________________
૦ ૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१३१ यस्य जीवस्याजीवस्य वा नाम क्रियते द्रव्यमिति तन्नामद्रव्यम् । यत् काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते द्रव्यमिति तत् स्थापनाद्रव्यम्, देवताप्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति । द्रव्यद्रव्यं नाम गुणपर्यायवियुक्तं प्रज्ञास्थापितं धर्मादीनामन्यतमत्। शून्यो वाऽयं विकल्पः ।
प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायाः, पर्यायादन्यः पर्यायः पर्यायान्तरं, तेनाप्यस्य चतुष्टयस्य न्यासः कार्यः, तदाह-नामद्रव्यं इत्यादि । एतद् भाष्यं नामादिजीवव्याख्यानेन भावितमेव यावत् केचिदप्याहुरिति । तथाप्यशून्यार्थमुच्यते-नामद्रव्यं यस्य चेतनावतोऽचेतनस्य જેમ કે), (૧) નામદ્રવ્ય (૨) સ્થાપનાદ્રવ્ય (૩) દ્રવ્યદ્રવ્ય અને ભાવદ્રવ્ય એમ નિક્ષેપાઓ થાય છે. (તેમાં) (i) જે જીવ કે અજીવનું દ્રવ્ય” એવું નામ કરાય તે નામ-દ્રવ્ય કહેવાય. (ii) કાષ્ઠકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ તથા અક્ષનિક્ષેપ(રચના) આદિને વિષે જે દ્રવ્ય” તરીકે સ્થપાય તે સ્થાપના દ્રવ્ય કહેવાય. દેવની પ્રતિમા (બિંબ) એ ઈન્દ્ર, રુદ્ર, સ્કંદકુમાર, વિષ્ણુ એમ કહેવાય છે, તેની જેમ.. (ii) બુદ્ધિથી કલ્પિત (કલ્પના વડે) ગુણ અને પર્યાયથી રહિત, ધર્માસ્તિકાય આદિ પૈકી કોઈ પણ એક દ્રવ્ય. તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. અથવા આ વિકલ્પને શૂન્ય/ખાલી સમજવો.
પ્રેમપ્રભા : પૂર્વોક્ત “જીવ' વગેરે શબ્દોના જે સામાન્ય-વાચક શબ્દો છે, તેમાં પણ નામ વગેરે ચાર ભેદોનો/નિક્ષેપનો અવતાર ઘટના થાય છે, આ વાત જણાવતાં ભાષ્યમાં કહે છે – બીજા પર્યાય શબ્દના પણ નામાદિ ચાર નિક્ષેપો થાય છે. (જીવ, અજીવ, આશ્રવ વગેરે પદાર્થોનો વાચક છે ‘દ્રવ્ય' શબ્દ. આથી જીવ આદિ એ વિશેષ શબ્દ છે અને ‘દ્રવ્ય એ તેઓનો સામાન્યથી વાચક પર્યાય-શબ્દ છે. જે પ્રધાન શબ્દ હોય, તેના તે જ અર્થવાળા અર્થાત્ સમાનાર્થવાળા બીજા શબ્દો હોય તે પર્યાય-શબ્દ કહેવાય. પર્યાયથી અન્ય જે પર્યાય, તે પર્યાયાન્તર (અન્ય પર્યાય) કહેવાય, તેના વડે પણ અર્થાત્ તેના વિષે પણ આ નામાદિ ચાર પ્રકારનો વાસ/નિક્ષેપ કરવા યોગ્ય છે. પ્રસ્તુતમાં જીવાદિના પર્યાય શબ્દોથી અન્ય પર્યાય તરીકે જીવાદિ સામાન્યનો વાચક દ્રવ્ય પદાર્થ છે. ભાષ્યકાર ભગવંતે તેના નામાદિ નિક્ષેપ જણાવેલ છે. નામદ્રવ્ય ઇત્યાદિ...
આ નામદ્રવ્ય વગેરે દ્રવ્યના નિક્ષેપને જણાવતાં ભાષ્યથી માંડીને વિવાદુ: (= કેટલાંક આચાર્યો કહે છે કે, ત્યાં સુધીના ભાષ્યની વ્યાખ્યા પૂર્વે નામજીવ વગેરે નિક્ષેપની વ્યાખ્યા કરવાના અવસારે વિચારણા કરેલી જ છે. (અર્થાત્ તે પ્રમાણે જ અહીં વ્યાખ્યા કરવી.) તો પણ ત્યાખ્યાનું સ્થાન ખાલી ન રહે તે માટે અહીં (સંક્ષેપથી) વ્યાખ્યા કહેવાય છે. ૨. ટીવાનું | શ્રોડયંત્ર મુ. I