________________
१३२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ મ ? वा द्रव्यमिति नाम क्रियते । यत् पुनः स्थाप्यते काष्ठादिषु तत् स्थापनाद्रव्यं विशिष्टाकारमिति । द्रव्यद्रव्यमिति उभाभ्यां द्रव्यशब्दाभ्यां गुणादिभ्यो निष्कृष्य द्रव्यमाने स्थाप्यते । एतदेवाहगुणपर्यायवियुक्तं इत्यादिना । तैविरहितं, न च परमार्थतः शक्यन्ते तेऽपनेतुं, तत्स्वभावत्वाद्, अतः प्रज्ञास्थापितमित्याह । तच्चान्यस्याभावात् षष्ठस्य प्रसिद्धमेव' कथयतिधर्मादीनामन्यतमदिति । यद्यदेवं विवक्षितुं इष्यते तत् तदेषां मध्ये ग्राह्यं नात्र नियम
(૧) નામ દ્રવ્યઃ ચેતનાવાળા કે અચેતન પદાર્થનું જે ‘દ્રવ્ય એવું નામ કરાય, સ્થપાય તે “નામ-દ્રવ્ય' કહેવાય અને (૨) સ્થાપના-દ્રવ્ય : કાષ્ઠ આદિમાં જે વિશિષ્ટ આકારવાળા દ્રવ્યનું સ્થાપન કરાય તે “સ્થાપના-દ્રવ્ય' કહેવાય. (૩) દ્રવ્ય-દ્રવ્ય : આ બે ય ‘દ્રવ્ય શબ્દથી દ્રવ્યને ગુણ વગેરેથી છૂટાં પાડીને દ્રવ્ય માત્રમાં સ્થાપિત કરાય છે. (અર્થાત ગુણપર્યાયમય દ્રવ્યને ફક્ત દ્રવ્યમાં નિયંત્રિત કરાય છે.) આ હકીક્ત જણાવતાં ભાષ્યમાં કહે છે - U/પર્યાવિયુi વગેરે. આમ પ્રજ્ઞા વડે (બુદ્ધિથી) કલ્પિત એવા ગુણ અને પર્યાયથી રહિત એવા ધર્માસ્તિકાય આદિ કોઈ પણ પદાર્થ = દ્રવ્ય એ દ્રવ્યથી દ્રવ્ય = ‘દ્રવ્ય-દ્રવ્ય કહેવાય છે. એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે.
આમાં ગુણપર્યાયથી રહિત એમ કહ્યું, પણ પરમાર્થથી = વાસ્તવિક રીતે તો ગુણપર્યાયોને દ્રવ્યથી જુદા કરી શકાતા નથી, કારણ કે ગુણ-પર્યાય એ દ્રવ્યનો સ્વભાવ છે. આથી “પ્રજ્ઞા-સ્થાપિત’ = બુદ્ધિથી કલ્પિત ગુણપર્યાયથી રહિતપણું કહેલું છે. વળી તેવો (ગુણપર્યાયરૂપ) સ્વભાવ અન્ય કોઈ છટ્ટા દ્રવ્યનો ન હોવાથી “ધર્માસ્તિકાય આદિ (પાંચ) દ્રવ્ય પૈકી કોઈપણ” (એ દ્રવ્યદ્રવ્ય છે) એમ કહેલું છે.
ચંદ્રપ્રભા : આમ તો “કાળ' એ છઠું દ્રવ્ય છે, માટે “પદ્રવ્ય' કહેવાય છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથના રચયિતા શ્રી ઉમાસ્વાતિ મહારાજા “કાળ” દ્રવ્યને અન્ય પાંચ દ્રવ્યોથી અલગ માનતા નથી, પરંતુ અન્ય દ્રવ્યોમાં જ તેનો અંતર્ભાવ કરે છે, આ હકીકત પાંચમાં અધ્યાયમાં જણાવાશે. આથી જ નિત્યે એ પ્રમાણે સૂત્ર [પ-૩૮]માં પ = અન્ય કેટલાંક આચાર્યોના મતે “કાળ' પણ દ્રવ્ય છે' એમ મતાંતર રૂપે જણાવેલું છે.
પ્રેમપ્રભા : હવે ઉપર દ્રવ્ય-દ્રવ્ય ત્રીજો ભાગો કહ્યો, તેમાં પરમાર્થથી જોઈએ તો ગુણપર્યાયથી રહિત દ્રવ્ય સંભવતું ન હોવાથી તેમાં અસ્વરસ જણાવતાં કહે છે, જે જે આ પ્રમાણે નામાદિ રૂપે વિવક્ષા કરવાને ઇષ્ટ હોય અથતુ વિરોધ ન આવે તે રીતે કહી શકાતું હોય તે તે પદાર્થને આ નામાદિ મધ્ય ગ્રહણ કરવા, પણ દરેકના નામાદિ કરવા જ એવો
૨. સર્વપ્રતિપુ ! મેવ તવ મુ.
ધ: I ૨. પૂ. તા. નિ. | ટેવ
મુ. |