________________
११६ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ सा च न सैव सहस्राक्षवज्रपाणिश्वेतवासोधारिरूपा, नापि ततोऽत्यन्तं भिन्नस्वभावा, अत्यन्तभिन्नस्वभावाभ्युपगमे हि सा प्रतिकृतिरेव न स्यात् कुड्यवत्, अतोऽवश्यं कथञ्चिदसौ ततो भिद्यत इति प्रतिपत्तव्यम् । ये तस्यां मुख्यायां देवतायां सहस्रलोचनाद्यवयवा यथासंनिविष्टा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां दृश्यन्त इत्येतावता सैव मुख्यदेवता इयमिति निगद्यते । ये तु तत्र ज्ञानदर्शनैश्वर्यादयो धर्मा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां न दृश्यन्त इति एतावता प्रतिबिम्बमित्यभिधीयते । अतो यथेह कस्यचित् इन्द्रादेः प्रतिकृतिः स्थापिता सती इन्द्र इति व्यपदिश्यते, एवमिह जीवाकृतिः प्रतिमादिषु स्थापिता स्थापनाजीवो व्यपदिश्यते । रुद्र उमापतिः, स्कन्द इति स्कन्दकुमारः, उत्तरपदलोपात् 'सत्यभामा सत्या' इति यथा, દેવ + ત =) “રેવતા' શબ્દ બનેલો છે. આથી દેવતા = એટલે દેવ... તેની પ્રતિકૃતિ = એટલે બિંબ, પ્રતિમા... આ પ્રતિકૃતિ એ સહસ્રાક્ષ = હજાર આંખવાળી, જેના હાથમાં વજ હોય, તથા શ્વેત વસ્ત્ર ધારણ કરનારી અર્થાત્ સર્વથા સાચા ઈન્દ્રાદિ દેવ સ્વરૂપ નથી. વળી, ઈન્દ્રાદિ દેવથી અત્યંત જુદા સ્વરૂપવાળી પણ નથી, કેમ કે, જો તે અત્યંત જુદા સ્વભાવવાળી મનાય તો “ભીંત' (દિવાલ) વગેરેની જેમ, તેને પ્રતિકૃતિ – પ્રતિમા જ ન કહેવાય... આથી અવશ્ય સ્વીકારવું જોઈએ કે, કથંચિત = કોઈ અપેક્ષાએ ઇન્દ્રાદિની પ્રતિમા એ વાસ્તવિક-મુખ્ય ઇન્દ્રાદિ વસ્તુથી જુદી છે, પણ સર્વથા જુદી નથી. જે આ મુખ્ય દેવમાં સહસ્રાક્ષ - હજાર આંખ વગેરે અવયવો જે રીતે ગોઠવાયેલાં દેખાય છે, માનેલાં છે, તે આ કાષ્ઠની બનેલી પ્રતિમામાં પણ દેખાય છે. આવા હેતુથી આ પ્રતિકૃતિ = બિંબ એ જ મુખ્ય દેવતા રૂપે છે, એમ વ્યવહાર કરાય છે.
(પ્રશ્ન : આ રીતે સરખાપણું હોય તો દેવતા-પ્રતિમાને મુખ્ય દેવતા જ કેમ ન કહેવાય? જવાબઃ, વળી જે મુખ્ય દેવમાં જ્ઞાન, દર્શન, ઐશ્વર્ય આદિ ધર્મો દેખાય છે, તે આ કાષ્ઠની બનેલી પ્રતિમામાં દેખાતાં નથી. આવા કારણસર તેને મુખ્ય દેવ ન કહેવાય, પણ પ્રતિબિંબ કહેવાય છે.
હવે દૃષ્ટાંતનો ઉપનય જણાવતાં કહે છે, આથી જેમ અહીં કોઈ ઇન્દ્ર વગેરેની પ્રતિમા સ્થાપિત કરાઈ હોયને તે “ઇન્દ્ર એમ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં જીવની આકૃતિ એ પ્રતિમા વગેરેમાં સ્થાપિત કરાઈ હોય ત્યારે, તે (પ્રતિમા) “સ્થાપના-જીવ’ એમ કહેવાય છે. ઉપર દષ્ટાંતમાં કહેલ રુદ્ર = એટલે ઉમાપતિ, શંકર, મહાદેવ તથા સ્કન્દ = એટલે સ્કંદકુમાર (કાર્તિકસ્વામી). આમાં ઉત્તર-પદનો લોપ થવાથી “સત્યભામાને ૨. પૂર્વે તા.-શો. I મુશ્ય મુ. I