં સિદ્ધાંત સાથે વિરોધ આવશે. કારણ કે સિદ્ધાંતમાં દ્રવ્યમાત્રને નિત્ય = અનાદિ-અનંત કહેલાં છે. કોઈ પણ દ્રવ્ય ક્યારેય પણ સર્વથા નાશ પામતું નથી ફક્ત તેના પર્યાયો = અવસ્થાઓ બદલાય છે, પણ ગુણપર્યાયવાળા રૂપ તેનો સ્વભાવ નષ્ટ થતો નથી. આમ ગુણ-પર્યાયથી રહિત દ્રવ્યનો સંભવ ન હોવાથી તેમ માનવાથી જ ઘટતો એવો દ્રવ્ય-દ્રવ્ય ભાંગો ખાલી છે, તેને કરવા જતાં સિદ્ધાંત સાથે વિરોધ આવવાથી તે ભાંગો ન કરવો.
પ્રેમપ્રભા ત્રીજા વિકલ્પ સંબંધી આ અભિપ્રાય ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનો છે.
બીજા આચાર્ય આ ત્રીજા વિકલ્પને અન્ય રીતે ઘટાવે છે તે કહે છે - વિદુઃા
ભાષ્ય : બીજા આચાર્ય (જુદી રીતે આ ભાંગાને ઘટાવતાં) કહે છે, દ્રવ્યથી જે દ્રવ્ય થાય, તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. અને તે પુદ્ગલદ્રવ્ય જ છે, એમ જાણવું. આ હકીકતને અમે મળવા
ન્યા’ સૂિ. પ/૨૫ અને સયાત- મ્ય ઉત્પાને સૂ. પ/૨૬] એ પ્રમાણે કહીશું.
ગુણ-પર્યાયથી સહિત પ્રાપ્તિ (પરિણામ) લક્ષણવાળા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો છે, તે ભાવથી દ્રવ્ય (ભાવ-દ્રવ્ય) છે અને તે આગળ કહેવાશે. ૨. . પૂ. I શૂન્યો ચંદ્ર મુ. |