________________
ફૂ૦ ૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१२९ वा क्रियते स नामाजीवः । स्थापनाऽजीवः काष्ठादिन्यस्तः। द्रव्याऽजीवो गुणादिवियुतो बुद्धिस्थापितः । भावाजीवो धर्मादिर्गत्याधुपग्रहकारीति । नामाऽऽस्रवो यस्यास्रव इति नाम कृतं स नामास्रवः । स्थापनास्रवः काष्ठादिरचितः । द्रव्यास्रवस्तु आत्मसमवेताः पुद्गलाः अनुदिता रागादिपरिणामेन । भावास्रर्वस्तु त एवोदिताः । द्रव्यबन्धो निगडादिः, भावबन्धः प्रकृत्यादिः । द्रव्यसंवरोऽपिधानं, भावसंवरो गुप्त्यादिपरिणामापन्नो जीवः । द्रव्यनिर्जरा मोक्षाधिकारशून्या व्रीह्यादीनां, भावनिर्जरा कर्मपरिशाटः सम्यग्ज्ञानाधु-पदेशानुष्ठानपूर्वकः । द्रव्यमोक्षो निगडादिविप्रयोगः, भावमोक्षः समस्तकर्मक्षयलाञ्छनः । तथा द्रव्यसम्यग्दर्शनं ગુણાદિથી રહિત (ભિન્ન) તરીકે બુદ્ધિ વડે સ્થાપિત અર્થાત્ કલ્પિત જે અજીવ, તે દ્રવ્યઅજીવ કહેવાય તથા (iv) ગતિ વગેરે કરવામાં ઉપકારક = સહાયક એવા ધર્માસ્તિકાય વગેરે ભાવ-અજીવ કહેવાય.
(૩) આશ્રવ-તત્ત્વ: (i) જે વસ્તુનું “આશ્રવ એવું નામ રાખેલું હોય તે નામ-આશ્રવ કહેવાય. (i) કાષ્ઠ વગેરેમાં રચેલ હોય તે સ્થાપના-આશ્રવ (i) આત્મામાં રાગાદિ પરિણામથી સમવેત = એકમેકરૂપે સંબંધ પામેલાં, ઉદયમાં નહીં આવેલાં કર્મના પુદ્ગલો તે દ્રવ્ય-આશ્રવ કહેવાય. (iv) તે જ આત્મગત પુગલો ઉદયમાં આવેલાં હોય ત્યારે ભાવઆશ્રવ કહેવાય.
(૪) બંધ-તત્ત્વ : બંધ વગેરેના (1) નામ તથા (i) સ્થાપના નિક્ષેપો અજીવ પ્રમાણે સર્વત્ર સમજી લેવા. (જેમ કે, “બંધ’ એવું જેનું નામ હોય તે નામ-બંધ અને કાષ્ઠ આદિમાં બંધની રચના તે સ્થાપના-બંધ. સરળ અને સમાન હોવાથી ટીકાકારે જણાવેલ નથી.) (i) બેડી વગેરેનું બંધન તે દ્રવ્યબંધ કહેવાય. (iv) પ્રકૃતિ વગેરે રૂપે (ચાર પ્રકારે) કર્મનો બંધ તે ભાવ-બંધ કહેવાય.
(૫) સંવર-તત્ત્વ ઃ (i) નામ, (i) સ્થાપના પૂર્વવત) (i) ઢાંકણ વગેરેથી ઢાંકવું તે દ્રવ્ય-સંવર અને (iv) ગુપ્તિ વગેરે પરિણામથી યુક્ત આત્મા તે ભાવ-સંવર કહેવાય.
(૬) નિર્જરા-તત્ત્વ : (નામ-સ્થાપના પૂર્વવતુ) (i) મોક્ષના અધિકારથી શૂન્ય ડાંગર વગેરેનું છૂટું પડવું તે દ્રવ્ય-નિર્જરા અને (iv) સમ્યજ્ઞાન આદિ ઉપદેશ અનુસાર અનુષ્ઠાનપૂર્વક/આચરણપૂર્વક જે કર્મનું ખરવું, નાશ તે ભાવ-નિર્જરા કહેવાય.
(૭) મોક્ષ-તત્ત્વ : (i) નામ, (i) સ્થાપના પૂર્વવત) (i) બેડી વગેરેથી મુક્ત થવું, છૂટા થવું તે દ્રવ્ય મોક્ષ અને (iv) સમસ્ત કર્મનો નાશ થવો તે ભાવ-મોક્ષ કહેવાય. ૨. સર્વપ્રતિષ | ઋવાસ્તુ મુ. |