________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१०७ कुम्भवदाकारोऽर्थो वस्तुत्वात् । तथा "जावंति चेइयाई ति"। द्रव्यजीवो नाम, योऽयमस्मिन् शरीरक आत्मा स यदा भावैर्ज्ञानादिभिर्वियुतो विवक्ष्यते स द्रव्यजीवः अनागतराजत्वराजपुत्रसेवनं हि दृष्टम्, तत्र द्रव्यत्वात् शिलातलाद्युज्झितातीतयतिशरीरनमस्करणं च । જેમ સાક્ષાત ઈષ્ટદેવતાથી શ્રેયઃ થાય છે, તેમ પ્રતિમાદિ રૂપ સ્થાપના-સ્વરૂપ ઈષ્ટદેવતાથીપરમાત્માથી પણ શ્રેય થાય જ છે...) (i) બીજું કે તે પ્રતિમાદિ પ્રતિકૃતિ રૂપ સ્થાપના જીવ પણ વાસ્તવિક જેવો જ હોવાથી પરમાત્માની પ્રતિમાદિની ગંધ વડે (ધૂપ) પૂજા, પુષ્પપૂજા વગેરે હેતુથી ધનનો વ્યય પણ કરાતો જોવાય છે. કેમ કે, તેમ કરવાથી જેઓની પ્રતિમાદિ છે, તે સાક્ષાત્ પરમાત્માની ભક્તિ કરાયેલી થાય છે. (ii) તથા વસ્તુનો આકાર પણ અર્થ છે = સાચાં પદાર્થ રૂપ છે, કુંભની જેમ. અર્થાત્ જેમ કુંભનો આકાર એ વાસ્તવિક કુંભ સ્વરૂપ છે, તેમ વસ્તુની દોરેલી-સ્થાપેલી આકૃતિ આકાર પણ સાચી વસ્તુ છે, કેમ કે, તે આકાર વસ્તુ સ્વરૂપ છે. (iv) તથા વસ્તુની સ્થાપના એ વસ્તુ સરખી હોવાથી જ “નાર્વતિ વેરૂ' એવા સૂત્ર વડે જિનેશ્વર દેવના ચૈત્યને = પ્રતિમાને કરેલી વંદના સાર્થક છે.
ચંદ્રપ્રભા : સમસ્ત સૂત્ર આ પ્રમાણે છે - નાવંતિ વેફસારું છે ૩ મહેમ તિ િવ નો ૩ . સદ્ગારું તારું વંરે, રૂદ સંતો તલ્થ સંતાડું . સૂત્રાર્થ : જેટલાં પણ ચૈત્યો = જિન પ્રતિમાઓ ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકમાં છે, તે સર્વને અહીં રહેલો (હું) ત્યાં રહેલાંને (ચેત્યોને) વંદન કરું છું.
એક દ્રવ્ય' શબ્દના અનેક અર્થો એક પ્રેમપ્રભા : (૩) દ્રવ્યજીવA : આ શરીરમાં રહેલો જે આ આત્મા છે, તે જ્યારે જ્ઞાનાદિ ભાવોથી વિમુક્ત = રહિત હોવાની વિવક્ષા કરાય, ત્યારે તે દ્રવ્યજીવ કહેવાય છે. જેમ જે હજી રાજા બન્યો નથી (અર્થાત્ રાજ્ય-સત્તા પ્રાપ્ત થઈ નથી), પણ ભવિષ્યમાં રાજા બનવાનો છે એવા રાજપુત્ર પ્રત્યે પણ (ભાવિ રાજાની કલ્પના વડે) રાજા જેવો વ્યવહાર (સેવાદિ) કરાતો દેખાય છે. કારણ કે, તેમાં રાજા બનવાની અપેક્ષાએ દ્રવ્યપણું છે, અર્થાત્ યોગ્યતા છે... આથી તે દ્રવ્ય-રાજા કહેવાય છે. (માટીના પિંડમાં ઘડો બનવાની યોગ્યતા અથવા કારણતા હોવાથી તેને દ્રવ્ય-ઘડો કહેવાય છે, તેમ અહીં સમજવું.)
એ જ પ્રમાણે વસ્તુની ભાવ-રૂપતા (ભાવત્મકતા) નષ્ટ થઈ હોય ત્યારે પણ તેને