________________
સૂ૦ ૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
११७ विष्णुरिति वासुदेवः । एषां च न शास्त्रे देवताख्या समस्ति, लोकानुवृत्त्या भाष्यकृद् उवाच । अत एषां रुद्रादीनां प्रतिकृती रचिता रुद्र इत्यादिव्यपदेशं लभते । एवं जीवस्य काष्ठादिषु प्रतिकृतिः कृता स्थापनाजीव इत्यभिधीयते ।
भा० द्रव्यजीव इति गुणपर्यायवियुक्तः प्रज्ञास्थापितोऽनादिपारिणामिकभवयुक्तो जीव उच्यते । __द्रव्यजीव इति । इतिः प्रकारार्थः । योऽयं प्रकारः प्रागुपादायि द्रव्यजीव इति तं प्रदर्शयामि । योऽयमात्मा स उज्झिताऽशेषज्ञानादिगुणसमुदायो द्रव्यजीवोऽभिधीयते । एतदेवाह-गुणपर्यायवियुक्त इति । गुणाः सहभुवो ज्ञानदर्शनसुखादयः, पर्यायाः क्रमभुवो સત્યા' કહેવાય, તેમ અહીં કુંદકુમારને “સ્કંદ' કહેલ છે. વિષ્ણુ = એટલે વાસુદેવ, કૃષ્ણ. પ્રશ્ન : આ રુદ્ર આદિને જૈનદર્શને ઇષ્ટદેવ તરીકે ક્યાં માનેલાં છે ?
સમાધાન આ પૂર્વોક્ત ઇન્દ્ર, રુદ્ર આદિની શાસ્ત્રમાં ઇષ્ટ દેવ તરીકે પ્રસિદ્ધ નથી, પણ લોક પ્રવાહને અનુસરીને ભાષ્યકારે આમ કહેલું જાણવું... (અહીં ઇન્દ્રાદિને ઈષ્ટ દેવી આરાધ્યદેવ તરીકે માનેલા નથી, પરંતુ દેવગતિને પ્રાપ્ત કરનાર આત્માઓ તરીકે માનવામાં વાંધો પણ નથી.) આથી આ રુદ્ર = મહાદેવ વગેરેની રચેલી પ્રતિમાએ “રુદ્ર' વગેરે રૂપે વ્યવહાર કરાય છે. આ પ્રમાણે જીવની કાષ્ઠ આદિમાં કરાયેલ પ્રતિકૃતિ = બિંબ એ પણ “સ્થાપના-જીવ’ એમ કહેવાય છે.
(૩) દ્રવ્ય-જીવ : હવે ભાષ્યમાં દ્રવ્ય-જીવ કોને કહેવાય? તે બતાવતાં કહે છે
ભાષ્ય : તથા ગુણ અને પર્યાયથી રહિત હોય, (તે રૂપે) પ્રજ્ઞામાં સ્થાપિત = કલ્પિત હોય તથા અનાદિ એવા પારિણામિક ભાવથી યુક્ત જે જીવ, તે દ્રવ્ય-જીવ કહેવાય.
પ્રેમપ્રભા (૩) દ્રવ્ય-જીવઃ જે જીવ ગુણ અને પર્યાયોથી વિયુક્ત/રહિત છે એ પ્રમાણે પ્રજ્ઞા વડે/બુદ્ધિ વડે સ્થાપિત/કલ્પિત હોય અને અનાદિ પારિણામિક ભાવથી સહિત હોય, તે દ્રવ્ય-જીવ’ એમ કહેવાય... આ પ્રમાણે ભાષ્યના પદોનો સમૂહાર્થ છે... હવે તેના પ્રત્યેક પદ વગેરેનો અર્થ વિસ્તારથી ટીકા દ્વારા જોઈએ...દ્રવ્યનવ રૂતિ ! આ રૂત્તિ શબ્દ પ્રકાર-અર્થમાં છે. જે આ દ્રવ્ય-જીવ એ પ્રમાણે પૂર્વે ગ્રહણ કરાયેલો છે, તેને હું બતાવું છું...તે આ રીતે – જે આ આત્મા જેણે જ્ઞાન આદિ સર્વ ગુણોનો સમુદાય ત્યજી દીધો છે, તે દ્રવ્ય-જીવ કહેવાય છે. આ હકીકતને જણાવતાં ભાષ્યકાર કહે છે, “મુળ-પર્યાય