________________
सू० २]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
प्रशम इत्युच्यते, इन्द्रियार्थपरिभोगव्यावृत्तिर्वा प्रशमः । तस्य प्रशमस्याभिव्यक्ति:- आविर्भावश्चिह्नं लक्षणं भवति सम्यग्दर्शनस्य । यो ह्यतत्त्वं विहायात्मनां तत्त्वं प्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनसम्पन्न इति। संवेगः सम्भीति: जैनप्रवचनानुसाराद् यस्य भयं नरकादिगत्यवलोकनाद् भवति, त एव जीवाः स्वकृतकर्मोदयान्नरकेषु तिर्यक्षु मनुषेजु महद् दुःखं शारीरमनसं शीतोष्णादिद्वन्द्वापात-जनितं भारारोपणाद्यनेकविधं दारिद्यदौर्भाग्यादि चानुभवन्तिं तद् यथैतन् न भविष्यति तथा यत्नं करोमिइत्यनेनापि संवेगेन लक्ष्यते, समस्ति अस्य सम्यग्दर्शनमिति । निर्वेदो विषयेष्वनभिष्वङ्गः अर्हदुपदेशानुसरातिया यस्य भवति, यथेहलोक एव प्राणिनां રૂપે પ્રકાશિત કરાયેલ એવા પ્રવચન-દ્વાદશાંગીમાં કહેવાયેલ જીવાદિ તત્ત્વો ઉ૫૨ અભિનિવેશ એટલે કે રાગ, ઉત્કટ હાર્દિક બહુમાન, પક્ષપાત હોવાથી જે કષાયાદિ દોષોનો ઉપશમ થાય છે, તેને ‘પ્રશમ’ કહેવાય છે. અથવા (ii) ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોના ભોગવટાથી નિવૃત્ત થવું તે ‘પ્રશમ' કહેવાય. આવા પ્રશમ ગુણની અભિવ્યક્તિ આવિર્ભાવ તે સમ્યગ્દર્શનનું ચિહ્ન/લક્ષણ છે. જે પરમત વડે કલ્પિત વસ્તુ સ્વરૂપ અથવા તો સ્વમતમાં પણ એક જ નય વડે માનેલ વસ્તુ સ્વરૂપ અતત્ત્વનો ત્યાગ કરીને પોતાના આત્મા વડે - હૈયાથી જીવાદિ તત્ત્વનો સ્વીકાર કરનારો છે, તે (પ્રશમાદિ ગુણો દ્વારા) સમ્યગ્દર્શનથી સંપન્ન છે, સમ્યગ્દશનને પામેલો છે એમ જણાય છે.
=
=
५३
(૨) સંવેગ : એટલે સમ્યક્-સાચો ભય (સંભીતિ)... જિનેશ્વર દેવે પ્રરૂપેલ (જૈન) પ્રવચન અનુસારે જેને નરક વગેરે ગતિનું અવલોકન (જ્ઞાન) થવાથી સંસારથી જે ભય ઉત્પન્ન થાય છે, તે સંવેગ કહેવાય. એના એ જ જીવો પોતે કરેલાં કર્મોના ઉદયથી તેના ભોગવટા રૂપે અનેક પ્રકારના નરક, તિર્યંચ અને મનુષ્યના ભવોમાં મોટાં દુ:ખો જેવા કે, શારીરિક તથા માનસિક દુઃખો તેમજ ઠંડી, ગરમી વગેરે દ્વન્દ્વોના (તેવા પરસ્પર વિરોધી આફતોના) આવી પડવાથી ઉત્પન્ન થયેલાં દુ:ખો; વળી ભારનું આરોપણ, વેંઢારવું વગેરે અનેક પ્રકારના દુઃખો, તેમજ દરિદ્રતા અને દુર્ભાગ્ય આદિ દુઃખોને ભોગવે છે, અનુભવે છે. આથી ‘જે રીતે આ દુઃખો ન થાય, ન આવે એ રીતે પ્રયત્ન કરું.” (અર્થાત્ દુઃખના કારણભૂત પાપ અને દોષો ન સેવવા પડે, ઓછા થાય અને તેવા પાપમય સંસારથી ક્યારે છૂટીને શુદ્ધ રત્નત્રયીની આરાધના કરીને મુક્તિ પામુ ઈત્યાદિ વિચારણા પણ ગર્ભિત રીતે કરે.) એવો ભાવ હૃદયમાં પૈદા થાય છે. આમ આ સંવેગરૂપ ભાવથી પણ જણાય છે કે, આ જીવમાં સમ્યગ્દર્શન છે.
૨. પાğિ હૈ. । ભતાતત્વ॰ મુ. | ૨. સર્વપ્રતિષુ । માનસશી॰ મુ. । રૂ. સર્વપ્રતિવુ । મતિ॰ મુ. । ૪. પૂ. । પા:૦
મુ. ।