________________
६६
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ भाष्य' आह-ज्ञानदर्शनेत्यादि ।
भा० ज्ञानदर्शनोपयोगलक्षणो जीव इति वक्ष्यते (२-८)।
येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत्पर्यन्तं यदुक्तं कस्येति ? जीवस्येति ब्रूमः । किंलक्षणो जीव इति ? । न ह्यपरिज्ञाते जीवे तस्यैष इति शक्यं प्रतिपत्तुमिति । उच्यतेહોય તો પણ એક જ અર્થને જણાવનાર છે, એમ વ્યવહારનય સ્વીકારે છે.) જ્યારે નિશ્ચયનય થી તો સર્વ શબ્દો ભિન્ન ભિન્ન અર્થવાળા છે. (કારણ કે, નિશ્ચય-દષ્ટિ સૂક્ષ્મતાથી વિચાર કરે છે. આથી શબ્દ બદલાતાં તેનો અર્થ પણ બદલાય છે, એમ માને છે...)
સમ્યગદર્શનના કારણભૂત અનિવર્તિ-પરિણામની (નિસર્ગની) પ્રાપ્તિનો ક્રમ જ (અહીં શિષ્યાદિ પ્રશ્ન કરે છે-) પ્રશ્ન : નિસર્ગ રૂપ જે અનિવર્તિ-પરિણામ છે, તેનું સ્વરૂપ તો જાણ્યું. પણ તે કોને અર્થાત્ કેવા જીવને ઉત્પન્ન થાય છે ? અથવા શી રીતે તેની પ્રાપ્તિ થાય છે ? (આવો પ્રશ્ન પુછાતાં ગ્રંથકાર ભગવંત ભાષ્યમાં ઉત્તર આપતાં કહે છે-) ઉત્તર :
ભાષ્ય : જ્ઞાન, દર્શનના ઉપયોગ રૂપ લક્ષણ (સ્વરૂપ) વાળો જીવ છે, એમ આગળ (અ.૨,સૂ.૮માં) કહેવાશે. આવા જીવને જેની કોઈ આદિ (શરૂઆત) નથી એવા (અનાદિ) સંસારમાં પરિભ્રમણ કરતાં.
પ્રેમપ્રભાઃ સમ્યગદર્શન અને તેના કારણભૂત અનિવર્તિ પરિણામ કોને-કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનો વિસ્તારથી ઉત્તર ભાષ્યકાર ભાષ્યમાં આપે છે. આથી ટીકાકાર ભગવંત તે લંબાણથી આપેલા જવાબમાં પદોનો પરસ્પર સંબંધ જોડી આપવા ટીકામાં પ્રશ્ન કરે છે- પ્રશ્ન : ભાષ્યમાં “જેથી આને ઉપદેશ વિના સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે.” એવા અર્થવાળા જે “નાડનુપદેશાત્ નમુત્ય એટલાં સુધીનો જ ભાષ્ય-ગ્રંથ કહેલો છે, તે કોના સંબંધી છે? અર્થાત્ કોને સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે? ઉત્તર : જીવ સંબંધી તે કહેલું છે. અર્થાત્ જીવને સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન: ભલે, પણ તે જીવનું લક્ષણ શું છે? જ્યાં સુધી જીવ શું છે, અર્થાત્ તેનું લક્ષણ/ સ્વરૂપ શું છે, તે ન જણાય ત્યાં સુધી તેને આ (પરિણામ આદિ) થાય છે એમ જણાવું શક્ય નથી.
ઉત્તર : સારું, અમે જીવનું લક્ષણ કહીએ છીએ, જુઓ – “જ્ઞાન વગેરે ઉપયોગ રૂપ લક્ષણવાળો જીવ છે” અર્થાત જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ૨. પૂ. I A૦ મુ. |